Abtak Media Google News

સોમનાથ મહાદેવના સાંનિઘ્યમાં સને ૨૦૨૦ માં ફેબ્રુઆરી માસમાં ૬૬ ફુટ ઉંચુ અને ર૭ ફુટ નું વ્યાસ ધરાવતું ‚દ્રાક્ષ શિવલીંગ બનશે જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેના ભાગરુપે કેશોદ ખાતે આ કાર્યના આયોજકો દ્વારા મીટીંગ રાખવામાં આવી હતી તેમાં શહેરના નામી અનામી અનેક લોકો તથા મહાનુભાવો મોટી સંખ્યામાં ઉ૫સ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે બોલતા કાર્યના મુખ્ય સ્વપ્ન દ્રષ્ટા સમાન આયોજક એ પોતાના નામનો કોઇ ઉલ્લેખ મીડીયામાં ન આવે તેવી ભલામણ કરતા જણાવ્યું હતું કે આટલું મોટું કામ કોણ કરે છે અને કોણ કરાવી રહ્યું છે તે તો માત્ર ઇશ્ર્વર જાણે આપણે બધા તો ઇશ્ર્વરની પ્રેરણાથી આ કાર્ય કરી રહ્યા છીએ બાકીનું બધુ તો ભોળાનાથ કરી રહ્યા છે. તેમ જણાવી આવા ઇશ્ર્વરીય કાર્યમાં આપ પણ આપનાથી જે કાર્ય થઇ શકતું હોય તે કરી આપનું યોગદાન આપશો તેમ અંતમાં જણાવ્યું હતું.

આ પ્રસંગે હીનાબેન ગાંધીએ જણાવ્યું હતું કે સોમનાથ મુકામે ૨૦૨૦ માં ‚દ્રાક્ષ શિવલીંગ બનવાનું છે તેમાં એકસો પાંત્રીસ કરોડ મંત્ર જાણ કરવામાં આવે છે અને તે મંત્ર જાપ બુકમાં લખી આપણે પણ આ કાર્યમાં આહુતિ આપવાની છે ત્યારે આવા ભગીરથ કાર્યની શરુઆત આજે કેશોદથી થઇ છે તે નો મને આનંદ છે અને આ કાર્યમાં વધુમાં વધુ લોકો જોડાય તેવું આહવાન કર્યુ હતુ. આજની મીટીઁગના આયોજીત પાછળ કેશોદ બ્રહ્મસમાજ ના અશોકભાઇ ભટ્ટ, જયેશ દવે, અને વિનલ જોષી પ્રફુલ્લભાઇ પંડયા એ ભારે જહેમત ઉઠાવી હતી ત્યારે આ કાર્યક્રમનું સફળ સંચાલન પરેશ ત્રિવેદીએ કર્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.