Abtak Media Google News

જામજોધપુરની શાળાના વિદ્યાર્થીઓ નર્મદા પ્રવાસે જતી વેળાએ અકસ્માત

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના પાણશીણા ગામના પાટિયા પાસે આવેલા દેવપર ગામના પાટિયા પાસે જામજોધપુર ગામેથી શાળાની બસ વિદ્યાર્થીઓને લઈ અને નર્મદા ખાતે જઇ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાતા ૧૫ વિદ્યાર્થીઓને ઇજા

7537D2F3 25

લીંબડી તાલુકાના પાણશીણા ગામના પાટિયા પાસે જામજોધપુર ગામેથી નર્મદા પ્રવાસમાં જઈ રહેલા વિદ્યાર્થીઓની બસને ડમ્પર સાથે અકસ્માત સર્જાતા સર્જાયેલા અકસ્માત ડમ્પર પલટી મારી ગયું હતું જ્યારે ખાનગી બસમાં રહેલા વિદ્યાર્થીઓ માં પંદર જેટલા વિદ્યાર્થીઓને ઈજાઓ પહોંચતા તાત્કાલિક ધોરણે ૧૦૮ ના માધ્યમ થકી લીંબડી ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે ત્યારે ઘટના સ્થળ ઉપર પાણશીણા ગામ ની પોલીસ પહોંચી અને રોડ રસ્તા વચ્ચે સર્જાયેલ ટ્રાફિકમાં બંને વાહનોને સાઈડમાં ખસેડી અને સર્જાયેલો ટ્રાફિક પૂર્વવત કરવામાં આવ્યો છે ત્યારે આ ખાનગી ટ્રાવેલ્સની બસ જામજોધપુર ગામ ખાતેથી નર્મદા ખાતે વિદ્યાર્થીઓને લઈ અને પ્રવાસમાં જતી હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે લીંબડી ના પાણસીણા ગામના પાટિયા પાસે આવેલા દેવપુરા ગામના પાટિયા પાસે આ ખાનગી ટ્રાવેલ્સની બસ ને સામેથી આવતા ડમ્પરના ચાલકે ડમ્પર ઉપરનો કાબૂ ગુમાવતાં ધડાકાભેર બસ સાથે અથડાયું હતું અથડાયા બાદ રોડ રસ્તા ઉપર જ ડમ્પર પલટી મારી ગયું હતું જયારે બસમાં બેઠેલા વિદ્યાર્થીઓ માં કેટલા વિદ્યાર્થીઓને ઇજાઓ પહોંચેલ છે જ્યારે હાલમાં આ પંદર જેટલા વિદ્યાર્થીઓ સારવાર માટે લીમડી હોસ્પીટલ ખસેડવામાં આવ્યા છે ત્યારે પાણશીણા ગામ ની પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધવા અને અકસ્માત અંગેની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.