Abtak Media Google News

“પી.આઈ. ગજરાજનો નિયમ હતો કે દરરોજ એક કલાક કાયદાઓ, પોલીસ મેન્યુઅલ અને નિયમોનું અવશ્યપણે વાંચન કરવુ જ !

ખાતાની ખટપટ

ફોજદાર જયદેવને આમ ‘વૈર ભાવે વૈકુંઠ મળ્યું’ ને રજા ઉપર હતો ત્યાંજ રીડર પીએસઆઈને બદલે બગસરા પોલીસ સ્ટેશન ફોજદાર તરીકેનો હુકમ થઈ ગયો પરંતુ બગસરાની વાત પણ અધરી હતી અહી પોલીસ સ્ટેશન પીઆઈ રેન્કના અધિકારીનું હતુ અને તેના પીઆઈ ગજરાજ કે જેઓ જયારે જયદેવ મૂળી પોલીસ સ્ટેશનમાં હતો ત્યારે પડોસના હળવદ પોલીસ સ્ટેશનમાં ફોજદાર હતા. આ ગજરાજ અગાઉ જયારે ગુજરાત રાજય પોલીસ યુનિયન સ્થપાયેલું તેના તેઓ અગ્રેસર અને સ્થાપક નેતા હતા.

Advertisement

આ અધિકારી ગજરાજની નોકરીતો ઘરી જ લાંબી હતી પરંતુ તેમને પ્રમોશન આવતુ નહતુ તેના અનેક કારણો હતા ગજરાત જોડે ફોજદાર તરીકે ભરતી થયેલા અધિકારીઓ ડીએસપી સુધીનાં પ્રમોશનો લઈને નિવૃત પણ થઈ ગયા હતા. આમ તો ગજરાજની ફીટનેસ અને તબીયત સારી હતી પણ તેમનો જન્મ પાકિસ્તાનમાં થયેલો જેથી તેમણે ફોજદારની ભરતી સમયે ઉંમરમાં મોટુ ગાબડુ પાડી ફકત અઢાર વર્ષના જ થઈ ગયેલ, જેથી હજુ ખાતામાં ચારેક વર્ષની નોકરી બાકી બોલતી હતી તેમને પ્રમોશન નહિ આવવાના અનેક કારણો પૈકી છેલ્લુ કારણ તેઓ પોલીસ યુનિયનના નેતા હતા અને જયારે સરકારે પોલીસ યુનિયન રદ જાહેર કરેલું અને યુનિયન પ્રવૃત્તિ પ્રતિબંધીત જાહેલ કરેલી છતા તેમણે યુનિયનની પ્રવૃત્તિ ચાલુ રાખતા તેમને સરકારે રાષ્ટ્રીય સલામતી ધારામાં અટકાયતી તરીકે એક વર્ષ સુધી જેલમાં રાખેલા તે હતુ.

પરંતુ પછી તો રાજયમાં નવી સરકાર રચાયેલી અને ગજરાજ સહિતના પોલીસ યુનિયનના નેતાઓને માફામાફી કરી ફરજ ઉપર લઈને પ્રમોશન પણ આપી દીધેલું અને અહી અમરેલી જિલ્લા ને તેમની નિપુણતા અને હોશિયારીનો લાભ મળેલો.

ગજરાજની યાદ શકિતતો કાબીલેદાદ હતી જ તે ઉપરાંત તેનો આજીવન મંત્ર નિયમ હતો કે દરરોજ એક કલાક તો કાયદાઓ પોલીસ મેન્યુઅલ અને નિયમોનું અવશ્ય પણે વાંચન કરવું ! આજ ના સમયમાં ક્ોણ જાણે કોઈ પોલીસ અધિકારીને આવી સુટેવ હોય અને ભગવાન જાણે અધિકારીઓ ને વાંચવાનો સમય પણ મળતો હોય તો ! ગજરાજની અપવાદ ‚પ લાયકાત તો તેની ખાતાકીય ઈન્કવાયરી અને ખાતાકીય તપાસમાં કુશળતા હતી ગમે તેવી ખાતાકીય તપાસ હોય અને ગમે તેવા સાક્ષી હોય.

