Abtak Media Google News

તા.૧૦ જુલાઇ ના રોજ ખંભાળીયા પો.સ્ટે. ના પોલીસ ઇન્સ. એચ.આર. કુવાડીયાના તથા પો.સબ. ઇન્સ. એન.આઇ.રાઠોડ તથા સ્ટાફના એ.એસ.આઇ જે.બી. જાડેજા તથા પો. હેડ કોન્સ. પ્રતાપભાઇ જેતશીભાઇ ભાટીયા તથા આશપાલભાઇ કારાભાઇ મોવર તથા પો. કોન્સ. સામતભાઇ પબુભાઇ ગઢવી તથા વિરેન્દ્રસિંહ નટુભા જાડેજા તથા માલદેભાઇ મેરામણભાઇ વિગેરે સ્ટાફના માણસો પો.સ્ટે. હાજર હોય તે દરમ્યાન પો.હેડ કોન્સ. પ્રતાપભાઇ જેતશીભાઇ ભાટીયા તથા આશપાલભાઇ કારાભાઇ મોવરને અગાઉથી મળેલ હકીકત મુજબ જુગારનો અખાડો ખંભાળીયા તાલુકાના લાલુકા ગામમાં રહેતા આલાભાઇ ફોગાભાઇ પીડારીયાના મકાને ચાલુ છે. તેવી હકીકત મળેલ હોય તેના આધારે આલાભાઇ ફોગાભાલ પીડારીયા રહે. લાલુકા ગામ તા. ખંભાળીયા વાળા ના મકાને રેઇડ કરતા આલાભાઇ ફોગાભાઇ પીડારીયા હાજર નહી મળી આવેલ તેમજ અન્ય ૧૭ આરોપીઓ જગાભાઇ જેઠાભાઇ પીડારીયા હાજર નહી મળી આવેલ તેમજ અન્ય છ આરોપીઓ જગાભાઇ જેઠાભાઇ પીડારીયા જાતે આહીર ઉ.વ.૩પ રહે. લાલુકા ગામની સીમ તા.ખંભાળીયા, હેભાભાઇ કરશનભાઇ ભાટીયા જાત. આહીર ઉ.વ.૫૩ રહે. ભંડારીયા ગામ તા. ખંભાળીયા, રિછાભાઇ ગંગાભાઇ પીડારીયા જાતે અાહીર ઉ.વ.૪પ રહે ભાણખોખરી ગામ તા. ખંભાળીયા, કેશુભાઇ કાનાભાઇ કદાવલા જાતે સગર ઉ.વ.૩પ રહે. ખીરસરા ગામ તા. કલ્યાણપુર જી. દેવભૂમિ દ્વારકા, નીલેશભાઇ ભગવાનજીભાઇ દતાણી જાત. લોહાણા ઉ.વ.૩૮ રહે. લાલુકા ગામ તા. ખંભાળીયા, શૈલેષભાઇ પ્રભાશંકરભાઇ આરંભડીયા જાત. બ્રાહ્મણ ઉ.વ.૩૦ રહે. લાલુકા ગામ તા. ખંભાળીયા વાળાઓને કુલ રોકડા રૂ. ૭૨૫૫૦/- તથા ગજીપતાના પાના નંગ પર કી. રૂ. ૩૭૫૦૦/- ના મૃદામાલ સાથે પકડી પાડેલ હતા. તેઓને ખંભાળીયા પો.સ્ટે. ના પોલીસ ઇન્સ. એચ.આર. કુવાડીયાનાઓએ જુગાર ધારા કલમ ૪,પ મુજબ ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે.

તેમજ ફરારી આરોપી આલાભાઇ ફોગાભાઇ પીડારીયા રહે. લાલુકા તા. ખંભાળીયા વાળાને પકડી પાડવા ચક્રો ગતિમાન કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.