Abtak Media Google News

સુરેન્દ્રનગર જિલ્લા અને સૌરાષ્ટ્ર ગુજરાતભરમાં ૨૦૦૧માં વિનાશકારી ભુકંપ આવ્યો અનેક મકાનો, લટકતા, ભયજનક બન્યા હતા ત્યારે ૧૮ વર્ષ બાદ પણ આવી અનેક ઈમારતો આજે પણ લોકોની જિંદગી છીનવાય તેની રાહમાં ઉભેલી જોવા મળી રહી છે ત્યારે સુરેન્દ્રનગર શહેરનાં પતરાવાળી ચોકમાં ઉપરની ઈમારત ભયજનક બનીને લટકતી હાલતમાં ઉભેલી જોવા મળી રહી છે ત્યારે આ લટકતી ઈમારત નીચે અંદાજીત ૧૦ જેટલી દુકાનો જુદા-જુદા વ્યવસાયમાં જોડાયેલી પણ રહેલી છે.

Advertisement

ત્યારે જાણી જોઈને લોકોના માથે આ મોતનો માચડા સમાન ઈમારત જોતા જ લાગી રહી છે છતાં દુકાનદારોને એના ધંધાની પડી છે જિંદગીની પરવા રહી નથી. જયાં આવતા ગ્રાહકો પણ આ ઈમારત જો ઢળી પડી છે પરતી ઢળીને જયારે નીચી ઢળી પડશે ત્યારે કેટલા માનવોની મહામુલી જિંદગી આ ઈમારતમાં ઢળતાના ઢબુરાઈ જશે જેનો ખ્યાલ સજાગતા આજે આવતી નથી ત્યારે આ ઈમારત ઢળવાની જયારે રાહમાં ઉભેલી રહી છે ત્યારે આ જાહેર માર્ગ પણ છે જયાંથી અસંખ્ય વાહનો પસાર થાય છે તો વળી આ માર્ગ ઉપર રાહદારીઓ પણ પસાર થાય છે. આ જગ્યા રોડ ઉપર વાહનોના પાર્કિંગ પણ એટલા થાય છે ત્યારે આ જોતા જ ખ્યાલમાં આવે છે કે સારું વાવાઝોડુ પણ આવે તો આ ઈમારત પણ ઉડવાની પડવાની માનવ જિંદગી હોમવાની પુરેપુરી શકયતા વર્તાઈ રહી છે.

સુરેન્દ્રનગરમાં ભરચક લતા, ભરચક વિસ્તારોમાં ઈમારતો લટકતી માણસોના મોત માટે જવાબદાર બનેલી રહી છે ત્યારે પતરાવાળી ચોકમાં વિઠ્ઠલપ્રેસ રોડ ઉપર દેરાસરની માલીકાનું બિલ્ડીંગ ખવાઈ ગયું છે. પડવાની રાહમાં રહેલું હોવાની રજુઆત ગજ્જર દામોદરભાઈ દ્વારા અવાર-નવાર રજુઆત કરાઈ છે છતાં ન તો નગરપાલિકા ન તો કલેકટર ન તો મામલતદાર સહિતનાં જવાબદારો પોતાની જવાબદારી સંભાળતા નથી ત્યારે અઘટીત ઘટના જો બને તો ફરિયાદ નગરપાલિકા કે પછી કલેકટર કે મામલતદાર અને મકાનનાં માલિકો સામે કરવાની થાય ખરી ? ત્યારે ચોમાસા પહેલા જવાબદારી સમજી આવી ઈમારત ઉતરાવવા લોકમાંગ ઉઠેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.