Abtak Media Google News

અમદાવાદ સ્થિત સંસ્કૃતભારતી તેમજ દ્વારકાની શારદાપીઠ વિદ્યાસભાના સંયુકત ઉપક્રમે આગામી તા.૮મી જુલાઈને રવિવારના રોજ દેવભૂમિ દ્વારકામાં સૌપ્રથમવાર જ દ્વારકાના શારદાપીઠ ખાતે સંસ્કૃત સંમેલન યોજવામાં આવનાર છે.

દ્વારકા શારદાપીઠના સ્વામી નારાયણાનંદજી મહારાજની અધ્યક્ષતામાં યોજાનાર જિલ્લાનું સૌપ્રથમ સંસ્કૃત સંમેલન સાંજે ૫:૩૦ વાગ્યાથી યોજાનાર છે. જેમાં સંસ્કૃત પ્રદર્શની તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવનાર છે. આ સંસ્કૃત સંમેલનમાં મુખ્ય અતિથિ તરીકે સ્થાનીય સાંસદ પુનમબેન માડમ તેમજ અતિથિ વિશેષ તરીકે સ્થાનીય ધારાસભય પબુભા માણેક તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર જે.આર.ડોડીયા તેમજ મુખ્ય વકતા તરીકે અખિલ ભારતીય સંગઠન મંત્રી દિનેશ કામત પણ વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહેનાર છે. આ સંસ્કૃત સંમેલનમાં ઉપસ્થિત રહેવા સમસ્ત સંસ્કૃત અનુરાગીઓને આયોજકો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ અંગે વધુ માહિતી માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા સંયોજક ઉતમ શુકલ (મો.૯૦૧૬૩ ૨૦૦૨૫) અથવા તો ઉપાધ્યાય ભાવિન એ. (મો.૯૯૯૮૧ ૭૬૧૬૩)નો સંપર્ક સાધી મેળવી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.