ગજરાજ તેમને ઉલટ તપાસમાં ગોથુ ખવરાવી જ દેતા તેમની તર્ક શકિત એવી હતી કે જો અને તો વચ્ચે મૂકીકાયદાકીય અને નિયમોનો અપવાદ મુકી દરેક આક્ષેપોને શંકાના દાયરામાં લાવી નાસાબીત કરી શકતા આથી જ રાજયના આલા દરજજાના ઘણા અધિકારીઓ પણ તેમની આવી બાબતોમાં સલાહ લેતા ગજરાજને મેજર એકટ ઈન્ડીયન પીનલ કોડ, સીઆરપીસી અને અવિડન્સએકટની તમામ કલમો વ્યાખ્યા સાથે મોઢે તો હતી પરંતુ કયા બનાવમાં કયા કાયદાની કઈ કલમ બરાબર લાગુ પડશે અને તેને સાબીત કરવા માટે પુરાવાના અધિનિયમ મુજબ કયા કયા પુરાવાઓ તપાસમાં મેળવવાના રહેશે તેનો વ્યવહારીક ઉકેલ પણ હાજર જવાબી હોય એટલે કે તેમની Sense of application of Lawખરેખર અદ્વિતિય હતી.

વળી ગમે તેવા પક્ષકારો ઝઘડતા અથડાતા આવ્યા હોય પણ ગજરાજ ખાસ વાકછટાથી બંનેને ઠંડા પાડી દેતા અને તેઓ ધારે તો બંને પક્ષોને કાયદાકીય લાંબીલાંબી પ્રક્રિયા કોર્ટના ધકકા વકીલોનીગુલામી વિગેરે બાબતોની વાતો લડાવી લડાવીને કરી સમાધાન કરાવી શકે પરંતુ ગજરાજ કયારેય પક્ષકારો વચ્ચે સમાધાન થવા જ ન દેતા બંનેની ક્રોસ ફરિયાદો જ દાખલ થતી ગજરાજ કહેતા પડયો પોદળો ચપટી ધૂળ તો ઉપાડે જ ! વળી આમ થાય તો જ વકીલો રાજકારણીઓના ધંધા પણ ચાલુ રહે ! તેથી ગજરાજ કહેતા મસાણે ગયેલુ લાકડુ સળગાવ્યે જ છૂટકો પાછુ લવાય નહિ તે સિવાય પણ ગજરાજની અનેક ચિત્ર વિચિત્ર લાયકાતોહતી તેવિશે જયદેવ પૂરો વાકેફ હતો. પરંતુ ગજરાજની વ્યકિતગત લાક્ષણીકતાઓનો પરિચય તો જયદેવને હવે થવાનો હતો.

પરંતુ આવા કાબેલ ફોજદારને કોઈ પોલીસ વડા પોતાની પાસે તો રાખતા નહિ પરંતુ જીલ્લા મથકથી ઘરે દૂર જ નિમણુંક આપતા કારણમાં તો બે સારા અધિકારીઓને કાનાફૂસી કરી ને ઝઘડાવી દેવાની પણ ઉંચી કળા તેમનામા હતી તે હોય કે પછી ગમે તે હોય તેમની પોસ્ટીંગ દૂર જ હોય, પરંતુ ગજરાજને તેનાથી કોઈ ફેર પડતો નહી જયદેવ જયારે જયારે સુરેન્દ્રનગર જીલ્લાના મૂળી પોલીસ સ્ટેશનમાં હતો.

ત્યારે ગજરાજ હળવદ ફોજદાર હતા અને હળવદ તાલુકામાં કોઈ એજન્સી રેડ નહિ કરી શકતા પોલીસ વડાએ જાતે રેડ કરેલી જે ખૂબજ મોટી દા‚ની ભઠ્ઠીની રેડ હતી જે પ્રકરણની ઈન્કવાયરીમાં તેઓ સસ્પેન્ડ જ થાય તેવી કસુર હતી પરંતુ ગજરાજ તેમાંથી પોતાની તર્ક શકિત અને મુત્સદીગીરીથી બચી ગયેલા (જુઓ પ્રકરણ ૭૫ યુકિત પ્રયુકિત) આમ જયદેવ કાંઈક અંશે તો ગજરાજને જાણતો હતો.

