Abtak Media Google News

ધંધાકીય વ્યવહાર માટે લીધેલી રકમ ચુકવવા રૂ.૧૦ લાખનો ચેક પરત ફર્યોતો

શહેરના એસ્ટ્રોન ચોક સ્થિત કોર મોબાઈલ નામની પેઢીના સંચાલક શ્રેણીક શેઠને રૂ.૧૦ લાખ ચેક રિટર્નની ફરિયાદમાં કોર્ટમાં હાજર રહેવા સમન્સ પાઠવવામાં આવ્યું છે. વધુ વિગત મુજબ શહેરમાં રહેતા જયદેવસિંહ વિજયસિંહ પરમારે એસ્ટ્રોન ચોક સ્થિત કોર મોબાઈલ કંપનીના મેનેજીંગ ડિરેકટર શ્રેણીક શેઠ સાથે ધંધાકીય વ્યવહાર માટે તેઓની સાથે નાણાકીય વ્યવહાર કરેલો. ઉપરોકત રકમ છ મહિનામાં પરત ચુકવી આપશે તેવી બાંહેધરી આપી હતી પરંતુ પરત માંગણી કરતા શ્રેણીક શેઠે રૂ.૧૦ લાખનો ચેક આપેલો જે ચેક રીટર્ન થયેલો અને જેથી શ્રેણીક શેઠ સામે ચેક રીટર્ન થયા અંગેની ફોજદારી ફરિયાદી દાખલ કરેલી. ફરિયાદ દાખલ થતા અદાલત દ્વારા શ્રેણીક શેઠ સામે સમન્સ કાઢવામાં આવ્યું છે. ફરિયાદીવતી એડવોકેટ રક્ષિત કલોલા, અશ્વીન પાડલીયા, રાહુલ મકવાણા અને સંજય પરમાર રોકાયેલા છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.