Abtak Media Google News

મનપસંદ ડ્રેસીસમાંથી 4 લાખ છુમંતર કરી ગયા : તસ્કરો સીસીટીવીમાં કેદ

ગુંદાવાડી વિસ્તારમાં આવેલી મનપસંદ ડ્રેસીસ નામની દુકાનમાંથી રૂપિયા 4 લાખ રોકડની ચોરી થઇ હોવાનું માલુમ પડતા સમગ્ર વેપારી એસોસિએશન, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને સ્થાનિક પોલીસ તુરંત ઘટના સ્થળે દોડી ગઇ હતી. પરંતુ ચોરીના એક દિવસ બાદ પણ ચોરો પોલીસ પહોંચની બહાર છે અને તેની કોઈ ઓળખ મળી નથી.

પ્રાપ્ત વિગત મુજબ લક્ષ્મીવાડી શેરી નં.10/15માં રહેતા જીજ્ઞેશભાઇ નીતિનભાઇ વાઘેલા (ઉ.વ.32) એ જણાવ્યું હતું કે, પોતાનું ગુંદાવાડી શેરી નં.11માં દુકાન અને મકાન સાથે છે. જેમાં દુકાનનું નામ મનપસંદ ડ્રેસીસ છે. જે બે વર્ષથી દુકાન ધરાવે છે તેમજ બીજી અન્ય દુકાન ગુંદાવાડી મેઇન રોડ પર આવેલી છે. મનપસંદ ડ્રેસીસ તેમજ બીજી અન્ય દુકાનનો સાતેક દિવસનો વેપાર અંદાજીત રૂપિયા ચારેક લાખની રોકડ રકમ જે મનપસંદ ડ્રેસીસ નામની દુકાનમાં આવેલા એક ખાનામાં રાખી હતી.

તે પરત આવ્યા ત્યારે ડ્રેસની દુકાન ખોલી ત્યારે અંદર સામાન વેરવિખેર હતો અને અમારે મુંબઇના વેપારીને ખરીદીના ચુકવવાના રૂપિયા 4 લાખ પણ ગાયબ હતા. આ બનાવ અંગે ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે તપાસ કરતા વિસ્તારમાં બે શખ્સો શાલ ઓઢીને આંટાફેરા કરતા નજરે પડતા કાર્યવાહી શરૂ કરી છે.પરંતુ હજી સુધી પોલીસ ચોરોની ઓળખ મેળવવાના અસફળ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.