હાજર થયા પછી જયદેવને બગસરા ખાતેની તેની નિમણુંક અંગે બીજી એક વાત જાણવા મળેલી કે તે સમયે અમરેલી પોલીસ વડા તરીકે એક ખાતાકીય પ્રમોટી પોલીસ વડા હતા જેઓ ક્રિકેટની ટી.૨૦ની રમતની છેલ્લી ઓવરની જેમ નિવૃતિના આરે હતા પણ આ ગજરાજ તેમની લાઈન લેન્થમા બરાબર માફક આવતા ન હતા. કેમકે ગજરાજમાં એકલામાં જ ડોન બ્રેડમેન, ગેરીસોબર્સ, ગાવસ્કર કપીલ દેવ અને તેડુલકર સહિતના દિગ્ગજ ક્રિકેટરોની જેવી પોલીસ ખાતાની રમતોની આવડત અને ડેરીંગ પણ એવું હતુ કે તેઓ પોલીસ વડાને ગાંઠતા ન હતા. ગજરાજ ગાંઠતા તો નહતા પરંતુ તેને બદલાવી શકે તેવી સ્થિતિમાં પણ ન હતા. ટુંકમાં પોલીસ વડા તેનાથી નારાજ હતા તે વાતની અમરેલી વિભાગના નાયબ પોલીસ વડાને ખબર હતી તેથી તેઓ પણ ગજરાજને કદ પ્રમાણે વેતરવા માગતા હતા .

આ નાયબ પોલીસ વડા પણ ભૂતકાળના પોલીસ યુનિયનના અગ્રેસરતો હતા અને કાયદાના ખા તથા પેનમાસ્ટર પણ ગણાતા અને ખટપટોમાં પણ કાબેલ હતા તેમણે ગજરાજને મર્યાદામાં રાખવા યુકિત પૂર્વકબે કાર્યો કર્યા એકતો રાષ્ટ્રીય પાર્ટીના યુવરાજ ને કહ્યું કે આવનાર ચૂંટણીમાં ગોટાળા અટકાવવા માટે જયદેવ ફીટ રહેશે અનેબીજુ પોલીસ વડાને કહ્યું કે આ માતેલા સાંઢ જેવા ગજરાજને ‘નથ નાખવા’ (કાબુમાં રાખવા) આ જયદેવને બગસરા સિનીયર ફોજદાર તરીકે મુકો એટલે બેઉ બળીયા બાથે વળગ્યાની જેમ આથડતા આપણી બગસરા પોલીસ સ્ટેશન ઉપર પકકડ વધી જશે. આમ રાજકીય અને વહીવટી બંને દ્રષ્ટીકોણથી જયદેવને લોઢાના ચણા ચાવવા ‚પ બગસરામાં નિમણુંક મળેલી

જયદેવનો સ્વભાવ પોલીસ ખાતાનું મોરલ ઉંચુ રહે અને શિસ્ત જળવાવી જ જોઈએ તેવો હતો આકરી ફરજ કે નોકરીમાં કોઈ બાંધછોડ નહિ પોલીસ જવાનોમાં ખોટી ચઢામણી કે ખટપટ કરવા કરાવવાની નહિ ટુંકમાં ઝઘડા ઈર્ષા કે મમત કોઈ બાબતમાં રાખવાની નહિ જયદેવ રજા ઉપરથી અમરેલી હાજર થયો ત્યાં પોલીસ જવાનો અને અધિકારીઓમાં ચર્ચા થતી હતી કે આતો પોલીસ વડાએ એક મ્યાનમાં બે તલવારો મૂકીને કમાલ કરી છે. હવે કાંઈક નવા જૂની થશે. પરંતુ જયદેવનો તેવો કોઈ આશય ન હતો. તે તો તેની બદલી અમરેલી જિલ્લામાંથી ભાવનગર જિલ્લામાં થાય ત્યાં સુધી સમય પસાર કરવાનો હતો.

