Abtak Media Google News

 

પી.જી. મેડિકલ પ્રવેશ સ્થગીત થતા સિનીયર તબીબો 29મીએ હડતાલ પાડી ઓ.પી.ડી. સેવા બંધ રાખશે

નીટ પીજી કાઉન્સેલિંગને સતત મૂલત્વી રાખવા અને સતત તારીખોને પાછી ઠેલાવવામાં આવતા રેસીડેન્ટ ડોકટરો પર કામના બોજ વધ્યો છે. જેના કારણે ઘણી જગ્યાએ દેખાવો કરવામાં આવ્યો છે. ત્યારે આજરોજ સીવીલ હોસ્પિટલનાં રેસીડેન્ટ તબીબો દ્વારા કાળી પટ્ટી બાંધી વિરોધ કરવામાં આવ્યો હતો અને ઉપરોકત 29મીએ હડતાલ પાડવાની ચીમકી આપવામાં આવી છે.

પીજી મેડીકલ નીટ કાઉસેલીંગમાં અનામત મૂદે સુપ્રીમ કોર્ટમાં ચાલતા કેસમાં કેન્દ્ર સરકારે ઈડબલ્યુએસ અનામત માટે આવકમર્યાદાની સમીક્ષા કરવાનું જણાવી કમીટી રચવા માટેનું કહ્યું છે જેના કારણે બીજી મેડીકલની પ્રેકટીસ સ્થગીત કરવામાં આવી છે.જેના કારણે કોલેજોમાં પીજીનો અભ્યાસ કરતા અને હોસ્પિટલમાં રેસીડેન્ટ ડોકટર તરીકે ફરજ બજાવતા સેક્ધડ અને થર્ડ યરનાં રેસીડેન્ડ તબીબો પર કામનું ભારણ વધ્યું છે. જેને મૂદે આજે કાળી રીબીન બાંધી વિરોધ કરાયો હતો. અને 29મીએ હડતાલ પાડી ઓપીડી બંધ રાખવાનું જણાવ્યુંં હતુ.

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં રેસીડેન્ટ તબીબો દ્વારા બ્લેક રીબીન પેરી બી.જે. મેડીકલમાં એકઠા થય હતા અને 29મીએ હડતાલ પાડી ઓપીડી બંધ રાખવાનું જણાવ્યુ હતુ.

કાઉન્સેલીંગની પ્રક્રિયા સુપ્રીમનાં નિર્ણય પહેલા કરવા માંગ

સીવીલમાં વિરોધ પ્રદર્શન કરતા તબીબોએ જણાવ્યું હતુ કે, દર વર્ષે તબીબોની નવી બેચ આવતી હોઈએ છે પરંતુ કોવીડના કારણે તેની પરીક્ષા ઓગષ્ટમાં લેવામાં આવી હતી અને તેનું રીઝલ્ટ પણ સપ્ટેમ્બરમાં આપી દેવામાં આવ્યું છે. પરંતુ હજુ બે મહિના થયા હોવા છતાં એડમીશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી નથી તેનું મૂળ કારણભૂત પ્રશ્ર્ન સુપ્રીમ કોર્ટમાં ચાલતા પ્રશ્ર્નના લીધે છે. સુપ્રીમ કોર્ટ આ કેસની સુનાવણી માટે ચાર અઠવાડીયાનો સમય માંગ્યો છે. પરંતુ તબીબોની ટીમ ઓછી હોવાથી આ સુનવણી વહેલી તકે કરી કાઉન્સીલીંગ પ્રક્રિયા શરૂ કરવા માટેની માંગ તબીબોએ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.