Abtak Media Google News

દરવાજા અને અદભુત બાંધકામનો બેનમુન નજારો

જૂનગાઢમાં આવેલ બહાઉદ્દીન કોલેજ માં ૪ જાન્યુઆરી ૧૯૦૨માં કરવામાં આવ્યું હતું. જૂનાગઢના નવાબીકાળના વજીર બહાઉદ્દીનભાઈ એ આ કોલેજ શરુ કરવાનો નિર્ણય કર્યો હતો. કોલેજની ઇમારત બાંધવા  માટે તત્કાલિન સમયમાં ઐતિહાસિક બાંધકામ કરવામાં આવ્યું હતું. આ ઇમારતમાં આવેલ  મધ્યસ્થખંડ આકર્ષણ કેન્દ્ર છે.

ઐતિહાસિક  ઇમારતમાં આવેલ મધ્યસ્થ ખંડમાં એક,બે નહિ પણ ૫૨ દરવાજા છે. ભાગ્યે જ સૌરાષ્ટ્રમાં આવી કોઈ ઇમારત હશે જેના મધ્યસ્થખંડ માં ૫૨ દરવાજા હોય. જેમાં હાલ આમાંના એક દરવાજા પર મહાત્મા ગાંધીની તસ્વીર રાખવામાં આવેલ છે.

આ તમામ દરવાજા ૧૪ ફૂટ ઉંચા અને ૫.૧૧ ફૂટ પહોળા છે. હોલની લંબાઈ ૧૦૦  ફૂટ અને  પહોળાઈ  ૬૦ ફૂટ ની છે આ ખંડમાં ઉપયોગમાં લેવામાં આવેલ લાકડાનો જથ્થો ભાવનગર અને મુંબઈથી મંગાવવામાં આવ્યો હતો. આટલી વિશાળ જગ્યામાં આવેલ આ મધ્ય સ્થખંડમાં એક પણ ટેકો અથવા પિલર રાખવામાં આવ્યા નથી આ પણ તેની વિશેષતા છે.

આવેલી મોટી જગ્યામાં કોઈ પણ ટેકા વગર છાપરું તૈયાર કરનાર જૂનાગઢના જેઠાભાઇ મિસ્ત્રી હતા. જેઓ પોતે અભણ હતા છતાં આજના ઇજનેરોને શરમાવે તેવું કાર્ય તેઓએ સફળતાથી પર પાડ્યું હતું.બીજી એક રોચક વાત એ પણ છે કે લંડનમાં આવેલ ’હાઉસ ઓફ કોમન્સ’ મધ્યસ્થખંડ થી પણ મોટો છે.આ વાતને જાણી કોલેજના ઉદ્ઘાટન સમયે તત્કાલીન લોર્ડ કર્ઝન નવાઈ પામ્યા હતા. આ હોલ જુનાગાઢમાં યોજેલ  અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનો સાક્ષી બન્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.