Abtak Media Google News

લીંબડીમાં શિવ આશિષ સોસાયટીમાં ધોળા દિવસે રહેણાકના મકાનમાં તસ્કરોએ તાળા તોડી લુંટ કરી હતી. શિવ આશિષ સોસાયટીમાં રમણિકભાઇ હરજીવનભાઇ દલવાડી ના મકાનમાં સાંજે ૪ થી ૬ વાગ્યાનાં સમય દરમ્યાન મકાન ખાલી અવસ્થામાં હોઇ તાળા તોડી લુંટની ઘટના સામે આવી છે. તસ્કરોએ આશરે ૧ સોનાની ચેઇન દોઢ તોલા, સોનાની બુટી, સોનાનો હાર, નાકની ચુક-પ, ચાંદીનો કનદોરો ૧ તેમજ રોકડમાં ૮૦,૦૦૦/- રકમ તસ્કરો ઉઠાવી ગયા હતા. લીંબડી પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.