Abtak Media Google News

પ્રમુખપદે લુણાભા સુમણીયા તથા ઉપપ્રમુખપદે ખેરાજભાઈ ઓડીચ વિજેતા જાહેર

દ્વારકા તાલુકા પંચાયતમાં પ્રમુખ તથા ઉપપ્રમુખ પદ માટેની ચુંટણી તાલુકા પંચાયત કચેરીમાં યોજાઈ હતી. દ્વારકાના નાયબ કલેકટર જાડેજાના અધ્યક્ષસ્થાને મળેલી સામાન્ય સભામાં પ્રમુખપદે દ્વારકા તાલુકાના ધીણકી ગામના ક્ષત્રિય વાધેર સમાજના યુવા અગ્રણી લુણાભા સુમણીયા તથા ઉપપ્રમુખપદે વરવાળા ગામના રાજગોર બ્રાહ્મણ ખેરાજભાઈ ઓડીચ બિનહરીફ ચુંટાયા હતા.

હાલમાં દ્વારકા તાલુકા પંચાયતમાં ભાજપના દસ તથા કોંગ્રેસના છ સદસ્યો હોય આ ચુંટણી બિનહરીફ કરાવવા માટે સ્થાનિય ધારાસભ્ય પબુભા માણેકની જહેમત બાદ બંને ઉમેદવારો પ્રમુખ તથા ઉપપ્રમુખપદે બિનહરીફ જાહેર કરાયા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.