આ બાજુ ગજરાજને જયદેવનો બગસરા થાણામાં હુકમ થયાના સમાચાર મળતા તે સમજી ગયા કે આતો પોલીસ વડા એ પોતાનાઉપર જાસુસી મૂકીને પોતાને બ્રેક મારી છે. પરંતુ શાણાને કાબેલ પીઆઈ ગજરાજમાં આ આપતીને પણ અવસરમાં ફેરવી નાખવાની આગવી આવડત હતી. અમરેલી કંટ્રોલ ‚મ દ્વારા વાયરલેસથી ગજરાજને જયદેવ બગસરા આવવા રવાના થયા ના સમાચાર મળી ગયેલા બગસરાનું પોલીસ સ્ટેશનતે સમયે ગામની પશ્ર્ચિમે પાદરમાં ભેંસાણ માણેકવાડાનાં રસ્તાના વળાંક ઉપર આવેલુ હતુ.

જયદેવ બગસરા પોલીસ સ્ટેશને પહોચતા જ જાણે કોઈ ઉચ્ચ અમલદાર થાણાના ઈન્સ્પેકટરમાં પધારવાના હોય તેવી તૈયારીઓ થઈ ગઈ હતી રોડ ઉપર જ એક કોન્સ્ટેબલ જયદેવને આવકારવા માટે તૈયાર ઉભો હતો કોન્સ્ટેબલે જયદેવને રીસ્પેકટ આપી દોરીને ચેમ્બરમાં લાવ્યો જયાં પીઆઈ ગજરાજ ઉભા થઈને જયદેવને ભેટયા અને પધારો પધારો કહી તેમની પોતાની ખૂરશી ઉપર જ જયદેવને બેસવા આગ્રહ કર્યો જયદેવ સમજયો કે ગજરાજ મશ્કરી કરે છે. પરંતુ અતિ આગ્રહ કરવા લાગતા જયદેવે યુકિત પૂર્વક વચને બાંધીને તેનું માન રાખવા પીઆઈની ખુરશી ઉપર બેસીને ઉભો થઈ ગયો પરંતુ જયદેવ ને તો મનમાં અનેક તર્ક વિતર્ક થવા લાગ્યા કે ગજરાજ કાંઈક ગર્ભિત ચાલ ચાલે છે. અને માન ભલે આપે પણ મનમાં રાજી નથી.

જયદેવે બગસરાના જૂના સ્ટેટ વખતના વિશ્રામ ગૃહમાં ધામા નાખ્યા અને નિયમસર સવારમા જ પોલીસ સ્ટેશને આવી ને ઓસરીમાં રહેલા પીએસઓનાં ટેબલ ખુરશીમાં જગ્યા લઈ લેતો. અને બેઠા બેઠા જ રોડ ઉપર જૂનાગઢ તરફ જતા વાહન વ્યવહારને તથા પોલીસ સ્ટેશનનાં ફળીયામાંથી જ કોર્ટમાં જવાનો રસ્તો હોય વકીલો, અરજદારો, પક્ષકારો વિગેરેને આવતા જતા જોતો રહેતો. કયારેક જૂના અનુભવી જમાદારોથી બગસરા થાણાની ભૌગોલીક રાજકીય, સામાજીક, ગુન્હાહીત ભૂતકાળની પણ વાતો કરી માહિતી મેળવતો રહેતો.

