Abtak Media Google News

ઉંમરનું ખોટુ સોગંદનામું આપનાર માતા, પિતા અને ભાવિ સાસુ સસરા સહિત સાત સામે નોંધાતો ગુનો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપૂરની સગીરા પર ભાવિ ભરથારએ દુષ્કર્મ આચર્યાની ભોગ બનનારે પોતાના માતા પિતા અને ભાવિ સાસુ સસરા સહિત સાત શખ્સો સામે ફરિયાદ નોંધાવતા સ્ટાફે આરોપીઓને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

Advertisement

પોલીસમાંથી વિગત મુજબ મીઠાપૂરમાં રહેતી સગીરાએ પોતાના માતા શાંતાબેન, ગોપાલ રાજાણી, પિતા ગોપાલ વ્રજલાલ રાજાણી, ભાવિ ભરથાર સાગર ધીરજ ભાયાણી, ભાવી સસરા ધીરજ પ્રભુ ભાયાણી, ભાવી સાસુ માલતીબેન ભાયાણી, કાળુ અને ચંદુ ભાયાણી સામે દુષ્કર્મનાં ગુનામાં મદદગારી અને કાવત્રુરચ્યાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ભોગ બનનાર સગીર હોવાનું જાણતા હોવા છતાં માતા પિતાએ સાગર ભાયાણી નામના યુવક સાથે સગાઈ થઈ અને માતા શાંતાબેન રાજાણીએ ખોટુ સોગંદનામું બનાવી પુત્રીને પુખ્તવયની દર્શાવી હતી.

તેમજ માતાએ પોતાની પુત્રીને ભાવી ભરથારના ઘરે મોકલી હતી ત્યારે ભાવીપતિ સાગર નામના યુવકે પોતાની ઘરે તેમજ જામજોધપૂર ખાતે પોતાના સગાના ઘરે દુષ્કર્મ આચર્યું હોવાનું ભોગ બનનારે પોલીસ ફરિયાદમાં જણાવ્યુંં હતુ.

પોલીસે ભોગ બનનારના માતા પિતા ભાવી પતિ અને સાસુ સસરા સહિત સામે દુષ્કર્મ અને કાવત્રાની કલમ હેઠળ ગુનોનોંધી ધરપકડ કરવા મીઠાપૂર પોલીસ મથકના ઈન્ચાર્જ પી.આઈ. સી.બી. જાડેજા સહિતના સ્ટાફે તજવીજ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.