Abtak Media Google News

સવા બશેરનું મારૂ દાતરડું રે લોલ…, સાયબો જુરે, પોઢયો પલંગમાં અને દાદા હો દીકરી જેવા લોકગીતોની તેના મર્મ સાથે પુસ્તક રૂપે પ્રકાશિત કરતા નિલેશભાઈ પંડયા

અબતકના મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતા સાથે લોકસાહિત્ય અને લોક ગીતો વિશે ચર્ચા કરતા નિલેશભાઈ પંડયા

આપણા ગુજરાતી લોકગીતોમાં આપણે કયારેક આ ગીતોની જાણે અજાણે ગાઈએ છીએ પરંતુ આ લોકગીતોમાં છુપાયેલા મર્મને સમજી શકતા નથી. આ લોકગીતો લગભગ ૪૦૦ વર્ષ જૂના છે અને આપણા લોકગીતોને ગામડાની ધૂળમાં અને શહેરની ચમકમાં વિસરી ગયા છીએ, ભુલી ગયા છીએ. પરંતુ જો આ લોકગીતોને તેના અર્થ સાથે તેમાં છુપાયેલા મર્મ સાથે વાંચવા મળે તો કેવો આનંદ આવે.

આવા જ આનંદની અનુભૂતિ કરાવી છે. નિલેશભાઈ પંડયાએ લોકગાયક કહો કે કવિ કહો કે પછી કાવ્યપઠનમાં માહેર કહો તેવા નિલેશભાઈ પંડયાએ ગુજરાત સરકારના માહિતી વિભાગના સહયોગથી નચાંદો ઉગ્યો ચોકમાંથ સુંદર પુસ્તક લખ્યું છે. જેમાં લોકગીતોની સુંદર હારમાળા છે. આ પુસ્તકમાં ૯૦ જેટલા લોકગીતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ વિસરાયેલા લોકગીતો અંગે નઅબતકથના મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતા સાથે વાતચીત કરતા નિલેશભાઈ પંડયાએ લોક ગીતોની ખૂબજ રસપ્રદ વાતો કરી. નિલેશભાઈ પંડયાએ જણાવ્યું કે નચાંદો ઉગ્યો ચોકમાંથ ટાઈટલ સાથે મારું પહેલું સ્ટેજ પફોમન્સ થયું હતું અને તે ખૂબ યાદગાર પ્રસંગ હતો. ૧૯૮૧માં મેં આ લોકગીત સાથે મારા ગાયન કેરીયરની શ‚આત કરી અને માટે જ મેં આ પુસ્તકનું નામ નચાંદો ઉગ્યો ચોકમાંથ આપ્યું છે.

પુસ્તકમાં સમાવિષ્ટ કરાયેલા કેટલાક લોકગીતો અંગે પોતાની આગવી શૈલીમાં વાત કરતા નિલેશભાઈ પંડયાએ ગીતોને વાગોળ્યા જેમાં હવા બશેરનું મારું દાતરડું રે લોલ… ગીત ગાતા તેમણે મર્મ સમજાવ્યો અને કહ્યું કે એક સ્ત્રી વીડી વાઢવા જાય છે ત્યારે સવા બશેરના દાતરડાની વાત કરે છે અને કહે છે કે મેં વાઢયા દસ વીસ પુરડા અને પરણે વાઢયા છે પાંચ એટલે આ લોકગીતમાં સ્ત્રી સશક્તિકરણની વાત છે.

દરેક લોકગીતોમાં મર્મ છુપાયેલો છે. દરેક પ્રસંગના લોકગીતો છે. લોહીની નસેનસમાં લોકગીતો છુપાયેલા છે એવું કહેવામાં આવે છે. ત્યારે નિલેશભાઈએ જણાવ્યું કે, લોકગીતના નવ રસ છે સ્ત્રીના મનના મનોભાવો છે લોકગીતોએ કવિતાઓ જ છે પરંતુ જે તે સમયે તેને લખવા માટે કોઈ ભણેલુ ન હતું. માટે આ લોકગીતો લોકમુખે જ રહી ગયા. નદાદા હો દિકરી વાગડ મા ન દેશો રે કોઈ વાગડની વઢીયાળી સાસુથ આ લોકગીતમાં સાસરે વળાવેલી દિકરીને તેના સાસરીયા દ્વારા શારીરિક માનસિક ત્રાસ અપાય છે અને આ સ્ત્રી ગામના કોઈ પ્રસંગમાં રાસ ગરબા સમયે તેના દુ:ખનું વર્ણન કરે છે અને પોતાની વ્યથા ગીત સ્વરૂપે વર્ણવે છે.

ત્યારે બીજા એક લોકગીત નસાયબો જી રે પોઢયો પલંગ માંથ વિશે જણાવતા નિલેશભાઈએ કહ્યું કે સ્ત્રી પોતાના પતિથી પ્રભાવીત છે એની ઝલક આ લોકગીતમાં છે અને તે પણ એવું કહે છે કે, નજીવે મારા નણદીનો વીર સાયબો જીરે પોઢયો પલંગમાંથ આ લોકગીતમાં પત્નીએ તેના પતિથી પ્રભાવીત થઈને વખાણ કર્યા છે.

વિસરાઈ રહેલા લોકગીતો વિશે વધુ જણાવતા નિલેશભાઈએ ઉમેર્યું કે, અમે ઘણીવાર કાર્યક્રમો કરતા ત્યારે લોકગીતો ગાઈ અને સમજાવતા જે લોકગીતો કંઠસ્થ છે તેને ગ્રંથસ્થ કરવી જોઈએ તેથી મેં ગાવાનું અને સમજાવવાની સાથે લખવાનું શરૂ કર્યું. અત્યાર સુધીમાં ૧૫૨ લોકગીતોનું રસદર્શન કરાવ્યું છે. પછી પ્રકાશકોમાં થોડી વાત ચલાવી. રાજકોટ માહિતી અધિકારીઓ સાથે ચર્ચા કરી ત્યારબાદ ગાંધીનગર ગયા અને લોકગીતો બતાવ્યા તો એક જ મિનિટમાં માહિતી ખાતેએ આ લોકગીતો પુસ્તક તરીકે પ્રકાશિત કરવાની તૈયારી બતાવી લોક સંગીતને જીવંત રાખવા માટે ખૂબ સારૂ કામ કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.