Abtak Media Google News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવા આહવાન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં કુલ 80 અમૃત સરોવર બનાવવાની કામગીરી શરૂ છે.રાજકોટ જિલ્લામાં જળ સંચય તેમજ અમૃત સરોવર યોજના અંતર્ગત રાજકોટ જિલ્લામાં 80 સરોવરો તૈયાર થઈ રહ્યા છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવા આહવાન કરવામાં આવ્યું હતું.

Untitled 3 24

હાલ રાજકોટ શહેરમાં 3 તેમજ જિલ્લામાં 77 સરોવર તૈયાર થઈ રહ્યા છે.જેનો સીધો જ લાભ ખેડૂતો તેમજ આસપાસમાં રહેતા લોકોને થશે જેથી લોકોને પીવાલાયક પાણી તેમજ સિંચાઈ માટે પાણી તુરત જ આસપાસના સરોવરમાંથી મળી રહેશે. રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે રાજકોટમાં 80 અમૃત સરોવર બનાવવાની કામગીરી શરૂ છે જેમાંથી 15 ઓગસ્ટ પહેલા 20 અમૃત સરોવર બનાવવાનો ટાર્ગેટ છે. રાજકોટ જિલ્લામાં જન ભાગીદારી હેઠળ સરોવરો બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. આઝાદીકા અમૃત મહોત્સવ ઉજવણી અંતર્ગત સમગ્ર ભારતમાં 75 જિલ્લા પસંદ કરાયા, જેમાં રાજકોટ જિલ્લાની પસંદગી થતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો કલેક્ટર અરુણ મહેશ બાબુએ આભાર વ્યક્ત કર્યો હતો.

દર અઠવાડિયે તૈયાર થનાર સરોવરના ડ્રોન ફોટો મંગાવતા કલેક્ટર

રાજકોટ શહેર જિલ્લામાં અમૃત સરોવર અંતર્ગત 80 સરોવરો તૈયાર થનાર છે ત્યારે આગામી 15 ઓગસ્ટ પહેલા 20 સરોવરો તૈયાર કરવાનો તંત્રનો ટાર્ગેટ છે ત્યારે કલેક્ટર અરુણ મહેશ બાબુ દ્વારા દર અઠવાડિયે તૈયાર થનાર દરેક સરોવરની કામગીરી સમીક્ષા કરવા ડ્રોન ફોટો પણ લેવામા આવી રહ્યા છે.

ડીડીઓ અને દરેક મામલતદાર દ્વારા રેગ્યુલર સ્થળ વિઝીટ

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવા આહવાન કર્યા બાદ કલેક્ટર અરુણ મહેશ બાબુ,ડીડીઓ દેવ ચૌધરી તેમજ દરેક મામલતદાર તૈયાર થનાર અમૃત સરોવરોની રેગ્યુલર વિઝીટ કરી રહ્યા છે તેમજ કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનો આપી રહ્યા છે.કુલ 80 તળાવ – સરોવરો જ્યારે સંપૂર્ણ તૈયાર થઈ જશે ત્યારે આ પાણી લોકોને ખુબજ ઉપયોગી બનશે. મનરેગા, સિંચાઈ વિભાગ, પંચાયત વિભાગ ,સ્ટેટ સિંચાઈ વિભાગ તેમજ અલગ અલગ સંસ્થાઓનો સહયોગ, જનભાગીદારી દ્વારા જિલ્લા વહીવટી તંત્ર આ પ્રોજેકટને સારી રીતે સાકાર કરી શકશે અને દેશની સમૃધ્ધિમાં સહભાગી થઈ શકશે.

અમૃત સરોવર માટેની સરકારે પ્રસિદ્ધ કરેલી માર્ગદર્શિકા

  • અમૃત સરોવ2નાં નિર્માણ ન્યૂનતમ એક એકર ક્ષેત્રફળમાં કરવું અને જો અસમર્થ હોય તો તેવા જિલ્લાઓને હયાત જળસ્ત્રોતોના નવીનીકરણ ડીસીલ્ટીંગનાં કામો હાથ ધરવા.
  • સ્થાનિક લોકોની સહભાગિતા રહે તે પ્રમાણે આયોજન કરવું.
  •  જે પરિવા2 સ્વાતંત્ર સેનાની અથવા શહીદો સાથે સંબંધ હોય તથા વધુમાં આઝાદી પછીના વર્ષોમાં જે લોકોએ વિકાસના પાયામાં મહત્વના યોગદાન આપ્યું હોય તેવા ગામોની ખાસ પસંદગી કરવી.
  • અમૃત સરોવ2ના કામો ખાસ કરીને વન વિસ્તા2માં હાથ ધ2વામાં આવે તે મુજબની સ્થળ પસંદગી ક2વામાં આવે
  • અમૃત સરોવ2ની આસપાસ સુશોભનની કામગી2ી માટે સીએસઆર, ટ્રસ્ટ, એનજીઓ, દાતા પાસેથી જરૂરીયાત પ્રમાણે ભંડોળની વ્યવસ્થા.
  • 15ઓગસ્ટ, 2022 સુધી અમૃત સરોવ2ના જિલ્લાદીઠ ઓછામાં ઓછા 20 કામો પૂર્ણ ક2વા અને તેના લોકાર્પણ કરવા: 15 ઓગસ્ટ, 2023 સુધી તમામ કામો પૂર્ણ કરવા
  • સુશોભનની કામગીરી જેવી કે, સરોવ2ની આસપાસ પેવ2 બ્લોકની કામગીરી, પ્લાન્ટેશન, બેસવા માટે બાંકડા, સ્ટ્રીટ લાઈટ, અન્ય કામગીરી સહીત અચૂક પૂર્ણ કરવાના રહેશે.
  •  કામના સ્થળે 15 મી ઓગસ્ટ, 2022ના ધ્વજવંદનના કાર્યક્રમ ફ2જીયાત

