Abtak Media Google News

કોંગ્રેસ અગ્રણી અશોક ગેહલોતને ચૂંટણીનો કાર્યભાર અપાયો

રાજસનમાં વિધાનસભાની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે ગુજરાતની જેમ કોંગ્રેસ રાજસનમાં પણ મુખ્યમંત્રીના ઉમેદવારની જાહેરાત વગર જ ચૂંટણી લડશે તેવું જાણવા મળી રહ્યું છે.

રાજસનની ચૂંટણીનો કારભાર પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત સંભાળી રહ્યાં છે. તાજેતરમાં તેમણે રાહુલ ગાંધી સહિતના કોંગ્રી અગ્રણીઓ સો બેઠકમાં ભાગ લીધો હતો. રાજસનમાં કોંગ્રેસનો કાર્યભાર સંભાળી રહેલા અવિનાશ પાંડેએ જૂવાદ ભૂલી તમામને એક થઈ ચૂંટણીમાં ઝંપલાવવા કહ્યું છે.

તાજેતરમાં રાહુલ ગાંધી તેમજ સચિન પાયલોટ, રામેશ્ર્વર લાલ દુડી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભાનવર જીતેન્દ્રસિંઘ સહિતના સોની મિટીંગમાં રાજસનની ચૂંટણી અંગે તખ્તો ઘડાઈ ચૂકયો છે. હાલ તો રાજસનની ચૂંટણીમાં અશોક ગેહલોતને મુખ્યમંત્રી માટેના ઉમેદવાર સમજી શકાય છે. તેઓ અગાઉ ૧૯૯૮ થી ૨૦૦૩ તેમજ ૨૦૦૮ થી ૨૦૧૩ સુધી આગેવાની સંભાળી ચૂકયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.