આઝાદી પછી સૌરાષ્ટ્ર સરકારમાં બગસરા અને બાબરા તાલુકાઓ રાજકોટ પ્રાંતમાં સમાવિષ્ટ હતા. પરંતુ ગુજરાત રાજયની રચના થતા અમરેલી જિલ્લો નવો બનતા તેમાં આ બંને તાલુકાઓનો સમાવેશ થયેલો આઝાદી પછી રજવાડાઓ સ્વતંત્ર હતા. તેથી જૂનાગઢ નવાબે પોતાના રાજયનું પાકિસ્તાન સાથે જોડાણ કરવાનું જાહેર કરી દીધેલું પરંતુ શામળદાસ ગાંધીની આગેવાની તળે આ જૂનાગઢને સ્વતંત્ર કરી ભારત દેશમાં સામેલ કરવા માટે આરઝી હકુમતની લડાઈ થયેલી તેની શરૂઆત હાલનાં બગસરાના અમરાપર સહિત દસ ગામોને જીતી લઈના કરવામાં આવેલી આ પ્રથમ સફળ યુધ્ધમાં તે સમયના વાઘણીયા દરબાર અમરાવાળાનો અશ્ર્વપાલ ભૂપત મે‚જી બુબ મુખ્ય હતો જે પછીથી વ્યકિતગત કિન્નાખોરી અને રાજકીય ખટપટોમાં બહારવટે ચડેલો હાલમાં પણ સૌરાષ્ટ્રમાં ભુપતનું નામ એક ક્રુર અને ઘાતકી બહારવટીયા તરીકે કુખ્યાત છે.

જે ભૂપતનો અંત સને ૧૯૯૬માં પાકિસ્તાનમાં હાજી મહમદ અમીન યુસુફ તરીકે સ્વેચ્છીક હદપારીમાં જ થયેલો આ બહારવટીયા ભૂપતનું મૂળ ગામ પણ બગસરાનું બરવાળા (બાવીસી) હતુ આ ક્રુર ભુપતે તેના બહારવટા દરમ્યાન વધુમાં વધુ લૂંટ ફાટ, ધાડ ખૂન ખરાબા પણ બગસરા અને આજુબાજુનાં વિસ્તારોમાં જકરીને સમગ્ર સૌરાષ્ટ્રમાં હાહાકાર મચાવી સૌરાષ્ટ્ર સરકારને લજજીત કરી દીધી હતી સીતેરના દાયકામાં થયેલો શિલાણા હત્યાકાંડ પણ બગસરા તાલુકામાંજ થયો હતો. બગસરા તાલુકાની સરહદ જૂનાગઢમાં ભેંસાણ બીલખાતથા રાજકોટના જેતપૂર ગોંડલ અને અમરેલી બાબરા તથા ધારી તાલુકાઓને મળતી હતી અમરેલી જિલ્લાનાં પ્રખ્યાત કિસાન આંદોલનોનું એપી સેન્ટર આ બગસરા અને ધારી તાલુકા જ હતા.

પોલીસ જવાનોની વાતચીત ઉપરથી જયદેવને એવું જણાયેલુ કે તેઓ પોલીસ ઈન્સ્પેકટર ગજરાજથી દબાયેલા તો હતા જ ઉપરાંત અંદરખાને નારાજ પણ હતા. જયદેવે આ નારાજગીનું કારણ શોધી કાઢયું વાત એમ હતી કે જમાદારો અને કોન્સ્ટેબલોને ગુલામીનો અહેસાસ થતો હતો. કેમકે તમામ ગુન્હાની તપાસો, અરજી તપાસો, પાસપોર્ટ અરજી તપાસો, લાયસન્સ અરજીઓની તપાસો ગજરાજ જે પ્રમાણે કહે તે રીતે જકરવી પડતી, અને અટકાયતી પગલાઓમાં પણ પક્ષકારો વિ‚ધ્ધ સીઆરપીસી કલમ ૧૦૭માં સામેવાળાઓને કલમ ૧૧૬ (૩) મુજબ જામીન લેવડાવવા કે કલમ ૧૫૧ મુજબ ધરપકડ કરવી તે પણ ગજરાજ આદેશ કરતા તે દિસવાયના અન્ય આરોપીઓ પણ ગજરાજ સમક્ષ પ્રથમ રજૂ કરવાના પછી જ જેતે અદાલતમાં રવાના કરવાના આમ જવાનોનો શ્વાસ રૂધાતો હતો.

