Abtak Media Google News

મોટાભાગના યુવા વર્ગની સરકારી નોકરી પાછળ દોટ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવા માટે વિદ્યાર્થીઓ ઉંધામાથે

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતા કલાસીસ હંમેશા વિદ્યાર્થીઓથી છલકાતા રહે છે

તિવ્ર હરિફાઈ વચ્ચે પણ યુવા વર્ગમાં સરકારી નોકરીનો જબરો ક્રેઝ જોવા મળી રહ્યો છે. મોટાભાગનો યુવા વર્ગ સરકારી નોકરી મેળવવા માટે ઉંધામાથે થઈને તન તોડ મહેનત કરી રહ્યો છે.9999 સ્પર્ધાત્મક પરીક્ષાને કિલયર કરવા માટે વિદ્યાર્થીઓ કલાસીસનો આશરો લેતા હોય છે. ત્યારે આ કલાસીસ પણ વિદ્યાર્થીઓની મોટી સંખ્યાથી છલકાઈ રહ્યા છે. વર્ષ ૨૦૦૦ પૂર્વે અને હાલના સમયની જો તુલના કરવામાં આવે તો સરકારી નોકરી કરવા ઈચ્છુક ઉમેદવારોની સંખ્યામાં પ્રચંડ વધારો થયો છે.1111 6 સામે ભરતીની સંખ્યા મર્યાદીત હોવા કારણે વિદ્યાર્થીઓમાં તીવ્ર હરિફાઈ થઈ રહી છે. જેથી નાની એવી જગ્યા માટેની પરીક્ષા પાસ કરવા માટે પણ વિદ્યાર્થીઓને સખત પરિશ્રમ કરવો પડે છે.

સૌરાષ્ટ્ર કચ્છનાં વિઘાર્થીઓ માટે અંગ્રેજીવિષય સૌથી મોટો પડકાર: ડો. વી.કે. રામાણી4 53રામણી ઇન્સ્ટ્રીટયુટના છે. વી.કે. રામાણીએ જણાવ્યું હતું કેહાલના સમયમાં જોવા જઇએ તો ખાસ કરીને તાજેતરમાં બહાર પડેલી હાઇકોર્ટ કલાર્કની પરીક્ષા છે. હાઇકોર્ટ આસિસ્ટન્ટ માટેની સૌથી મોટી પડકાર અત્યારે મારા દ્રષ્ટિકોણથી જોઇએ તો ગુજરાત ના વિઘાર્થીઓને ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છના વિઘાથીઓ માટે અંગ્રેજી વિષયને છે કેમ કે બે દિવસ પહેલા બહાર પડેલી હાઇકોર્ટ આસિસ્ટન્ટ ની પરીક્ષાનું ડિકલેરેશન એવુ આપવામાં આવેલું કે આખી સંપૂર્ણ પરીક્ષા અંગ્રેજી માઘ્યમમાં લેવામાં આવશે. હવે જે વિઘાર્થીઓ કયારેય પણ અંગ્રેજી માઘ્યમાં ભણેલા નથી બે ત્રણ વર્ષથી આ પરીક્ષાઓની તૈયારી કરે છે. પણ તે ગુજરાત માઘ્યમમાં તૈયારી કરે છે.

હવે તે વિઘાર્થીઓને એમ.સી.કયુ. પરીક્ષા પછી જે લીખીત પરીક્ષા આપવાની હોય ત્યારે વિઘાર્થીઓને અંગ્રેજી વાંચવામાં પણ તકલીફ પડે છે. હવે તે વિઘાર્થીઓ અંગ્રેજી લખી કેવી રીતે શકશે. માટે જે અંગ્રેજી વિષયની તૈયારી વ્યવસ્થિત કરવામાં આવશે તો આવી પરીક્ષાઓ પાસ કરવામાં સરળતા રહેશે માટે જયારે તે વિઘાર્થી એસ.એસ.સી. અને યુપીએસસી જેવી પરીક્ષાઓની તૈયારી સૌરાષ્ટ્ર કચ્છના વિઘાર્થીઓ માત્ર અંગ્રેજી ન આવડવાથી તૈયારી કરી શકતા નથી માટે આ પડકારને પહોંચી વળવા માટે અંગ્રેજી વિષયનીતૈયારી કરવી જરુરી છે.

સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવા માટે સૌપ્રથમ વિઘાર્થીઓના ડેડીકેશનની જરુર હોય છે. કારણ કે ડેડીડેશન વગર કોઇપણ પરીક્ષા પાસ કરી શકાતી નથી. વિઘાર્થી તૈયારી કરે છે જયારે તેનો મિત્ર તૈયારી કરે છે. અથવા તેના પેરેન્ટસ કરે છે તે માટે તૈયારી કરતા હોય છે.

જો વિઘાર્થીમાં ડેડીકેશન હશે તો વિઘાર્થી ગંભીર હશે અને જો તે તૈયારી વ્યવસ્થિત કરતો હશે કારણ કે અત્યારે હરિફાઇ વધુ છે. અને આવી મોટી હરિફાઇમાં જો વિઘાર્થીએ પાસ થવું હોય તો ડેડીકેશન હોવું જરુરી છે. ડેડીફેશનની સાથે ડિસિપ્લીન અને શિસ્ત એટલે વાંચનની સેસમાં કઇ વસ્તુ વાંચે છે કેટલું વાંચે છે અને તેનું આઉટયુટ કેટલું મળે છે તે સેલ્ફ ઇવેલ્યુસન કેવું કરે છે. આ બધી વસ્તુઓ છે તે ખાસ મહત્વ ધરાવે છે.

એકઝામ પાસ કરવામાં કરવા કરવા રાજયની જરુરીયાતો અલગ અલગ હોય છે. દાખલા તરીકે યીપીએસસી દ્વારા લેવામાં આવતી સિવીલ સર્વીસીસ એકઝીમીનેશન નો સ્પષ્ટ ક્રાઇટેરીયા છે કે ઓપન કેટેગરીના લોકો ૩ર વર્ષ સુધી એકઝામ આપી શકે છે. ઓબીસીના કેન્ડીડેટસ ૩પ વર્ષ સુધી એકઝામ આપી શકે છે. અને એસ.સી., એસ.ટી. ના ઉમેદવારોએ ૩૭ વર્ષ સુધી એકઝામ આવી શકે છે. એની કમ્પેરીઝનમા

ગુજરાતી જીપીએસસી પરીક્ષા લેવાય છે. તેમાં વયમર્યાદા અલગ છે. આ વખતને પરીક્ષામાં ૩પ વર્ષની વયમર્યાદા આપવામાં આવી હતી. છેલ્લા ઘણા વર્ષોથી જીપીએસસી એકઝામ આવે નહોતી સ્ટેટ પીસીએસ લાંબા સમય સુધી ક્ન્ડકટ ના થઇ હોય તો તે બે થી પ વર્ષ વિઘાર્થીને વધારે આવે છે. જેથી ભૂતકાળમાં જેની વયમર્યાદા પૂરી થઇ ગઇ છે. તો તે લોકોને મોકો મળી શકે તેટલા માટે વયમર્યાદા જુદી જુદી હોય છે.

પરીક્ષાના પડકાર સામે વિજય મેળવવા મનની મજબુતાઈ અનિવાર્ય: કૃષ્ણકાંત દુબે7 34મહિન્દ્રા કલાસીસના કૃષ્ણકાંત દુબેએ જણાવ્યું હતુ કે, જો આપણે પડકારો વિશે વાત કરીએ સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય છે. તેના માટે મન મજબુત હોવું જોઈએ કેમકે એક કહેવત છે કે મનનો જીતે જીત અને મનના હારે હાર તો આપણે પહેલા મનથી મજબૂત હોવું જોઈએ જો મનથી મજબૂત હોય તો આપણે કોઈપણ પડકાર સામે વિજય મેળવી શકીએ.

નાના નાના ચેન્જીસ તમને બહુ આગળ લઈ જાય છે. જેમકે વિદ્યાર્થી ટાઈમટેબલ પ્રમાણે તૈયારી કરીએ કે અમારે બે કલાક વાંચવાનું છે જે રોજ કરવાનું છે તો ડેઈલી નેઝીસ પર ગેપ કરી રીડીંગ કરી દરેક વિષયને પૂરતો સમય આપીએ તો તેમાં સફળ થ, શકાય. એટલે પ્લાનીંગ બહુ જરૂરી છે.

