Abtak Media Google News

સુધારા, નવા કાર્ડ કઢાવવા તમામ કામગીરી છેલ્લા પાંચ દિવસથીબંધ હોવાના કારણે આધાર જ નિરાધાર

સુરેન્દ્રનગર જિલ્લામાં આધાર કાર્ડ સુધારા અંગે નો સૌથી મોટો પ્રશ્ન જિલ્લામાં સર્જાયો છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં આધાર કાર્ડ સુધારા માટે લોકોને કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવું પડતું હોવાના દૃશ્યો સુરેન્દ્રનગર શહેરમાં સામે આવ્યા છે અને અવાર-નવાર નગરપાલિકા ખાતે જે સિસ્ટમ ચાલુ છે ત્યાં મારામારી અને ઝઘડા થતાં હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે તેવા સંજોગોમાં હવે ગમે તે સરકારી લાભો લેવા અથવા કોઈ પણ દસ્તાવેજી પુરાવાઓ માટે આધાર કાર્ડ જરૂરી બન્યું છે.

તેવા સંજોગોમાં આધારકાર્ડ માં સુધારા વધારા તેમાં નવા આધાર કાર્ડ કઢાવવા લોકોને જિલ્લામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર નગરપાલિકા ખાતે આજે વહેલી સવારે ફક્ત 35 લોકોને ટોકન આપી અને આધાર કાર્ડ કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાના કારણે સ્થાનિક લોકો અને આધારકાર્ડ સુધારવા આવતા અરજદારોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આ મામલે સુરેન્દ્રનગર કલેકટર કચેરીમાં અરજદારો દવારા વિરોધ નોંધવવા માં આવ્યો છે.

ત્યારે બીજી તરફ હાલની પરિસ્થિતિ મુજબ આરટીઇના ફોર્મ ભરવાના શરૂઆત થઇ ચૂકી છે ત્યારે વિદ્યાર્થીઓને આધાર કાર્ડ જરૂરી હોય ત્યારે લાંબી લાઈનોમાં નાના ભૂલકાઓ પણ આધારકાર્ડ સુધારવા ઉભા હોય ત્યારે નગરપાલિકામાં છેલ્લા પાંચ દિવસથી આધાર કાર્ડ સુધારા તથા આધારકાર્ડ નવા કઢાવવા ની કામગીરી બંધ હાલતમાં છે તેને લઈને અરજદારોમાં રોષ જોવા મળી રહ્યો છે.

આ મામલે સતત પાંચમાં દિવસે પણ સુરેન્દ્રનગર જિલ્લાની કલેકટર કચેરી ખાતે આધાર કાર્ડ સુધારા કરવા આવતા લોકોએ હોબાળો મચાવ્યો છે અને જિલ્લા કલેક્ટરને આ મામલે રજૂઆત કરવામાં આવી શકે છે છતાં પણ કોઈ સમસ્યાનો હલ આવી શક્યો નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.