Abtak Media Google News

એનએસયુઆઇની મુખ્યમંત્રીને રજુઆત: ૩જી ટેબલેટનો સ્ટોક કલીયરન્સ કરવા વિઘાર્થીઓને પધરાવી દીધા હોવાનો આક્ષેપ

ગુજરાત સરકાર દ્વારા કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિઘાર્થીઓને ઇ-ટેબલેટ આપવામાં આવી રહ્યા છે. ગુજરાત સરકારે કરેલો નિર્ણય કોલેજમાં અભ્યાસ કરતા મોટા પ્રમાણમાં વિઘાર્થીઓને અસંતોષ ઉભો કરનાર છે. કોલેજના બીજા-ત્રીજા વર્ષમાં  ભણતા અને પીજીમાં ભણતા વિઘાર્થીઓને પણ ટેકનોલોજીથી જોડવા જોઇએ.સંશોધન કરતા પી.એચ.ડી. ના વિઘાર્થીઓ માટે પણ ટેકનોલોજી આવશ્યક છે. રાજય સરકાર ખરેખર વિઘાર્થીઓને મદદરુપ થવા ઇચ્છતી હોય તો તમામ એસ.વાય., ટી.વાય. પી.જી. અને પી.એચ.ડી. કરતા વિઘાર્થીઓને ટેબલેટ આપવા માટે કટીબઘ્ધ હોવી જોઇએ. માત્ર ચુંટણીલક્ષી ફોટા પડાવવા અને કાર્યક્રમ કરવા માટે રાજય સરકાર કામ કરતી હોય તેવું લાગી રહ્યું છે.તેમ એનએસ યુ.આઇએ મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરી છે.એન.એસ.યુ.આઇ. ના જણાવ્યા મુજબ ભારત સરકારે જયારે ટેકનોલોજી ફોર ઓલ એમ કહેતી હોય ત્યારે ગુજરાત સરકાર ટેકનોલોજી ફોર ફર્સ્ટ પર આવી નાની વિચારધારા ધરાવે તે યોગ્ય જણાતું નથી.હાલમાં સરકાર દ્વારા આપવામાં આવેલ ઇ-ટેબલેટ ૩જી સપોર્ટ ટેબલેટ છે. આપણો દેશ અને દેશની ટેકનોલોજી ૪જી થઇ ચુકી છે. ત્યારે રાજય સરકારના અધિકારીઓએ સરકારને ગેરમાર્ગે દોરી ૩જી સપોર્ટવાળા ટેબલેટ સ્ટોક કલેયરન્સના ભાગરુપે વિઘાર્થીઓને પધરાવી દેવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે રીલાયન્સ જીયોએ ૪જી ઇન્ટરનેટ સેવા ફ્રી કરી છે ત્યારે વિઘાર્થીઓને ૪જી સપોર્ટ કરતા ટેબલેટ આપવા જોઇએ. રાજય સરકારે હાલના ટેબલેટનો સોદો રદ કરી નવી ટેકનોલોજીવાળા ટેબલેટ કોલેજમાં અભ્યાસ કરતા તમામ વિઘાર્થીઓ પછી તેઓ એસ.વાય. ટી.વાય. માં હોય પીજીમા હોય કે પીએચડી કરતા હોય એન્જીનીયરીંગમાં હોય કે મેડીકલમાં હોય આર્કિટેકમાં હોય કે ફાર્મસીમાં હોય આ તમામને ૪જી ટેકનોલોજીવાળા ટેબલેટનો લાભ આપવામાં આવે તેવી રાજકોટ યુથ કોંગ્રેસ પ્રમુખ જયપાલસિંહ રાઠોડ, શહેર જીલ્લા એન.એસ.યુ.આઇ. ના પ્રમુખ જયકિશનસિંહ ઝાલા જીલ્લા યુથ કોંગ્રેસ ઉ૫પ્રમુખ ભરતસિંહ જાડેજાએ માંગ ઉઠાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.