Abtak Media Google News

દેશમાં જૂન માસમાં સરેરાશ ૧૫૧.૧ એમએમ વરસાદ પડે છે: વર્ષ ૧૯૨૦, ૧૯૨૩, ૧૯૨૬, ૨૦૦૯ અને ૨૦૧૪ની જેમ આ વર્ષે જૂન માસમાં સૌથી ઓછો ૯૭.૯ એમએમ વરસાદ નોંધાયો

કૃષિ પ્રધાન દેશ ભારત માટે ચોમાસુ  વરસાદ ખેતી, ર્અતંત્ર અને સમાજ જીવન માટે સંજીવની સમાન છે. સામાન્ય રીતે ચોમાસુ મહિનાી શરૂ થથથયેલ ગણાય છે. ત્યારે આ વર્ષે ચાલી રહેલા જૂન મહિનામાં વરસાદ ન આવતા ૨૦૧૯નો જૂન મહિનો દેશ માટે છેલ્લા ૧૦૦ વર્ષમાં ઓછો વરસાદ થથયેલ  જૂન માસ પૈકીનો એક બન્યો છે. આ વર્ષે જૂન મહિનામાં દેશમાં સરેરાશ ૩૫% થી પણ ઓછો વરસાદ નોંધાયો છે. હવે એકાદ દિવસમાં જૂન મહિનો પુરો થવાનો છે ત્યારે હજુ સારો વરસાદના કોઈ સંકેતો દેખાતા નથી.

જૂન મહિનાની સાથે વર્ષની તવારીખમાં સદીમાં પાંચ સૌથી વધુ ઓછા વરસાદવાળા જૂન મહિનાની જેમ આ વર્ષે પણ જુનમાં સરેરાશ કરતા પણ ઓછો વરસાદ નોંધાયો છે. આ વર્ષે સમગ્ર દેશમાં જૂન માસમાં સરેરાશ ૧૫૧.૧ મીમી વરસાદની જગ્યાએ માત્ર ૯૭.૯ મીમી વરસાદ ૨૮મી જૂન સુધી નોંધાયો છે. ૧૯૨૦ થી આ વર્ષે સુધીની તવારીખમાં અત્યાર સુધી દેશનો ૧૫૧.૧ મીમીથી ઓછા વરસાદ વાળા મહિનાઓમાં ૧૯૨૦માં ૧૧૨ મીમી, ૨૦૦૯માં ૮૫.૭ મીમી, ૨૦૧૪માં ૯૫.૪ મીમી, ૧૯૨૬માં ૯૮.૭ મીમી અને ૧૯૨૩માં ૧૦૨ મીમી નોંધાયો છે. આ તવારીખમાં આ વખતે માત્ર ૯૭.૯ મીમી વરસાદ નોંધાયો છે.

વર્ષ ૨૦૦૯ અને ૨૦૧૪ના ચોમાસાઓ અલનીનો પ્રભાવમાં આવતા જૂન મહિનાની વરસાદ સાયકલ અસરગ્રસ્ત બની હતી. અલનીનો પ્રભાવને કારણે પૂર્વ અને મધ્ય પ્રશાંત મહાસાગરનું તાપમાન સામાન્ય કરતા વધી જવા પામ્યું હતું. આ વર્ષે હવામાન વિભાગે ચોમાસાના વાતાવરણમાં અલનીનોની અસરના કારણે પ્રારંભીક તબક્કો વિલંબી શરૂ થાય તેવી આગાહી કરી હતી.  અલબત વાવાઝોડા વાયુની ઉભી યેલી હંગામી અસરને કારણે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આવેલા વરસાદને સામાન્ય ચોમાસાનો સામાન્ય વરસાદ તરીકે ગણી ન શકાય. જો કે, બંગાળના અખાતમાં રચાનારા હવાના હળવા દબાણી સંભવિત રીતે આવતીકાલ તા.૩૦થી ચોમાસુ આગળ વધે અને ઓરિસ્સાી મધ્ય ઉત્તર પશ્ચિમ ભારત તરફ આગળ વધીને જુલાઈના પ્રમ અઠવાડિયાથી વરસાદ વરસાવે તેવી આશા ઉભી થઈ છે. ભારતીય હવામાન વિભાગના વરિષ્ઠ અધિકારી  સાીદેવીએ જણાવ્યું હતું કે, જૂન ૩૦ પછી સારા વરસાદની આશા ઉભી થઈ છે. મધ્ય ભારત અને ગુજરાત મધ્યપ્રદેશ અને વરસાદની વંચિત રહી ગયેલા વિસ્તારામાં સારો વરસાદ થશે.

સમુદ્રના હવાના હળવા દબાણી જુલાઈ મહિનામાં સારૂ ચોમાસુ વરસ છે તેમ જણાવીને ઉમેર્યું હતું કે, અત્યાર સુધીમાં ૧૦૦ વર્ષના સમયગાળા દરમિયાન ઓછા પડેલા વરસાદ વાળા માસમાં વર્ષ ૨૦૦૯, ૨૦૧૨, ૨૦૧૪ અને ૨૦૧૯નો જૂન મહિનામાં ઓછા વરસાદ નોંધાયો હતો. જૂન મહિનામાં સારો વરસાદ ન નોંધાતા દેશમાં ભૂગર્ભ જળની સપાટી ડુકવા લાગી છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં વરસાદની ખેંચ ઉભી થઈ છે. છેલ્લા દસ વર્ષમાં આ વર્ષનો જૂન મહિનો પાણી માટે મુશ્કેલ બન્યો છે. આ વર્ષનો જૂન મહિનો અશંત: દેશ માટે મુશ્કેલીરૂપ પુરવાર થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.