ગજરાજ કાયદેઆમઝતો હતા જ તે ઉપરાંત કોઈની જરા પણ શેહશરમ રાખ્યા વગર જમાદારો અને તેમાં પણ ખાસ કરીને ગજરાજના કહ્યામાં નહોય તેવા લીસ્ટેડ જવાનોની તો નાની સરખી ગફલત કે ભૂલ, કસૂરમાં પણ ગંભીર ખાતાને ન શોભે શિસ્તનો ભંગ કરી, મેળાપી પણુ વિ.શબ્દોમાં ખુલાસા લખી લેવાની પધ્ધતી ને કારણે જવાનોની હાલત કેદીકે ગુલામજેવી થઈ ગઈ હતી.

ચકોર અને શાણા ગજરાજે જોયું કે થાણાના તમામ કર્મચારીઓ દોડીદોડીને જયદેવ પાસે જાય છે.કામકાજ કરે છે. અને આનંદ કિલ્લોલ પણ કરતા જાય છે. જયદેવનો આ કર્મચારીઓ સાથે નો આવો આનંદ અને કિલ્લોલ ભર્યો સંબંધ નિદોર્ષ અને ફકત સમય પસાર કરવા નો જ હતો. પરંતુ ગજરાજ ને મનમાં જે શંકાનો અને જાસુસીનો કીડો પડેલો હતો. તે આ જયદેવ અને જવાનોનો આનંદ ભર્યા સંબંધ જોઈને સળવળ્યા કરતો હતો.

વળી પીઢને અનુભવી ગજરાજને એ પણ ખ્યાલ જ હોય કે પોતાની તાબાના માણસોથી કામલેવાની શોષણભરી કાર્યશૈલીથી જવાનો નારાજ હોય જ ! તેથી તેને મનમાં અજંપો અને અશાંતિ રહ્યા કરતી હતી. પરંતુ વધારે અજંપો રહેવાનું કારણ તો ગજરાજને સાંજ પડયે તાજા શિકારનું ખાણુ અને બાયેટીંગ સાથે આથવેલ ગોળના ઉકાળાનું પાણી પીવાની નિયમિત આદત હતી તેથી જયદેવની સતત હાજરીને કારણે શંકા રહ્યા કરતી.

નોકરીના વર્ષના આખરી મહિનાઓ ટી.૨૦ની માફક પસાર કરતા પોલીસ વડાનો કાંઈક ગાંધીનગરથી ખુલાસો કે ઈન્કવાયરી આવી ગઈ અને તેનો જવાબ તૈયાર કરવા માટે કાયદેઆમઝ ગજરાજને અમરેલીનું તેડુ આવ્યું. આથી ગજરાજે હોંશે હોંશે અમરેલી જઈ પોલીસ વડાને આ પ્રકરણનો ડ્રાફટ જવાબ તૈયાર કરી દીધો. પરંતુ ઉભા થતા થતા ગજરાજે નાખણી કરી કે સાહેબ બગસરામાં તો મારી સતત હાજરી હોય જ છે.પરંતુ કુંકાવાવ આઉટ પોસ્ટ કાયદો અને વ્યવસ્થા માટે માથાનો દુ:ખાવો છે. ફોજદાર જયદેવની આમેય બગસરામાં કાંઈ જ‚ર નથી. વળીતે હોંશિયાર અને સક્ષમ છે. જો આપ કહેતો હોતો ફોજદારનું હેડ કવાર્ટર કુંકાવાવ રાખી દઈએ ગજરાજના અહેસાન તળે આવલે પોલીસ વડાએ કહ્યું ‘હા બરાબર છે જયદેવને કુંકાવાવ મૂકીને મને વાયરલેસથી જાણ કરી દેજો. આમ ગજરાજનું માનસીક વહેવારીક અને વહિવટી ભારણ હળવું થઈ ગયું.

