Abtak Media Google News
  • ત્રિશુલ ચોક પાસે કાર પરથી કાબુ ગુમાવનાર ચાલક નશામાં હોવાનું પ્રાથમિક અનુમાન

Rajkot News : રાજકોટમાં ફરી એકવાર બેફામ કારચાલકે અકસ્માત સર્જયાનો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર શહેરમાં એક યુવકે કારથી અકસ્માતની હારમાળા સર્જી હતી. સહકાર મેઈન રોડ પરના ત્રિશુળ ચોક પાસે બેકાબૂ કાર ચાલકે અકસ્માતની હારમાળા સર્જી હતી. કાર ચાલકે વાહનોની સાથે વૃદ્ધ અને બે વિદ્યાર્થિનીઓને એડફેટે લીધા હતા.

Accident

અકસ્માતમાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયારે અકસ્માતના દ્રશ્યો પણ CCTVમાં કેદ થયા છે. અકસ્માત બાદ ભક્તિનગર પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.

CCTV ફૂટેજમાં નોંધાયેલા દ્રશ્યોમાં જોઇ શકાય છે કે જીજે-03-એમએચ-4905 નંબરની કારે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત સર્જીને નબીરો ફરાર થઇ ગયો હતો. બલેનો કાર ચાલકને શોધવા માટે પોલીસે તપાસ શરૂ કરી હતી.

Car

પ્રાપ્ત વિગત અનુસાર શહેરના સહકાર મેઈન રોડ પર આવેલા ત્રિશુલ ચોકમાંથી સવારે સાતેક વાગ્યાં આસપાસ નીકળેલા બેફામ કારચાલકે કાબુ ગુમાવતા પ્રથમ વાહનને ટક્કર માર્યા બાદ એક નલિનભાઈ નરોતમભાઈ સિધ્ધપુરા(ઉ.વ્મ 50) નામના વૃદ્ધને હડફેટે લીધા હતા. જે બાદ બેફામ કારચાલકે રસ્તા પર ઉભેલી બે વિદ્યાર્થીનીઓને પણ હડફેટે લીધી હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થનાર કુમકુમબેન મહેશભાઈ કાનાણીને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.