અધિકારી બનવાથી સમાજમાં બહુ ફેરફાર લાવી શકાય જેમકે હું કહું કે હું એક આઈએએસ ઓફીસર છું તો આજે મારા પાસે સમાજમાં સુધાર કરવા બહુ વસ્તુઓ છે. એક સાદો વ્યકિત જે કોઈપણ પદ પર નથી પણ એજ ચેન્જ કરી લાવવાનું વિચારે છે. તે લખક્ષ નહિ કે કોઈ દિવસ કેમકે તેની પાસે પાવર નથી અને કોશિષ પણ કરે તો વચ્ચે રૂકાવટ આવી જાય પણ જયારે તે પોતે આઈએએસ ઓફીસર બને ત્યારે એમને પ્રમાણીત રીતે સોલ્યુસન આપી શકે છે. એના માટે રૂલ બનાવી શકે છે.

બેંકની આઈબીપીએસની એકઝામ આખા વર્ષનું ટાઈમ ટેબલ પહેલાથી જ નકકી હોય છે. તેની વેબસાઈટ પર જઈને આપ જોઈ શકશો. કે કેટલી એકઝામ કયારે આવશે.જે દિવસ પર હોય તે દિવસ વર જ પરીક્ષા લેવાય છે.

સિઝનલ નહિ લાંબા સમયની તૈયારીથી પરીક્ષા પાસ થઈ શકે: સંકેત ભાઈ6 33જે.જે. ટયુટીરીયલનાં સંકેતભાઈએ જણાવ્યુંં હતુ કે, મોટાભાગે પડકારો વચ્ચે વિદ્યાર્થીઓ ગંભીર હોતા નથી વિદ્યાર્થીઓ સિઝનલ પ્રિપેરેશન કરે છે ફોર્મ આવે પછી જાગે, પછી તૈયારી કરવાનું ચાલુ થાય અને એની સામે બીજા રાજયના લોકો આખા વર્ષથી તૈયારીઓ કરતા હોય છે. આપણા વિદ્યાર્થીઓ બંધ વધુ કરી દે છે. એક બે પરીક્ષાઓ આપે ને પરિણામ ન આવે એટલે મૂકી દે છે. હરિફાઈ વધુ તેમ તમારે એ પણ વિચારવું પડે કે જે સીરીયસલી પ્રિપેરેશન કરતા વિદ્યાર્થીઓ ઘણા બધા વધારે હોય તો તમારો સફળતાનો ભાગ તેની સામે ઘટી જાય. એટલે લાંબો સમય પ્રિપેરેશન કરવા વાળા છોકરાઓનો સફળતાનો ભાગ વધુ હોય છે

. એનો મતલબ એવો નથી કે લાંબો ટાઈમ કરવા વાળા જ કલીયર પરીક્ષાઓ કરતા હોય છે. પણ તેનો એક સમય હોય સામાન્ય રીતે જો બેંકની પરીક્ષાઓ હોય તો અમે વિદ્યાર્થીઓને કહેતા હોય કે ૩ મહિના રોજ ૮ કલાક ભણો તો પાસ થઈ શકો ૮ નેબદલે જો ૫ કલાક થાય તો છ મહિના લાગે ને બે કલાક થાયતો ૧૨ મહિના સમય લાગે. છોકરાઓને એવું કે ત્રણ મહિના કીધા એટલે ત્રણ મહિનામાં પાસ થવું જોઈએ ઈનપુટ કેટલુ આવ્યું તે જોતા હોય નહિ બીજો પડકાર છે કે પ્રોપર ગાઈડન્સ અવેલેબલ હોવું જોઈએ પ્રોપર મટીરીયલ વાંચવું જોઈએ અને દિલ્હીમાં હું યુપીએસસીનું ભણાવવા જાવ છું ત્યાં એક કહેવત છે કે કયા પઢના હે ઈસસે જયાદા જરૂરી હે કી કયાં નહી પઢના હે તો શું નથી વાંચવું એ વધુ જરૂરી છે. તમે કોઈપણ મટિરિયલની દુકાન પર અમદાવાદમાં જશો કે દિલ્હી જશો તો ઘાંઘા થઈ જશો.

તેટલુ મટિરિયલ અવેલેબલ હોય છે. બધુ લેતો પૈસાની દ્રષ્ટીએ પણ મોંઘુ પડે અને આટલી બધી વસ્તુ વાંચવાનો સમય કયાંથી કાઢશે તો સૌથી વહેલી જરૂરી વસ્તુ સાચુ વાંચવું પ્રોપર ગાઈડન્સ મળવું જોઈએ અને પ્રોપર દિશામાં ગાઈડન્સ મવું જોઈએ હાર્ડવર્કની સાથે સ્માર્ટવર્ક પણ જ‚રી છે.

