Abtak Media Google News

શહેરની આરતી સોસાયટી શેરી નં.૪માં આવેલા પ્લાસ્ટીકના કારખાનામાં જુગાર રમાતો હોવાની બાતમી ભકિતનગર પોલીસને મળતા દરોડો પાડી જુગાર રમતા ચાર શખ્સોને રૂ.૨૬૬૦૦ની રોકડ સાથે ઝડપી લીધા છે.

શહેરની આરતી સોસાયટી શેરી નં.૪માં ધર્મેશ ડાવરાના સીતારામ પ્લાસ્ટીકના કારખાનામાં જુગાર રમાતો હોવાની બાતમી ભકિતનગર પોલીસને મળતા જુગારનો દરોડો પાડી જુગટુરમતા કારખાનેદાર ધર્મેશ દિલીપભાઈ ડાવરા સહિત કલ્પેશ વલ્લભ ડાવરા, કાંગશીયાણીના દિનેશ ઉકાભાઈ રૂપાપરા અને વિશાલ ગોરધનભાઈ વસોયા નામના શખ્સોને ઝડપી લઈ જુગારના પટમાંથી રોકડ રૂ. ૨૬૬૦૦ની રોકડ ભકિતનગર પોલીસ મથકના પી.એસ.આઈ. ડી.એન. વાંઝા, પી એસ આઈ પી. એમ. ધાખડા, એ. એસ. આઈ સુભાષભાઈ ડાંગર, હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ મકવાણા અને સૂર્યકાંતભાઈ પરમાર સહિતના સ્ટાફે જપ્ત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.