સરકારે કામગીરીની દેખરેખ માટે બનાવી ખાસ એપ્લિકેશન

અમૃત સરોવ2ના નિર્માણથી મહત્તમ લાભ મળે તેમજ તેના કામો સુચારુરૂપે હાથ ધરવામાં આવે તે નિશ્ચિત ક2વા માટે કામના સ્થળની પસંદગીથી લઇને કામની પૂર્ણતા સુધીના તમામ સ્તરે રીમોટ સેન્સિંગ/જીઓ-સ્પેશિયલ ટેક્નોલીજીનાં યોગ્ય ઉપયોગ ક2વા ભાસ્કરાચાર્ય નેશનલ ઇન્સ્ટીટયુટ ફોર સ્પેસ એપ્લીકેશન એન્ડ જીઓ ઇન્ફોર્મેટીક્સ દ્વારા અમૃત સરોવરનાં પોર્ટલ વિિંાંત://ૂફયિિં.ક્ષભજ્ઞલ.લજ્ઞદ.શક્ષ/અળશિજિંફજ્ઞિદફિ/હજ્ઞલશક્ષ દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે.

  • રાજકોટ જિલ્લામાં કયા કયા ગામમાં બનશે 80 અમૃત સરોવર

રાજકોટ : કુવાડવા, માલીયાસણ, ધામલપર, કુચિયાદળ, જિયાણા, કસ્તુરબાધામ, હડમતાળા, કથરોટા, ભાયાસર, સાતડા તેમજ રાજકોટ શહેરમાં રૈયા સ્માર્ટ સિટીમાં અને અર્બન ફોરેસ્ટમાં 2 સરોવર તૈયાર કરાશે.

પડધરી : દોમડા, કેરાળા, ઈશ્વરીયા, હડમતીયા, સાલપીપળીયા, ખજૂરડી

જસદણ : સાણથલી, કુંદણી, બરવાળા, ખારચિયા, પારેવળા, શિવરાજપુર, વડોદ, કમળાપુર, મેઘપર, ઈશ્વરીયા, વિરનગર, જસદણ

વીછીયા : પાટિયાળી, ઢેઢુકી, ભડલી, હાથસણી, અજમેર, બંધાણી, કંધેવડીયા, ભોંયરા, વનાડા

લોધિકા : રાવકી, પીપરડી, રાવકી, ખીરસરા, બાલસર

જેતપુર : પાંચપીપળીયા, કાગવડ, જૂની સાંકળી, મોટા ગુંદાળા, જેતલસર, વીરપુર, હરિપર, જેતપુર, પ્રેમગઢ

ધોરાજી : મોટી મારડ, ચિચોડ, કલાણા, છત્રાસા, મોટી પરબડી, ધોરાજી

જામકંડોરણા : સાજડીયાળી, હરિયાસણ, ખજૂરડા

ઉપલેટા : ખારચિયા, ડુમીયાણી, ગઢાળા, ભાયાવદર, જામટીંબડી

ગોંડલ : સેમળા, દેરડી, ભરૂડી, કોલીથડ, કમર કોટડા તેમજ ગોંડલ શહેરમાં ખીમોરી અને વોરા કોટડા રોડ પર સરોવર તૈયાર થશે

કોટડા સાંગાણી : સોલિયા, સતાપર, રાજપરા, મોટા માંડવા

  • 15 ઓગસ્ટ સુધીમાં તૈયાર થનારા 20 સરોવર

ધોરાજી: મોટી પરબડી, મોટી મારડ

ઉપલેટા: ડુમિયાણી, ગઢાળા, ભાયાવદર

જસદણ: વીરનગર

પડધરી: સાલપીપળીયા, ખંઢેરી

રાજકોટ: કસ્તુરબાધામ, કુવાડવા, માલીયાસણ, ધામલપર, કુચિયાદળ, જિયાણા, સાતડા, હીરાસર

જેતપુર: જેતલસર,

જૂની સાંકળી, પ્રેમગઢ કોટડાસાંગાણી: સતાપર

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.