Abtak Media Google News

વકરતા કોરોનાને નાથવા આરોગ્યતંત્ર ઉંધે કાંધ: અમદાવાદના બી.જે. મેડિકલ કોલેજના ડોક્ટરોની છ જિલ્લામાં ફરી બદલી

ગુજરાતમાં એક્ટિવ કેસ 10 હજારની નજીક પહોંચ્યા ર4 કલાકમાં રેકોર્ડબ્રેક 1961 નવા કેસ નોંધાયા

કોરોનાના કપરા કાળમાંથી ઉગરવા વિશ્ર્વ આખુ મથામણ કરી રહ્યું છે. વકરતા વાયરસથી સરકારની ચિંતા વધી છે. વધતા જતા કોરોનાના કેસને ઘટાડવા આરોગ્ય વિભાગ ઉંધે કાંધ થયું છે. ત્યારે આ માટે અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજનાં અંદાજે 55 જેટલા ડોકટર હેલ્થ પ્રોફેસરને ફરી બદલીના આદેશ અપાયા છે. કોરોનાની દહેશત વધતા રાજકોટ, જામનગર સહિતના છ મેડિકલ કોલેજનાં ડોકટરો, વિદ્યાર્થીઓને ફરી સજજ કરાયા છે. અને વાયરસ સામેની આ વૈશ્ર્વિક મહામારીમાંથી ગુજરાતને મુકત કરવા પૂન: કામે લગાડાયા છે. રાજયનાં આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, અમદાવાદ ખાતેની બી.જે.મેડિકલ કોલેજોનાં ડોકટર, પ્રોફેશર અને એસોસિએટ પ્રોફેસર ગુજરાતનાં છ જિલ્લાઓમાં ફરી મૂકાશે જામનગરની એમ.પી. શાહ કોલેજ, ભાવનગરની સરકારી મેડીકલ કોલેજ, વડોદરાની સરકારી મેડીકલ કોલેજ, સુરતની સરકારી મેડિકલ કોલેજ રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય મેડીકલ કોલેજ અને મહેસાણાના વડનગરની જીએમઈઆરએસ મેડીકલ કોલેજમાં 55 ડોકટરોને ફરી ફેર બદલીના હુકમ અપાયા છે. આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ આ છ મેડિકલ કોલેજોમાં હજુ મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડીયાની અનુસ્નાતક કોર્ષોને લઈ અને ખાલી બેઠકોને લઈ તપાસ ચાલી રહી છે.

અધિકારીઓએ વધુમાં જણાવતાં કહ્યું કે, આ છ જિલ્લાની સરકારી મેડિકલ કોલેજોમાં હજુ તપાસ પૂર્ણ થઈ નથી અને રાજયભરની કોલેજોમાં પોસ્ટગ્રેજયુએટની બેઠકોમાં કોઈ ઘટાડો થયો નથી. હાલ વધતા જતા કોવિડ 19ના કેસને નિયંત્રિત કરવામાં પણ મોટી મદદ મળશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સહિત દેશભરમાં કોરોનાએ ફરી માથું ઉંચકતા હાહાકાર મચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં સૌથી વધુ 1961 કેસ નોંધાયા છે. એમાં પણ સૌથી વધુ સુરતમાં 628 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે કોરોનાનાં કેસ રાજયમાં 10 હજારને નજીક પહોચી ગયા છે. રાજકોટ, સુરત, વડોદરા અને અમદાવાદ એમ આ ચાર મહાનગરો સ્થિતિ ચિંતાજનક બની છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 558, વડોદરામાં 184 જયારે રાજકોટમાં 168 કેસ નોંધોયા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 2,94,130 લોકો સંક્રમિત થઈ ચૂકયા છે. આ દહેશત વચ્ચે આગામી સપ્તાહથી કોરોના વધુ વકરશે તેવો ભય છે. મુખ્યમંત્રી વિજયરૂપાણીએ પણ આ અંગે ચિંતા વ્યકત કરી લોકોને ચુસ્ત નિયમ પાલન માટે અપીલ કરી છે. એસબીઆઈના રિપોર્ટ મુજબ આગામી 15 એપ્રીલથી કોરોના વધુ તરખાટ મચાવશે.

આવકવેરા વિભાગના અધિકારીઓને પણ કોરોના: એક સાથે ર7 પોઝિટિવ

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં કોરોના સતત પગ પેસારો કરી રહ્યો છે. દરરોજ કોવિડ કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે હવે આવકવેરા વિભાગમાં પણ કોરોનાએ દસ્તક દેતાં જોખમ વધુ વધ્યું છે. વડોદરા ઈન્કમટેક્સ ઓફિસમાં કોરોના વિસ્ફોટ થયો છે. એક સાથે 27 અધિકારીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. આવકવેરા વિભાગના આ તમામ કર્મચારીઓ ક્વોરન્ટાઇનમ થયા છે. તો વડોદરાની આવકવેરા વિભાગની ઘણી કચેરીઓને શીલ પણ કરી દેવામાં આવી છે. ઇન્કમટેક્સ

એમ્પ્લોઈઝ ફેડરેશનના સચિવ ગણેશ જોષીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે 27 અધિકારીઓ જે કરોના પોઝિટિવ નોંધાયા છે એમાંના મોટાભાગના કર્મચારીઓ આઈટીના જ્યૂડીકશનલ રેન્જના છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.