Abtak Media Google News

ગુજરાત માં કેટલાક વર્ષ થી ખેડૂતો માટે નો પ્રશ્નો પેચીદો બન્યો છે આ બાબતે ગુજરાત સરકારે કોઈ પ્રશ્ન ઉકેલી નથી શક્તિ અને ખેડૂત દિવસે દિવસે દેવાદાર અને પાયમાલ બની રહયો છે અને રોજે રોજ ખેડૂત આત્મવિલોપન બનાવો વધી રહીયા છે જો ગુજરાત માં ખેડૂતો ના દેવુ માફ કરે, ખાતર બિયારણ, દવા ના ભાવ નિયંત્રણ કરે, પાણી, સિંચાઈ,  સમયસર ટેકના નો ભાવ જાહેર કરી ખેડૂતોને પોષણક્ષમ ના ભાવ મળી રહે અને પાક વિમાનો લાભ મળે તેમ્હ વિવિધ પ્રશ્નો અંગે રજુઆત કરવામાં આવી હતી.

અને લીંબડી કિસાન ખેડૂત સમિતિ દ્વારા લીંબડી પ્રાંત અધિકારી આપવામાં આવેદન પત્ર આપવામાં આવ્યું હતું  અને જો અમારા વિવિધ પ્રશ્નો નો ગુજરાત સરકારશ્રી દ્વારા જલ્દી થી હલ નહિ કરવામાં આવે તો અમો ઉગ્ર માં ઉગ્ર આંદોલન કરીશું તેવી ચીમકી આપી.

આ આવેદન પત્ર માં લીંબડી કિશાન ખેડૂત સમિતિ ના પ્રમુખ ભગીરથસિંહ રાણા, કિશોરસિંહ રાણા, નયનસિંહ રાણા, મનહરસિંહ રાણા, ઠાકરશીભાઈ કોળી પટેલ, રાજુભાઈ પટેલ, જયપાલસિંહ ઝાલા, મયુરસિંહ રાણા, બળદેવભાઈ કોળી પટેલ, ધરમશીભાઈ જ્તાપરા, ઈલેશભાઈ ખાંદલા, રઘુભા ઝાલા, મુન્નાભાઈ ડેરીવાળા તેમજ લીંબડી તાલુકા માંથી કિસાન ખેડૂતો મોટી સઁખિયા માં ઉપસ્થિત રહીયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.