Abtak Media Google News

આગામી લોકસભા સામાન્ય ચૂંટણીને લઈને દાદરાનગર હવેલી પ્રશાસન તૈયાર થઈ ચૂકયું છે. પ્રશાસન તરફથી ચૂંટણીને સંબંધીત તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થાય અને લોકો પોતાના મતનો પ્રયોગ નિર્ભય બનીને કરે તે માટે પ્રશાસન દ્વારા તૈયારીઓ પ્રારંભ થઈ ચૂકી છે. આ વિષય પર દાદરાનગર હવેલીના કલેકટર તેમજ જિલ્લા ચૂંટણી અધિકારી કન્નન ગોપીનાથને કલેકટર કચેરીમાં યોજાયેલ પત્રકાર પરિષદમાં વિસ્તૃત જાણકારી આપી હતી.

કલેકટરે જણાવ્યું હતુ કે દાદરાનગર હવેલી અત્યાર સુધીમાં લગભગ ૨૪૦૮૫૮ મતદારો છે. તેઓ બેઠકમાં ભારતીય ચૂંટણી આયોગના દિશા નિર્દેશોતેમજ આદર્શ આચાર સંહિતાનું પાલન કરીને ન્યાયી નિષ્પક્ષ તેમજ મુકત વાતાવરણમાં આયોજીત થઈ શકે તેમજ મતદારો ઉત્સાહ પૂર્ણ માહોલમાં મતાધિકારનો ઉપયોગ કરી શકે, વી.વી. પેટ, ટીમ અકાઉન્ટીંગ ઈ એમ.એમ.સી. એસ.સી.એમ.સી, મતદાતા જાગૃતિ અભિયાન પેડ ન્યુઝ વગેરે મુદાઓનાં વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી.

ચૂટણી પ્રક્રિયાને પરસ્પર સંહયોગથી પૂર્ણ કરવાની પણ વાત કરી હતી. એ આરઓ તેમજ નોડલ અધિકારીઓનાં સાથ સહકાર દ્વારા ચૂંટણીની ફરજ તેમજ આવશ્યક સૂચનો કરવામાં આવ્યા હતા. કર્મચારીઓ તેમજ વાહનોના અધતન ડેટાબેઝ સમય પર તૈયાર કરવા, ચૂંટણી નિરીક્ષકોની સાથે આયોજન, ફલાઈંગ સ્કવોડ, પેડ ન્યુઝ પર નજર, મતદાતાઓની સૂચીની તપાસ કરીને અધતન કરવી, મતદાન મથકની વ્યવસ્થા તેમજ ચૂંટણી પંચ દ્વારા સમય સમયે આપવામાં આવતી જાણકારી સૂચનાઓનો અસરકારક અમલની જાણકારી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.