Abtak Media Google News

અગરીયાઓને મળે છે 20 દિવસે એક વખત પીવાનું પાણી

અબતક, સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર

Advertisement

કચ્છના નાના રણમાં 5000 ચો.કિ.મી. વિસ્તારમાં અંદાજે 2000 અગરિયા પરિવારો દર વર્ષ ઓક્ટોબરથી મે માસ દરમિયાન “કાળી મજૂરી દ્વારા સફેદ મીઠું” પકવવાનું આકરૂ કામ કરે છે. ત્યારે રણના મીઠું પકવતા અગરિયાઓને 20 દિવસે એક વખત પીવાનું પાણી મળે છે. ત્યારે રણમાં અગરિયા માટે રોજ નહાવાની કલ્પના કરવી એ દુષ્કર બાબત છે. આથી મીઠું પકવતા 98% અગરિયાઓ આજેય ચામડીના રોગથી પીડાય છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યાં રણપ્રદેશ આવેલો છે અને ખારાઘોડા વિસ્તારમાં જ્યાં નજર નાખો ત્યાં અગરિયાઓ દ્વારા મીઠાની ખેતી કરવામાં આવે છે પરંતુ આઝાદી બાદ પણ આજે પણ અગરિયાઓ તેમના હક માટે લડી રહ્યા છે છતાં પણ તેમને તેમનો હક આજે પણ મળ્યો નથી જેવો નહીં સાથે મુલાકાત કરતા તેમણે જણાવ્યું કે બસ હવે ઓક્ટોબર માસની શરૂઆત થશે એટલે અમારી જિંદગી પણ ખારી બની જશે અમારો પરિવાર પણ આ ધરતી ઉપર વગર પાથરણે બેસી જશે અને ત્યાં સમય વીતી જશે એનો પણ આ જિંદગીને ખ્યાલ નહીં આવે ત્યારે આવા શબ્દો બોલે ત્યારે સામાન્ય માનવીને પણ કરુણ વેદના તેના દિલમાં થતી હોય છે

1662616130506

આજે આપણે જોવા જઈએ તો આપણા ઘરે એક મિનિટ લાઈટ જાય તો આપણે તરત જીબી ની ઓફિસે ફોન કરી અને લાઈટ બંધ છે અવારનવાર લાઈટ બંધ રહે છે તેવી અનેક પ્રકારની ફરિયાદો કરતા હોઈએ છીએ ત્યારે આ અગરિયાઓ પોતાની ફરિયાદ કોની પાસે કરે અને પોતાની આ જિંદગી આ રીતે જીવી રહ્યા છે ત્યારે તેને પણ જિંદગી જીવવાનો ખરેખર હક છે અને હાલમાં જોવા જઈએ તો અડધા ભારતમાં સુરેન્દ્રનગર જિલ્લામાંથી જ્યારે મીઠાની ખેતી કરી અને મીઠાને સપ્લાય કરવામાં આવતા હોય અને સુરેન્દ્રનગર જિલ્લાનો સ્વાદ ભારતમાં ચાકવા મળતો હોય ત્યારે ખરેખર સરકારે આગરીયાઓની વેદના પ્રત્યે તેમની આંખોમાંથી કરુણતા અને તેને મળતા લાભો જરૂર આપવા જોઈએ ત્યારે હાલમાં તો વાત એ છે કે સુરેન્દ્રનગર જિલ્લાના આ ખારાઘોડા રણમાં અને કચ્છના નાના રણમાં અંદાજિત 5000 ચોરસ વાર મીટરમાં આ રણ પથરાયેલું છે અને આ રણમાં 2,000 થી વધુ પરિવારો ઓક્ટોબર માસની શરૂઆત થતા ની સાથે જ પોતાની માનવ જિંદગી ભૂલી અને રણના અગર માં અગરની ખેતી કરવા માટે પહોંચી જતા હોય છે ત્યારે આ અગરિયાઓની અનેક પ્રકારની સમસ્યાઓ તેમના જીવન સાથે ઓઢી અને પોતે રણમાં મીઠાની ખેતી કરે છે ત્યારે ચાલો જાણીએ તેમની વાસ્તવિક જીવનની અનેક કહાનીઓ.

જેનું જીવન ખારૂ એને દુ:ખો અપાર

જેનું જીવન ખારું હોય તેના જીવનમાં અનેક પ્રકારના સવાલો પણ હોય રણના અગરિયા સવિતાબેન જણાવે છે કે અમો આઠમા સુધી રણમાં પડ્યા રહીએ શરૂઆત એ જ ખારા પાણી મેળવવા માટે તેના 15 થી 20 ફૂટ જેટલા ખાડા ખોદવા પડે છે જેમાંથી પાણીની આવ થાય એમાંથી પાટામાં પાણી ભરવા પડે શરૂઆતમાં સપ્તાહ સપ્તાએ હે મોટો જાડો ધોકો લઈ અને આ પાટાઓમાં પાણીને આમતેમ ફેરવવું પડે ત્યારબાદ 15 દિવસે બાદમાં એક માસ દોઢ માસ અઢી માસ અને પૂરા સાડા ત્રણ માસ બાદ જ્યારે ઉનાળાનો ધમધખતો તાપ તાપ તપે એટલે મીઠાની ખેતીમાં મીઠું તૈયાર થાય ત્યાં સુધી અમારે અને અમારા પરિવારને મીઠાના ઘરમાં તેના પાણીમાં અમારા શરીરને બોળેલું રાખવું પડે.

