Abtak Media Google News

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદભાઈ પટેલ, પ્રભારી રાજીવ સાતવ અને રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતની ઉપસ્થિતિ

રાજ્યમાં મોંઘવારી, ગરીબ અને મધ્યમ વર્ગની મુશ્કેલીઓ, બેરોજગાર યુવાનોના આક્રોશ અને આર્થિક મંદીને કારણે ધંધા-વેપારની બરબાદી, અન્યાયી વલણથી ખેજૂતોની પાયમાલી અને ભાજપ સરકારના ભ્રષ્ટાચારથી પીડિત ગુજરાતના નાગરિકોની વેદનાને વાચા આપવા માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા શનિવારે અમદાવાદમાં જનવેદના આંદોલન યોજાયું હતું. જેમાં  કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદભાઈ પટેલ, પ્રભારી રાજીવ સાતવ અને રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત જનવેદના આંદોલનમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યની ભાજપ સરકારની ખેડૂત, યુવા, મહિલા સહિત સમાજના તમામ વર્ગો નારાજ છે ત્યારે કોંગ્રેસે પ્રથમ તબક્કામાં તાલુકા અને જિલ્લા સ્તરે વિરોધ પ્રદર્શન, ધરણાં સહિતના આંદોલનાત્મક કાર્યક્રમો આપ્યા હતા. ત્યારબાદ આજે શનિવારે અમદાવાદના આરટીઓ સર્કલ પાસે બપોરે ૧.૩૦ કલાકે  રાજ્યસ્તરના જનવેદના આંદોલન કરાયું હતું જેમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી સહિત પ્રદેશના નેતાઓ ભાજપ સરકારની જનવિરોધી નીતિઓ સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ગુજરાતમાં છેલ્લા કેટલાયે વર્ષોથી સત્તાસ્થાને રહેલાં ભાજપના શાસનમાં પ્રજા ત્રાહિમામ પોકારી ઊઠી છે ત્યારે લોકોની વેદનાને વાચા આપવા માટે જનવેદના આંદોલન યોજવાની ફરજ પડી રહી છે એમ કોંગ્રેસના નેતાઓ કહ્યું હતું. ઉપરાંત ગેહલોતે જણાવ્યું હતું કે, ગુજરાતનાં ખેડુતોને વળતર કયારે મળશે તેની કોઈને ખબર નથી. છેલ્લા બે વર્ષમાં ગુજરાત સરકારે કશું જ કર્યું નથી. અતિવૃષ્ટિનાં કારણે ખેડુતોને ભારે નુકસાન થયું છે. ખેડુતો લાચાર અવસ્થામાં જોવા મળી રહ્યા છે. વધુમાં દા‚બંધી મુદ્દે પણ ગેહલોતે રાજય સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.