ગજરાજે બગસરા આવીને જયદેવને કહ્યું ‘બાપુ તમારા માટે ખુશ ખબર લાવ્યો છું અને બગસરાનું બોગસ વિશ્રામગૃહ અને વળી અહીંના ટીફીનમાં પણ કાંઈ રામ નહિ આથી તમારી આ મુશ્કેલીઓ તો દૂર કરી જ ઉપરાંત તમને વધારામાં ૩૦ ગામોનો કુંકાવાવ આઉટ પોસ્ટનો સ્વતંત્ર હવાલો આપવાનું નકકી કરી પોલીસ વડાનો આદેશ લઈ આવ્યો છું ગજરાજની એ વાત ખરી હતી કે કુંકાવાવનું વિશ્રામગૃહ વિશાળ અને સુવિધાજનક હતુ વળી સ્વતંત્ર નિમણુંક પણ હતી, પરંતુ જયદેવને મનમાં દુ:ખ એ વાતનું હતુ કે એતો ગજરાજે પોતાના મનની શંકા અને જોખમ દૂર કરવા જ આ આદેશ મેળવ્યો હતો.

બાકી જો બગસરામાં એક ફોજદાર વધારે હોય તો શાંતી અને નિરાંતતો તેને જ રહે આમ તો જયદેવ ગજરાજની કાયદાઓ પોલીસ મેન્યુઅલ અનુભવ, સરકારી પરિપત્રો અને ખાતાકીય તપાસની બેનમુન નિપુણતાથી અને ભૂતકાળમાં તેણે પોલીસ દળ માટે આપેલ ભોગને કારણે ખરેખર તેને માન આપવા યોગ્ય જ માનતો હતો. ઉપરાંત તેઓ જ્ઞાનવૃધ્ધ તો ખરા પણ વયવૃધ્ધ પણ હોય જયદેવ તેને શાસ્ત્રોકત રીતે પણ માન આપવા યોગ્ય જ માનતો હતો. ‘ખટપટ’એ કળીયુગમાં લગભગ સર્વવ્યાપી હોય છે તે પછી તે કોઈ કચેરી હોય કોઈ સંસ્થા કે સમાજ હોય તે ગ્લોબલ છે.

‘ખટપટ’ એ લોકોમાં એવી આદત છે કે પોતાના પ્રતિસ્પર્ધી ને ગેરકાયદેસર માર્ગે હાની પહોચાડી પરાસ્ત કરવા પ્રયત્નશીલ રહેવું ખાસ કરીને ખટપટમાં પોતાના પ્રતિસ્પર્ધીને ગમે તેવી વાતો બનાવીને ગેરલાયક ઠેરવવા કોશિષ કરવી અથવા હલકો કે નબળો ચિતરવો કે વધુ પડતો ડાહ્યો, હોંશિયાર ચિતરવો, ટુંકમાં જે તે પદ માટેલાયક કે ગેરલાયક છે તે ચર્ચાઓથી પ્રતિપાદન કરતા હોય છે. જેમ ગજરાજે જયદેવને બગસરાથીદૂર કરવા તેણે પોલીસ વડા સમક્ષ વખાણ કરીને પણ કુંકાવાવનો હુકમ કરાવ્યો તે એક પ્રકારની ખટપટ જ હતી.

આમતો દરેક ડીપાર્ટમેન્ટમાં ખટપટોતો હોય જ છે. પરંતુ પોલીસ ખાતાની ખટપટ તો સાવ નિરાળી જ હોય છે. ખટપટોનાકારણો અને કક્ષાઓ પણ અલગ અલગ હોય છે. કક્ષામાં ઉચ્ચ અધિકારીઓની ખટપટો, પીઆઈ અને ફોજદારો તથા જમાદારો કોન્સ્ટેબલોની એમ મુખ્ય ત્રણ ખટપટો હોય છે. જો કે આ ત્રણે ખટપટો કયારેક ચોરીછુપીથી એક બીજાની અરસપરસ કાપતા પણ હોય છે. કારણોમાં પ્રાપ્તીતો મુખ્ય ખરી જ પણ તે ઉપરાંત અધિકારીઓમાં પદ અને પ્રતિષ્ઠા તેમજ પ્રસિધ્ધિ , વટ અને પર્સનલ ઈગો (અહમ) પણ હોય છે. જયારે તાબાના સ્ટાફમાં અમુક ચોકકસ જગ્યાઓએ નિમણુંક માટે કે ચિટકી રહેવા માટે ઉચ્ચ અધિકારીઓ કે રાજકીય પદાધિકારીઓથી ખટપટો કરતા હોય છે.