સૌથી પહેલુ પગલુ છે ન્યુઝ પેપરનું ને અત્યારે આપણે યુવાનોમા જોઈએ છીએ કે ન્યુઝ પેપર વાંચવાનું પ્રમાણ ઘટતુ જાય છે. અમે લોકો કઈ કઈ ને થાકી જતા હોય છે. છતા પણ ન્યુઝ પેપર વાંચતા નથી હોતા માત્ર રેફરન્સ બુક જ વાંચી મટીરીયલને બીજા સોર્સ તરીકે ઉપયોગ કરો.

માત્ર તેના પર આધાર ન રાખો. તેમાં પાછુ સૌરાષ્ટ્રના છોકરાઓની આળસ જવાબદાર હોય છે. દિલ્હીમાં ભણાવવું બહુ અધ‚ ને રીઝલ્ટ લાવવું બહુ સહેલુ અને રાજકોટમાં ભણાવવું વધુ સહેલુ કમેકે તેમને ખબર જ ના હોય તેવા વિદ્યાર્થીઓમાં રીઝલ્ટ લાવવું બહુ અધરૂ વિદ્યાર્થીઓ પોતે અર્વર થાવાનું હોય છે. તો તમે જો કયાંય ૮ કલાક જોબ કરતા હોય તો તેની સાથે ભણવાનું ઈમ્પોસીબલ થઈ જવાનું છે. પણ તે છૂટી શકે તેમ નથી. તેની સામે યુપી બિહારના છોકરાઓ મા-બાપ કરજો લઈને પણ તૈયારી કરે છે. અને ઈન્ડિયાના સૌથી અમીર રાજયના છોકરાઓ પ્રાઈવેટ જોબ લઈને ભવિષ્ય બગાડે છે.

હાલ તલાટીની પરીક્ષા ૧૯૯૯ પૂર્વેની જીપીએસસી જેટલી તૈયારી માંગે છે: હિરેન પિત્રોડા1 106એકયુરેટ એકેડમીના હિરેન પિત્રોડાએ જણાવ્યું હતું કે, સ્પર્ધાત્મક પરીક્ષા પહેલા પાસ કરવી સહેલી હતી. ૧૯૯૯ પહેલા અને ત્યારે આવેલી જીપીએસસી સહેલી હતી તેટલી મહેનત અત્યારે તલાટીની પરીક્ષાઓમાં કરવી પડે છે અને તેના માટે સિલેબસની વાત કરીએ તો કોઈપણ પરીક્ષામાં વિદ્યાર્થીઓ ઘણી વખત વિવિધ પરીક્ષા માટે અલગ-અલગ કોચિંગ કલાસ ભરતા હોય છે પણ સામાન્ય રીતે જોઈએ તો મોટાભાગનો કોર્ષ સરખો આવે છે.

દા.ત. જી.કે. તો તેમાં ગુજરાતની ભારતની ભુગોળ, ગુજરાત અને ભારતનો ઈતિહાસ, ગુજરાત અને ભારતનો સાંસ્કૃતિક વારસો, ગુજરાતી વ્યાકરણ, સાહિત્ય, અંગ્રેજી વ્યાકરણ, રીઝનીંગ, મેથ્સ આ બધા વિષયો મોટાભાગની પરીક્ષાઓમાં આવતા હોય છે. પછી જો તમે પીએસઆઈ અને કોન્સ્ટેબલની તૈયારીમાં ફકત લો જ એકસ્ટ્રા કરવુ પડે છે. જો તમે ટેટ, ટાટની તૈયારી કરી રહ્યા છે. તો ફકત સાઈકોલોજી જ કરવાનું હોય છે.

