Abtak Media Google News

લીંબડી તાલુકાનાં બોરાણા,ઉધલ, બોડીયા, તથા  ગ્રામ્ય તેમજ લીંબડી નગરપાલિકા વિસ્તારમાં પરિભ્રમણ કરી રહેલ એકતાયાત્રાનું  બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ  લોકો દ્વારા  ફૂલહાર કરી  ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દેશની એકતા- અખંડિતતા અને સુરક્ષા માટે  સરદાર વલ્લભભાઇ પટેલનું  આગવું યોગદાન રહયું છે.  અખંડ ભારતના ઘડવૈયા સરદાર પટેલ સાહેબને સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા વૈશ્વિક શ્રધ્ધાંજલિ અપાઇ રહી છે.

આ પ્રસંગે જિલ્લાના સાસંદશ્રી દેવજીભાઇ ફતેપરાએ જણાવ્યું હતુ કે વિશ્વની સૌથી ઉંચી ૧૮૨ મીટરની ઉંચાઇ ધરાવતી  સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા  સરદાર સાહેબની પ્રતિમાને અપાયેલી વિરાટ શ્ર્ધ્ધાંજલિ છે.આ પ્રસંગે  જિલ્લના પદાધિકારીઓ, અધિકારીઓ તથા બહોળી સંખ્યામાં ગામલોકો ઉપસ્થિત રહયાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.