આ ખટપટ આમતો કાર્યદક્ષતા સામે મોટુ દુષણ તો છેજ પરંતુ તે એક પ્રકારની ગેરશિસ્ત પણ કહેવાય તેમ છતા લોકોને આખટપટ કલહ પ્રિય કલીયુગે માફક ખૂબ મીઠી જ લાગતી હોય છે.

આ ખટપટ દૂષણ હોવા છતાં પોલીસ દળમાં જોડાયેલ દરેક સભ્યે તે જાણવી પારખવી તો જ‚રી છે જ પણ માણવી જોઈએ નહી. તેનું કારણ એ છે પોલીસ દળનું કાર્ય જ યુધ્ધ છે. (સમાજ વિરોધીઓ અને કાનૂન ભંગ કરનારા વિ‚ધ્ધ) સમાજની જૂદી જૂદી જ્ઞાતિઓ અન્ય ખાતાઓ, કચેરીઓ વિવિધ રાજકીય પક્ષો અને સંસ્થાઓ સાથે પણ જુદા જુદા દ્રષ્ટીકોણથી સંપર્કમાં આવવું પડતુ હોય છે જેથી પેલી બોમ્બ ડીસ્પોઝલ ટ્રેનીંગ જેવું છે તેનો ભોગ નહી બનવા તે જાણવી જ‚રી છે.

દસ દિવસની બોમ્બ ડીસ્પોઝલી ટ્રેનીંગમાં બોમ્બ નું બંધારણ, તેની સરકીટો, તેની વિસ્ફોટક શકિત અને જોખમતા અને કઈ રીતે બ્લાસ્ટ કરવામાં આવે છે તે શિખવવામાં આવે છે. પરંતુ છેલ્લે દિવસે એવું શિખવવામાં આવે છે કે બોમ્બને નિષ્ક્રિય કરવા કે નિકાલ માટેનો નિષ્ણાંતો અને જરૂરી સલામતીનાં ઉપકરણો વગર નજીક પણ નહિ જવાનું જણાવાય છે.

આવો શંકાસ્પદ પદાર્થ કે વસ્તુ મળી આવી હોય તો ફકત નિષ્ણાંતો કે બોમ્બ ડીસ્પોઝલ સ્કોડ આવે ત્યાં સુધી તે જગ્યાની આજુબાજુ કોઈ ફરકે પણ નહી તેવી તકેદારી રાખવાની હોય છે. પરંતુ નિષ્ક્રીય કરવાની પ્રક્રિયામાં ભાગ લેવાનો હોતો નથી. તેવું જ આ ‘ખટપટ’નું છે તેને જાણો પણ તેમાં પડો નહિ અને તમારી સલામતીની તકેદારી રાખો! ખટપટમાં પણ નિદોષર્લોકો ને જ અન્યાય થતો હોય છે.

જયદેવને હવે કુંકાવાવનો પંથ પકડયા સિવાય કોઈ આરો ન હતો. મનમાં તો ઘણી ઈચ્છા હતી કે જલ્દી ભાવનગર જિલ્લાનો બદલી હુકમ થઈ જાય પણ ખાતામાં ફકત એકલી લાગવગજ ન ચાલે સાથે વહેવાર પણ હોય તો જ કામ થાય તે જ્ઞાન હજુ પણ જયદેવને થયું નહતુ. ગાંધીનગરમાં હજુરીયા સતાવગરનાં દુ:ખી દુ:ખી હતા તો ખજુરીયાઓને પણ શાંતિ નહતી. કે રાષ્ટ્રીયપાર્ટી કયારે ચાદર (ટેકો) ખેંચીલે !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.