Abtak Media Google News

રાજુલા પોલીસ સ્ટેશનમાં ડીવાયએસપી માવાણી દ્વારા રાજુલા પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર યોજાયો હતો. જેમાં વિવિધ પ્રશ્ર્ને તેમજ કાયદો વ્યવસ્થાની સ્થિતિ વિશે માવાણી દ્વારા લોકો પાસેથી અભિપ્રાય મેળવવામાં આવ્યા. જેમાં કેટલાક વિસ્તારોમાં પોલીસ દ્વારા દિવસે રાઉન્ડ ગોઠવવાની માંગણી થઈ

તેમજ રાજુલા શહેરમાં ભારે વાહનો ન ચાલે અને બાયપાસથી આવ-જા કરે તે માટે જાહેરનામું પ્રસિઘ્ધ કરવાની તથા રાજુલા શહેરમાં ૫૦ જેટલા સીસીટીવી કેમેરા મુકવામાં આવે તો ગુન્હાઓ ઉકેલવા ખુબ સરળ બને તે બાબતે ડીવાયએસપી દ્વારા સરકાર દ્વારા ૩૩ ટકા રકમ આ માટે આપવામાં આવે છે.

બાકીનો લોકફાળો કરવામાં આવે તેવું સુચન કરતા જ રાજુલાના પૂર્વ નગરપાલિકાના પ્રમુખ અને જન્માષ્ટમી ઉત્સવ કમિટીના જેન્તીદાદા જાની દ્વારા એક સીસીટીવી કેમેરો આપવાની જાહેરાત કરી ત્યારબાદ વિવિધ સંગઠનો અને નગરપાલિકાના સદસ્ય દિપેનભાઈ દ્વારા પણ શકય તેટલી નગરપાલિકા મદદરૂપ થઈને આખા શહેરમાં સીસીટીવી કેમેરા નાખવામાં આવશે. જેમાં ચેમ્બરના બકુલભાઈ વોરા તથા જુનીયર ચેમ્બરના સુરેશ તારપરા તેમજ વિવિધ આગેવાનો દ્વારા આ અંગેની શરૂઆત કરી દેવામાં આવતા આવનાર સમયમાં રાજુલામાં સીસીટીવી કેમેરાની કામગીરી થવા જઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.