Abtak Media Google News

કારીગરોને ચુકવવા રાખેલી રોકડ રકમનો તસ્કરોએ કર્યો હાથ ફેરો

રાજુલામાં માર્કેટીંગ યાર્ડની બહાર આવેલા શોપીંગ સેન્ટરમાં બે દુકાનોના તાળા તસ્કરોએ તોડયા હતા. એક દુકાનમાંથી ૧.૨૫ લાખની રોકડ રકમની ચોરી કરી ગયા હતા. જયારે બીજી દુકાનમાથી કંઇ હાથ લાગ્યું હતું.

રાજુલા માર્કેટીંગ યાર્ડની બહાર આવેલા શોપીંગ સેન્ટરના પહેલામાટે ગોપાલ ઓટો એકડવાઇઝ નામની દુકાનમાં તસ્કરો ત્રાટકયા હતા. તાળા તોડી દુકાનમાં ખાખાખોળા કર્યા હતા.થી પરંતુ કંઇ રોકડ હાથ ન લાગતા ખુરશી ઉપબ બે ટુવાલ હતા તે પાથરી આરામ કરી હાથ પગ મોં ધોઇ અને તે તાળા સાથે લઇ ગયા હતા. દુકાનમાં ૩ લેપટોપ હતા તેને હાથ લગાડયો ન હતો.

ત્યાંથી બાજુમાં આવેલ નિલકંઠ સ્ટુડીયો નામની દુકાનના તાળા તોડી ગલ્લામાં પડેલ ૧.૨૫ લાખ ની રોકડની ચોરી કરી હતી. જયારે દુકાનમાં પડેલા કેમેરા, મુવી કેમેરાને હાથ લગાડયો ન હતો.

સ્ટુડીયો સંચાલક હરેશભાઇ તેરૈયાએ જણાવ્યું હતું કે દુકાનોની છતનું રીપેરીંગ ચાલુ હોઇ કારીગરોને ચુકવવા માટે રોકડા રૂપિયા દુકાનમાં રાખ્યા હતા તે તસ્કરો ઉઠાવી ગયા હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.