Abtak Media Google News

આગામી ૭૨ કલાકમાં ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, પાટણમાં ૨૦ થી ૪૦ કિલોમીટરને ઝડપે પવનફુંકાશે: રાજકોટ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠામાં થન્ડર સ્ટોર્મની આગાહી

રાજયભરમાં ઉનાળાની કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે ત્યારે ગરમીમાં લોકો માટે થોડા રાહતનાં સમાચાર આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી ત્રણ દિવસમાં ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં હળવોથી ભારે વરસાદ પડી શકે છે. આજે રાજકોટ, અમરેલી, પોરબંદરમાં મીની વાવાઝોડા સાથે વરસાદની સંભાવના જોવા મળી છે. આગામી ૭૨ કલાકમાં ઉતર ગુજરાત, બનાસકાંઠા, પાટણમાં ૨૦ થી ૪૦ કિલોમીટરને ઝડપે પવન ફુંકાશે. રાજકોટ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા અને સાબરકાંઠામાં થન્ડર સ્ટોર્મની પણ આગાહી કરવામાં આવી છે.

Advertisement

ઉલ્લેખનીય છે કે, ગુજરાતનાં દક્ષિણ વિભાગમાં તેમજ રાજસ્થાન અને ઉતર ગુજરાતમાં સાયકલોનીક સરકયુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે જેનાં કારણે કેટલાક વિસ્તારોમાં ભારે ગાજવીજ સાથે ઝાપટા તો કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ પડી શકે છે તો આગામી ૭૨ કલાકમાં ૪૦ કિલોમીટરની ઝડપે પવન પણ ફુંકાય તેવી સંભાવના જોવા મળી છે. આગામી ૧૨ મે સુધીમાં રાજકોટ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા અને સાબરકાંઠામાં થન્ડર સ્ટોર્મની પણ આગાહી કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ આગામી ત્રણ દિવસમાં ૧ થી ૨ ડિગ્રી જેટલું તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે. સાથે જ તારીખ ૧૦,૧૧,૧૨ મેનાં રોજ વાવાઝોડાની અસર હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજયમાં વિજળીનાં ચમકારા સાથે અને ભારે પવન સાથે સામાન્ય વરસાદ થશે.

જેમાં પવનની ગતિ ૩૦ થી ૪૦ કિલોમીટર પ્રતિકલાકની રહેશે. ૧૧ મે દરમિયાન રાજયમાં રાજકોટ, પોરબંદર, કચ્છ અને ઉતર ગુજરાતમાં ઝરમર વરસાદની પણ આગાહી કરવામાં આવી છે જેને પગલે ખેડુતોમાં ચિંતાનું મોજુ છવાઈ ગયું છે તો છેલ્લા બે દિવસમાં અમદાવાદ સહિત રાજયમાં ગરમીમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે જેથી લોકોને આંશિક રાહત પણ મળી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.