Abtak Media Google News

સુરત સમાચાર 

સુરતમા ફરી ડ્રગ્સ ઝડપાયું હતું..આ વખતે પોલીસે બાતમીના આધારે વેશ પલટો કરી ડ્રગ્સની હેરાફેરી કરનાર દંપતીને ઝડપી પાડ્યું હતું. રાંદેર પોલીસે મુસ્લિમ વેશ ધારણ કરી દંપતી પર વોચ ગોઠવી હતી. જેવા બંને આવ્યા તેવાજ ડ્રગ્સ સાથે ઝડપાઇ ગયા હતા.

સુરત ડ્રગ્સ  નો ડ્રગ્સ ઇન સુરત સીટી અંતર્ગત પોલીસ ડ્રગ્સ વિરોધી મુહિમ ચલાવી રહી છે. સુરતના રાંદેર પોલીસે બાતમીના આધારે રાંદેરના તાજ એપાર્ટમેન્ટ માંથી આરોપી સમીર મુનાફ મલિક અને તેની પત્ની સાનિયા સમીર મલિકની ધરપકડ કરી છે. પોલીસને તેમની પાસેથી 20.36 ગ્રામનું પ્રતિબંધિત માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ પણ પકડી પડવામાં આવ્યું છે. આ મેફેડ્રોન ડ્રગ્સની કિંમત આશરે

2,03,600 રૂપિયા છે. તે સાથે જ તેમની 4,200 રૂપિયા અને ત્રણ મોબાઈલ ફોન જેની કિંમત 77,500 છે. તે ઉપરાંત એક સુઝીકી કંપનીની બર્ગમેન મોપેડ જેની કિંમત આશરે 1,10,000 એમ કુલ 3.95.300નો મુદ્દામાલ જપ્ત કરી ડ્રગ્સ ક્યાંથી અને કોની પાસેથી લાવ્યા હતા તે અંગે તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે આ બને દંપતિઓ રાંદેર ના રામનગર વિસ્તાર માં ડ્રગ્સ વહેચવા આવતા હોવાની બાતમી પોલીસ ને મળી હતી જેને પકડવા માટે પોલીસે વેશ પલટો કરીને ત્યાં રેકી કરી હતી.. જે રીતે આરોપીઓ આવ્યા ત્યારે જ પોલીસે પોતાના અન્ય બે પંચોને તેમની પાસે મોકલી ખાતરી કરી હતી અને ખાનગી ગાડીમાં બેસીને આરોપીઓના ઘર સુધી પોહચી બંને શાંતિર દંપતીઓની ધરપકડ કરી તેમની પાસેથી પોલીસને 20.36 ગ્રામનું પ્રતિબંધિત માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ પકડી પડવામાં આવ્યું હતું. આ મેફેડ્રોન ડ્રગ્સની કિંમત આશરે

2,03,600 રૂપિયા છે. તે સાથે જ તેમની 4,200 રૂપિયા અને ત્રણ મોબાઈલ ફોન જેની કિંમત 77,500 છે. તે ઉપરાંત એક સુઝીકી કંપનીની બર્ગમેન મોપેડ જેની કિંમત આશરે 1,10,000 એમ કુલ 3.95.300નો મુદ્દામાલ જપ્ત કરી ડ્રગ્સ ક્યાંથી અને કોની પાસેથી લાવ્યા હતા તે અંગે તપાસ હાથ ધરી છે.

ભાવેશ ઉપાધ્યાય

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.