Abtak Media Google News
  • આઉટડોર રેસ્ટોરન્ટ, સુંયર્ંમહલ, મલ્ટીકયુઝન ધી કોફી શોપ, ધી પામ, કેન્ડલ લાઈટ ડિનર મોતી મહલ બેંકવેટ, રાજદરબાર, જેવી વિવિધ સુવિધા
  • ભારતનું પ્રખ્યાત અનંતા હોટેલ્સ ગ્રુપ હવે  રાજકોટના આંગણે

Dsc 0092

Advertisement

રાજકોટમાં 1978 ની સાલથી પરોઠા હાઉસથી સ્વાદની સફર શરુ કરનારા   ગાર્ડન ગ્રુપના સ્થાપક હીરાભાઈ ની માલધારીની સખત મહેનત અને ગુણવતાના જોરે ગાર્ડન રેસ્ટોરન્ટને રાજકોટમાં  પ્રખ્યાત  બ્રાન્ડ બનાવી આજે   તેમની ત્રીજી પેઢીએ સૌરાષ્ટ્રમાં બેસ્ટ ઇન ક્લાસ એવી પ્રથમ ’ધી ગાર્ડન અનંતાનો તા.18 નવે.ના રોજ   રાજકોટમાં શભારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે રાજકોટ જ નહિ સમગ્ર સૌરાષ્ટ્રની જનતા  માટે આ એક અનોખું  નજરાણું બનશે.

રાજકોટની જનતાને સમયાંતરે કંઈક અનોખું માણવા જોઈએ જે આપવા માટે માલધારી પરિવારે ’ધી ગાર્ડન અનંતા’ બનાવવા પાછળ છેલ્લા ચાર વર્ષની આકરી મહેનત કરી છે અને હવે જયારે આનો શુભારંભ થવા જઈ રહ્યો છે ત્યારે રાજકોટની જનતાને લકઝરીયસ હોસ્પીટાલીટી અને ટેસ્ટ માણવા હવે દૂર નહિ જવું પડે અને રાજકોટમાં એટલે કે પોતાના શહેરમાં જ મળી રહેશે. જામનગર રોડ પર આવેલ ’ધી ગાર્ડન અનંતા’ માં અલગ અલગ પ્રકારના પાંચ રેસ્ટોરન્ટની સુવિધા છે. જેમાં માનવર – આઉટડોર રેસ્ટોરન્ટ, સૂર્યમહલ – મલ્ટીક્યુઝીન રેસ્ટોરન્ટ, સમાવર – ધી કોફી શોપ, ધી પામ – કેન્ડલ લાઈટ ડિનર અને ભારતમાં સૌપ્રથમ વાર ધી ડિનર ઈન ધી સ્કાય રેસ્ટોરન્ટનો અનુભવ રાજકોટના લોકો માટે યાદગાર સંભારણું બની રહેશે. આ ઉપરાંત ધી ગાર્ડન અનંતા માં મોતીમહલ બેંકવેટ, સત્કાર બેંકવેટ, રાજદરબાર – એમ.પી. થીયેટર સ્ટાઇલ બેંકવેટ રાજબગીચા, લોન 1.પાર્ટી લોન, રાજ બગીચા લોન 2 -ડેસ્ટીનેશન વેડિંગ, લકઝરીયસ કોટેજ રૂમ, મ્યુઝીકલ ફાઉન્ટેઇન જેવી અનેક સુવિધાઓ છે.

Img 20221115 Wa0025

હવે આપનેડેસ્ટીનેશન વેડિંગ કે કોઈપણ ઇવેન્ટ માટે રાજસ્થાન જવાની જરૂર નહી રહે કેમ કે અહીં રાજકોટમાં જ ધી ગાર્ડન અનંતા’ માં આપને લકઝરીયસ તેમજ બધું બેસ્ટ ઈન ક્લાસ સુવિધાઓ મળી રહેશે અહીં  એન્ટરટેઇન્મેન્ટ માટે બે મલ્ટીપ્લેકસ પણ આવેલા છે જેમાં તમે મૂવીની મજા પણ માણી શકશો.

Img 20221115 Wa0026

હીરાભાઈ માલધારી (સ્થાપક) રાજુભાઈ માલધારી, મયુરભાઈ માલધારી અનંતા ગ્રુપના ડિરેકટર સંજય ગોયલ અને નવી જનરેશનના ભગીરથભાઈ માલધારી અને વિરાટભાઈ માલધારી જેમણે હોટેલ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે. નિખીલસિંહ (જનરલ મેનેજર) અને લક્ષણસિંહ ભાટી (એકઝીકયુટીવ શેફ) આ જવાબદારી નિભાવશે  અને રાજકોટને જે ખૂટતું હતું તે આપવા માટે કટિબદ્ધ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.