Abtak Media Google News

પરમ પૂજય દાદા ભગવાન દિક્ષીત આત્માજ્ઞાની પૂજય શ્રી દિપકભાઇ દેસાઇને રાજકોટ ખાતે સત્સંગ ૧૬ ફેબ્રુઆરીને શનિવારના સાંજે ૭ થી ૧૦ વાગ્યે તથા જ્ઞાનવિધિ તા. ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૯ ને રવિવારે સાંજે ૫.૩૦ થી ૯ વાગ્યા વિનુભા પરસાણાની વાડી આહીર ચોક પાસે, બોલબાલા ૮૦ ફુટ રોડ ખાતે સત્સંગ તથા આત્મજ્ઞાન પામવાનો અમૂલ્ય અવસર યોજાયશે. સુવર્ણતક નો લાભ લેવા ભાવભર્યુ આમંત્રણ છે.

Advertisement

સંસાર વ્યવહારમાં માન પોષાય ત્યારે મીઠુ લાગે, પરંતુ જયારે ન પોષાય ત્યારે સામેવાળાની નોંધ લેવાયા જાય છે ને નડે છે. માન આપનાર પ્રત્યે રાગ નહી અને અપમાન આપનાર પ્રત્યે દ્રેષ ન થવો જોઇએ. માન જયારે મળે ત્યારે તે કડવું ઝેર જેવું લાગવું જોઇએ. નહીં તો ગર્વના ઉછાળા આવશે અને વિપરીત પરિસ્થિતિમાં દ્રેષની પરિણિતા ઉભી થશે અને દુ:ખ તથા હતાશા ઉભી થશે.

Img 20160130 Wa0021

ચિત આત્મામાં રમણતું હશે તો આનંદ રહેશે અને બહાર ભટકે  તો અશાંતિ રહે જેમ જેમ દેહાઘ્યાસ ઘટતો જશે તેમ તેમ આત્મામાં રહેવાના અનુભવવાનો અભ્યાસ વધતો જશે. ચિત્તની નિર્મળતા વધતી જશે તેમ તેમ આનંદ અને હળવાશપણું વર્તાતુ જશે અને ધીરે ધીરે બંધનમુકિત થતા થતા મોક્ષ તરફનું પ્રયાણ શરુ થશે.

આત્માના ગુણો જેવા કે અનંત શકિત, અનંત દર્શન, અનંત સુખ, અવ્યાબાધપણું, અવિનાશીપણું વગેરેની ભજના થવાથી તે ગુણોની આરાધના વધતી જય છે તેમ તેમ દુગુર્ણોની આપો આપ વિરાધના થતી જાય છે અને અતિક્રમણોમાંથી પાછા ફરવાની વૃતિઓ જાગતી જાય છે. અને કોઇને પણ દુ:ખ નહી દેવાની શકિતઓ પ્રગટ થતી જાય છે. જાગૃતિ સભાનતા રહેતી થાય છે આમ આત્મચર્ચા શરુ થતાં અનેરો આનંદ વર્તાય છે શાંતિનો (મોક્ષ) ઉદય થવાની શરુઆત થાય છે.

ઇચ્છા થવી અને ઇચ્છા કરવી એ બન્ને અવસ્થા જુદી છે ઇચ્છા કરવી એ કર્તાપણું છે જયારે ઇચ્છા થવી એ અગાઉના પૂર્વેના આશયોનું ઉદયમાં આવવું એટલે રુપકમાં આવવાની પ્રક્રિયા છે. પરિણામ છે. નીમીતોને આધારે તેમ બનવાનું જ છે પરંતુ ઇચ્છા કરવાથી એટલે કે કર્તા થવાની ઇચ્છાપૂતિ સામે અંતરાય પડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.