Abtak Media Google News

૧૧૮૮ સ્પેશ્યલ ટ્રેન, ૨૧૨૬ જેટલા વધારાના કોચ થકી દોઢ લાખ મુસાફરોએ કરી રેલવેમાં મુસાફરી

સરક્ષા, સેવા અને ગતિના ધ્યેય મંત્ર પર અમલ કરતા વિભિન્ન મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં અગ્રણી રહેવાવાળી પશ્ચીમ રેલવેને ૧ ઓગસ્ટ ૨૦૧૮થી શરૂ થયેલ તહેવારોની મોસમ દરમિયાન વિવિધ સ્તરો પર સરસ યાત્રી સેવાઓ અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવી એક અનોખો ઉદાહરણ આપ્યો છે.

રેલવે મંત્રી પિયુષ ગોયલના કુશળ અને અનુભવી નેતૃત્વ અને પશ્ચીમ રેલવેના જનરલ મેનેજર એ.કે.ગુપ્તાના અમુલ્ય માર્ગદર્શનમાં ૧ ઓગસ્ટ ૨૦૧૮થી લગભગ ત્રણ મહિનાના તહેવારોની સીઝન દરમિયાન પશ્ચીમ રેલવે પર વધારે ભીડને ધ્યાનમાં રાખતા અને મુસાફરોની સુવિધાના ઉદેશ્યથી નિયમિત ટ્રેનો સિવાય વિવિધ સ્પેશ્યલ ટ્રેનોની કુલ ૧૧૮૮ સેવાઓ ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. જયારે વિવિધ નિયમિત ટ્રેનોમાં ૨૧૨૬ વધારે કોચ લગાવવામાં આવ્યા. તહેવારોની મોસમ દરમિયાન સંચાલન માટે નિર્ધારિત અમુક સ્પેશ્યલ ટ્રેનોના સંચાલનનું સુવિધાજનક આયોજનો પશ્ર્ચિમ રેલવે પર આગામી નાતાલ અને નવા વર્ષના આગમન સુધી ચાલુ રહેશે.

પશ્ર્ચિમ રેલવેના બધા જ ૬ ડિવિઝનમાં સુરક્ષા બળ, સતર્કતા અને વાણિજય વિભાગો દ્વારા વિશેષ કાર્યબળોનું ગઠન કરી રેલવે ટિકિટોની કાળાબજારી કરવાવાળા પર આકસ્મિક રેડ કરી કેટલાક હાઈ પ્રોફાઈલ ટિકિટ દલાલોની ધરપકડ કરવામાં આવી તથા સખત કાર્યવાહી સુનિશ્ર્ચિત કરી એક કરોડ રૂપીયાથી પણ વધુ મુલ્યની આરક્ષિત રેલ ટિકિટ જપ્ત કરવામાં આવી.

પશ્ચીમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી રવિન્દ્ર ભાકરના જણાવ્યાનુસાર ૧ ઓગસ્ટ, ૨૦૧૮થી અત્યાર સુધીની સમયાવધિ સુધી વિશેષ ભાડા સાથે વિશેષ ટ્રેનો તથા આરક્ષિત કોટીમાં સુવિધા વિશેષ ટ્રેનો સહિત વિશેષ ટ્રેનોમાં લગભગ ૧ લાખ યાત્રીઓએ યાત્રા કરી. આના પરિણામ સ્વ‚પ ૯.૬૫ કરોડ રૂપીયા વધુ રાજસ્વની પ્રાપ્તિ થઈ. હંગામી ધોરણે ટ્રેનોના ડબ્બાઓમાં વૃદ્ધિ કરવાથી ૬૮ હજાર મુસાફરો લાભાર્થી થયા અને ૫.૩૪ કરોડ ‚પિયા રેલ રાજસ્વની પ્રાપ્તિ થઈ.

આ ઉલ્લેખનીય છે કે, અસામાજિક તત્વો દ્વારા સીટો પર કબજો જમાવવાથી રોકવા માટે અનારક્ષિત ડબ્બાઓને યાર્ડથી લોક/સુરક્ષિત સ્થિતિમાં લાવવામાં આવ્યા. સીટ પર કબજો જમાવવામાં સામેલ લાઈસેન્સધારી પાર્ટરોના બિલ્લાઓને જપ્ત કરવા માટે કડક નિર્દેશ ચેકીંગ સ્ટાફને આપવામાં આવ્યા.

અનારક્ષિત કરંટ ટિકિટધારક અનારક્ષિત યાત્રીઓ માટે મહત્વપૂર્ણ સ્ટેશનો પર યોગ્ય લાઈન લગાવવાની વ્યવસ્થા કરવામાં આવી. મુસાફરોને સારી સેવા પ્રદાન કરવાન દ્રષ્ટિથી આ રેલવે પર અનારક્ષિત ટિકિટોની બુકિંગ માટે ૫૯ જનસાધારણ ટિકિટ બુકિંગ સેવક તથા ૪૨ સ્ટેશન ટિકિટ બુકિંગ એજન્ટ તૈયાર કરવામાં આવ્યા. આથી વધુ આરક્ષિત અને અનારક્ષિત ટિકિટોની બુકિંગ માટે ૪૮ યાત્રી ટીકીટ સુવિધા કેન્દ્રો પણ બનાવવામાં આવ્યા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.