Abtak Media Google News

આર.કે. યુનિવર્સિટી  ઇનોટલ (ઇન્ટિગ્રેટેડ ટેલેન્સ ઇનટુ ઇનોવેશન ઇકોસિસ્ટમ ઇન હાયર એજયુકેશન) પ્રોજેકટની ભાગીદારી યુનિવર્સિટીઓમાંની એક છે જેને યુરોપિયન યુનિયનના ઇરેસમસ પ્લસ પ્રોગ્રામ કેપેસીટી બિલ્ડીંગ ઇન હાયર એજયુકેશન હેઠળ સહ ભંડોળ પુરુ પાડવામાં આવે છે.

આ ક્ષમતા નિર્માણ અને સંશોધન યોજનાનો હેતુ ઉઘોગો જાહેર ક્ષેત્ર અને સમુદાય બ્રાહ્મ હિસ્સેદારો સાથે સાહસિકતા શિક્ષણ, નવીનતા અને સક્રિય સહયોગ સહીતના ઘણા ક્ષેત્રોમાં મૂલ્ય આધારીત પહેલ દ્વારા વિઘાર્થીઓની રોજગાર ક્ષમતાના સુધારાને વેગ આપવાનો છે. પ્રોજેકટ એ યુરોપ, ભારત, ફિલીપાઇન્સ, નેપાળ અને શ્રીલંકાની ૧૪ યુનિવર્સિટીઓની સંયુકત પહેલ છે.

આ પ્રોજેકટનું લક્ષ્ય ભારત, ફિલિપાઇન્સ, નેપાળ અને શ્રીલંકાની યુનિવસીર્ટીઓની ક્ષમતા અને સંસાધનોમાં વધારો કરવાનું છે જેના કારણે શિક્ષકો અને વિઘાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાવાળા સંરોધન અને નવીનતાભર્યા વિકલ્પો મળી રહે છે. આ પ્રોજેકટને આર.કે. યુનિવર્સિટી અને સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ ક્ષેત્રના બેન્ચમાર્ક પ્રોજેકટ તરીકે ગણવામાં આવી રહ્યો છે. જેના કારણે ઉચ્ચ શિક્ષણમાં નવીનીકરણ લાવીને રોજગારક્ષમતામાં વધારો કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.