Abtak Media Google News

શહેરના મુખ્ય માર્ગો પર આડેધડ દબાણ કરાયાં હતાં બસ સ્ટેન્ડ, શાકમાર્કેટ, જૂની હાઉસિંગ રોડ સહિતના રસ્તાઓ પર દબાણ હટાવવાની કામગીરી કરાઇ

સુરેન્દ્રનગર પાલિકા દ્વારા શહેરના બસસ્ટેશન રોડ, એમપી શાહ કોલેજ રોડ, શાકમાર્કેટ, જુની હાઉસિંગ સહિતના વિસ્તારોમાં દબાણો હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં રસ્તા પર રહેલા લારી ગલ્લા સહીતના કાચા પાકા ૪૮ દબાણો દુર કરી રસ્તાઓ ખુલ્લા કરાતા શહેરીજનોમાં આનંદની લાગણી ફેલાઇ હતી.

સુરેન્દ્રનગર શહેરમાં મુખ્ય રસ્તાઓ પર આડેધડ ખડકી દેવાયેલા દબાણોના કારણે ટ્રાફિકની સમસ્યા વિકટ બનતા પાલિકાની ટીમ દ્વારા શહેરમાં છેલ્લા થોડા દિવસોથી દબાણ હટાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ત્યારે મંગળવારે પાલિકાના ચીફઓફીસર વી.વી.રાવળની સુચનાથી વિજયસિંહ ગોહીલ, આર.કે.ઝાલા, રાહુલ મોરી સહીતની ટીમ દ્વારા એમપી શાહ આર્ટ કોલેજથી બસ સ્ટેશન, શાકમાર્કેટ રોડ તેમજ જુની હાઉસિંગ થી સ્વસ્તિક ચોક તરફ જતા રસ્તાઓ પર જેસીબી, ટ્રેક્ટર સહીતના સાધનો વડે દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં મુખ્ય રસ્તા પરઓ પર ખડકી દેવાયેલા ગલ્લાઓ, કેબીનો, લારીઓ સહીતના કુલ ૪૮ દબાણો દુર કરાયા હતા. તેમજ શાકમાર્કેટ અને અન્ય મુખ્ય રસ્તાઓ પર બેસતા પાથરણાવાળાઓને પણ દુર કરાયા હતા. શહેરના મુખ્ય રસ્તાઓ પરના દબાણો હટાવી રસ્તાઓ ખુલ્લા કરાતા શહેરીજનોમાં આનંદનીલાગણી ફેલાઇ હતી.

સુરેન્દ્રનગર દૂધરેજ નગરપાલિકા દ્વારા આજરોજ ચિફ ઓફીસર વી વી રાવળ ની સુચના થી બસ સ્ટેન્ડપાસેના એમ પી શાહ કોલેજ પાસેનાં તેમજ જુની હાઉસિંગ પાસેના વિસ્તાર માંથી અડચણ રૂપ કચોરીયાના વેપારીનાં તેમજ મેઇન શાકમારકેટ પાસે લારી ગલ્લા ના કુલ ૪૮ દબાણો હટાવવા ની કામગીરી કરાઈ.

આ કામગીરીમા વીજયસીંહ ગોહીલ ટેક્ષ ઇન્સ્પેક્ટર આર કે ઝાલાસેનેટરી  ઇન્સ્પેક્ટર પીડબલ્યુડી ના બહાદુરસીંહ સેનીટેસન ના રાહુલ મોરી દ્વારા કરવામાં આવી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.