Abtak Media Google News

Table of Contents

મહેશ્વરી સોસાયટીના શખ્સના પરસાણા સોસાયટીના ગોડાઉનમાંથી રૂ.5.11

લાખના ઘઉં અને ચોખા મળી આવતા મામલતદારે નોધાવી ફરિયાદ

અબતક,રાજકોટ

ગરીબોને રેશનિંગમાં સરકાર દ્વારા અપાતા ઘઉં અને ચોખા કાળાબજારમાં વેચાતા હોવાનો કૌભાંડોમાં ગઈ તા.28 જુનના રોજ રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારીને મળેલી 5 માહિતીના આધારે પ0 ફુટના રોડ પર 5 પરસાણા સોસાયટી શેરી નં-8 માં બંધ શેરીમાં આવેલા અલ્તાફ ચૌહાણના ગોડાઉનમાં પુરવઠાવિભાગે દરોડો પાડતા 1 પ્લાસ્ટિકના બારદાનમાં 50 કિલોના ઘઉંના 172 કટ્ટા(8600 કિલોગ્રામ) અને 50 કીલોના ચોખાના 456 કટ્ટા (22800 કિલોગ્રામ) મળી આવ્યાં હતા. જે રેશનીંગના હોવાની શંકા ગઈ હતી. આ જથ્થો ફડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા ફુડ ગુજરાત રાજ્ય રાજ્ય સરકારને પુરા પાડવામાં આવતા ઘઉં તથા ચોખાનો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાયું હતું.

રેશનિંગ કાર્ડ પર ગરીબોને અપાતું અનાજ મેંદરડા વેદ ટ્રેડિંગમાંથી ખરીદ કર્યાની આરોપીની કબૂલાત :અનાજનો જથ્થો સીઝ કરી જકસન પ્લોટમાં આવેલા સરકારી ગોડાઉમાં રખાયો

તેથી રૂા.3.64 લાખના ચોખા અને રૂા.1.46 લાખના ગણાતા ઘઉં મળીને કુલ રૂા.5.11 લાખનો જથ્થો સ્થગીત કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પુછપરછમાં આરોપી અલ્તાફ ચૌહાણે ઘઉં અને ચોખાનો જથ્થો મેંદરડાના વેદ ટ્રેડીંગ ઉપરાંત રાજકોટ શહેર અને તાલુકામાં રીક્ષા અને છકડો રીક્ષામાં ફેરી કરતા ફેરીયાઓ પાસેથી મેળવ્યાની કબુલાત આપી છે.

આ શખ્સ દ્વારા આ અનાજના બીલો 2જૂ કરવામાં આવ્યા નથી. સ્થીંત કરવામાં આવેલો જથ્થો જંકશન પ્લોટ મેઈન રોડ પર રેલ્વે સ્ટેશન સામે આવેલા પુરવઠા નિગમના ગોડાઉનમાં રાખવામાં આવ્યો છે.સ્થગીત કરવામાં આવેલા જથ્થામાંથી નમૂના લઈને ગુજરાત રાજ્ય નાગરિક પૂરવઠા નિગમને મોકલાવમાં આવ્યા હતા. નિગમ દ્વારા ફુડ રિસર્ચ લેબોરેટરીમાં પૃથક્કરણ કરાવાવમાં આ ઘઉં અને ચોખા એફસીઆઈ દ્વારા રાજ્ય સરકારને પુરા પાડવામાં આવેલા ઘઉં અને ચોખા જ હોવાનો અભિપ્રાય આવ્યો હતો. આથી, સરકારી અનાજનો જથ્થો સંગ્રહ કરી રાખવા બદલ મામલતદાર કેતનભાઈ ચાવડાએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કહ્યું કે આરોપીની ધરપકડ હજુ થઈ નથી, જે માટેની કાર્યવાહી હાથધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.