અગરીયાઓને ચામડીના રોગ

રણમાં ખેતી કરતા આગરીયાઓના શરીર અને ખાસ કરી અને તેના પગો ચામડીના રોગ થતા હોય છે પીળા સહન કરીને પણ મીઠું પકવે છે નરસિંહભાઈ સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડા રણમાં મીઠાની ખેતી કરતા અને મીઠાના અગરમાં આઠમા સુધી પોતાના શરીરને આ પાણીમાં રાખી અને પોતાની કાયાને પણ મીઠામાં ઓગાળી નાખે એવી કામગીરી કરતા આગળના આગરિયાઓની વાસ્તવિકતા જ્યારે નરસિંહભાઈ એ જણાવી ત્યારે જાણવા મળ્યું કે આ અગરમાં અગરિયાઓ ખેતી કરે છે અને ચાર માસ સુધી રણમાં પડ્યા ને પાથર્યા રહેવાનું સામાન્ય ઝૂંપડી બનાવી અને આંખો પરિવાર આ ઝુંપડીમાં રહે સમય અને વહેલી સવારે તેમજ સાંજના સમયે મીઠાના આગરોના પાટાઓ જોઈ અને પોતાની રોજી રોટી આના ઉપર છે જે જોઈ અને કાંઈ ન હોવા છતાં પણ ખુશ રહે ત્યારે અગરમાં અગરિયાઓ ચાર માસ સુધી અગર માં રહે છે જેના કારણે અગરિયાઓને મોટાભાગે ચામડીના રોગો જોવા મળતા હોય છે અને મોટાભાગના આગરિયાઓને ચામડીના રોગોનો સામનો કરવો પડે છે તે નવી વાસ્તવિકતા છે

અગરીયાના  શબને અગ્નિદાહમાં ત્રણ ગણા લાકડાની જરૂરત

સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડા ગામમાં આગરીયાઓ જ્યારે રણમાં અગરની ખેતી કરે છે ત્યારે ક્યારેક ક્યારેક એવી પણ ઘટના બનતી હોય છે કે રણમાં આગરિયા નું મૃત્યુ થાય તો આ અગરિયા ને જ્યારે અગ્નિદા આપવામાં આવે ત્યારે સામાન્ય નાગરિક કરતા ત્રણ ગણા લાકડાઓ જોઈએ છે અગરિયા નો મૃતદેહ તાત્કાલિક રીતે સળગતો નથી કારણકે મીઠાની ખેતીમાં રહી અને એનો દેહ પણ ખારો અગર જેવો બની જતો હોય છે અને જેના કારણે તેના અવસાન બાદ પણ તેને અગ્નિદા આપવા બાદ કલાકો સુધી અગરિયા નો મૃતદેહ સળગતો ન હોવાનું પણ જાણવા મળે છે ત્યારે અનેક પ્રકારની શારીરિક માનસિક અને જિંદગી જીવી રહ્યા છે આગરીયા

આધાર વગરના નિરાધાર અગરીયાઓ

સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડા રણમાં અગરિયાઓ પાસે નથી ઓળખાણ પત્ર કે નથી પોતાના કાર્ડ કે નથી રેશનકાર્ડ કે નથી બીપીએલ ના દાખલા…

સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડા રણમાં 2,000 થી વધુ અગરિયાઓના પરિવાર રણમાં મીઠાના અગર માં કામ કરી અને પોતાનું જીવન ગુજરાન ચલાવી રહ્યા છે ત્યારે હાલમાં હવે ચૂંટણીઓના ભડગામ શરૂ થવા લાગ્યા છે ત્યારે આ રણમાં કેટલા આગરીયાઓની પાસે પોતાને ચૂંટણી કાર્ડ છે કે નહીં કેટલાક અગરિયાઓ પાસે રેશનકાર્ડ પણ નથી ત્યારે તાત્કાલિક અસરે સરકાર પણ કેટલા આગળી આવો ચૂંટણીના મતદાન માટે મતદાન કરી શકશે અને કેટલાક અગરિયાઓના નામે ખોટા મતદાન થશે ત્યારે આ 2000 પરિવારોને પોતાની રીતે પોતાના ખિસ્સા મળે અને પોતે સરકારમાં મતદાન પણ કરી શકે તેવી વ્યવસ્થા કરી અને હાલમાં સર્વે કરવાની પણ માંગણી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.