Abtak Media Google News

પોલીસે આરોપીની તાત્કાલીક ધરપકડ કરી: દિકરીના લગ્નમાં મહેમાનોને જમાડવા માટે પૈસા ન હોવાથી આવું કૃત્ય આચર્યું હોવાની આરોપીની કબુલાત

ધોરાજીમાં રહેતા એક શખ્સે પાડોશનાં મુસ્લિમ પરિવારની વાછરડી ઊઠાવી લઈ જઈને તેનું કતલ કરી પુત્રીના લગ્નમાં મહેમાનોને ગૌમાસની બીરયાની જમાડી હતી. આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની તાત્કાલીક ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ ધોરાજી, ઉપલેટા રોડ ખાતે રહેતા સતારભાઈ આમદભાઈ કોલીયાએ ધોરાજી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જે તેના પાડોશમાં રહેતા સલીમ કાદર મકરાણીએ ગત રાત્રીનાંતેની બે વષૅની વાછરડીની ચોરી કરી તેની હત્યા નિપજાવી બાદમાં તેના અવયવો સ્મશાન પાસે આવેલા બુગદામાં નાખી દીધા હતા. બાદમાં માલુમ પડયું હતુ કેસલીમ મકરાણીની દીકરીના લગ્ન હોય, મહમેનોને જમાડવા માટે તેની પાસે પૈસા ન હોવાથી તેઓએ વાછરડીની ચોરી કરી બાદમાં તેની કતલ કરીને બીરયાની બનાવી મહેમાનોને પીરસી દીધી હતી.

ફરિયાદના પગલે જેતપૂરનાં ડીવાયએસપી જે.એમ. ભરવાડે સ્થળ મુલાકાત લઈને જાત તપાસ હાથ ધરી હતી. બાદમાં તાત્કાલીક આરોપીની અટકાયત કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.