મોટાભાગના સિલેબસ જોઈએ તો સરખા જ છે. એકવાર તૈયારી આ રીતે કરી લેતો હોય તો પછી વારંવાર તૈયારી કરવાની જરૂર રહેતી નથી. પણ એ તૈયારી વ્યવસ્થિત અને ઉંડાણપૂર્વક કરવી પડે છે અને આ સિવાય મે તમારે જીપીએસસી જેવી તૈયારી કરવીહોય તો તેમાં વધારે ઉંડાણથી કરો તેમાં પણ વિશ્વની ભુગોળ, ઈકોનોમી છે આવા નાના ના ટોપિકસ વધારાના આવતા હોય છે. કોઈપણ વિદ્યાર્થીઓ જો તૈયારી કરવી છે તો આ બધા જ વિષયોની જો પાયાથી તૈયારીઓ કરે તો એને જે જોબ મેળવવી છે અને પડકારો ઘણા બધા છે. આપણને ખબર છે કે કોઈપણ પરીક્ષા આવે તો ૫ થી ૬ લાખ ફોર્મ ભરાય છે એની સામે જગ્યાઓ તો બહુ ઓછી હોય છે. આ તૈયારી મુળથી અને સતત કરશું તો ત્યાં સુધી પહોંચી શકાય છે.

આ પરીક્ષાઓ માટે સતત અને સતત તૈયારી અને પેપર સોલ્વ કરી. વિદ્યાર્થીઓ અત્યાર સીધી જ એમ.સી.કયુ.ની બુક લઈ આવે છે. એમ.સી.કયુ.એ પ્રેકટીસની વસ્તુ છે તે તમે કયારે કરી શકે જયારે તમે બધા જ સબજેકટને વ્યવસ્થિત વાંચી કરો અને ખાસ કરી તેના માટે ૬ થી ૧૦ ધોરણનું સામાજિક વિજ્ઞાન કરો તેમાં મોટાભાગનું જનરલ નોલેજ આવી જતું હોય છે. ગુજરાતી વ્યાકરણ ૧૨ ધોરણ સુધી કરી નાખો આ રીતે અંગ્રેજીમાં કરો એટલે આ રીતે તમે પાયાથી તૈયારી કરો ત્યારબાદ દરેક વિષયની આવી રોજરોજ એમસીકયુ ટેસ્ટ ઘરે આપવાની શરૂઆત કરો.

કારણકે વિદ્યાર્થીઓ જયારે પરીક્ષા દઈને ઘરે આવે છે તે ત્રણથી ચાર પ્રશ્નો આવડતા હોવા છતાં ખોટા લખે છે તેનું કારણ તેમણે પ્રેકટીસ નથી અને જો સીધા એમસીકયુ વાંચશો તો તે ગોખણપટ્ટી થઈ અને તે બધા જ યાદ રહેવાના નથી. વિદ્યાર્થીઓ શું વિચારતા હોય છે કે ટાર્ગેટ રાખે છે કે આજે મારે ૧ કલાકમાં આ લીથો પુરો કરી નાખવો છે. ૧ દિવસમાં આ બુક પુરી કરી નાખવી છે પણ એવો કોઈ ટાર્ગેટ નથી રાખતા કે એક દિવસમાં ચારે આટલા ટોપીક મોઢે કરી નાખવા છે એટલે વિદ્યાર્થીઓએ ખાસ વાંચવાનો ટાર્ગેટ નહીં યાદ રાખવાનો ટાર્ગેટ રાખવાનો હોય છે.

અખબારનું ધ્યાનપૂર્વક વાંચન પરીક્ષામાં ખુબ ઉપયોગી: નિકેશ શાહ3333 3સૌરા.યુનિ.ની સીસીડીસીના હેડ નિકેશ શાહે જણાવ્યું હતુકે સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવા માટે ખાસ કરીને જનરલ સ્ટડી તેની અંદર ઈતિહાસ, ભૂગોળ, ઈકોનોમીકસ આ બધી બાબતો જેને આપણે સામાન્ય જ્ઞાન કહીએ છીએ તે આવે ગણીત, અંગ્રેજી અને ગુજરાતી ગ્રામર આવે જો પરીક્ષા રાજય કક્ષાની હોય તો જો રાજયની બહારની પરીક્ષાઓમાં અંગ્રેજી ગ્રામર આવે ખૂબજ અગત્યનું જે મીસીંગ છે યુવાવર્ગમાં કે પરીક્ષા પાસ કરવામાં નિષ્ફળતા મળતી હોય તો એ પ્રતિમાન પ્રવાહ છે. પ્રવર્તમાન પ્રવાહનું જ જનરલ નોલેજ પૂછાય છે. અને જો ન્યુઝ પેપર નેબહુ ઝિણવટપૂર્વક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમાચારો પર યુવાનોએ કોન્સનટ્રેટ કરી પોતાની નોટસ બનાવતા હોય તો સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવી સહેલી પડે.

સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવા સિસ્ટમેટીક એપ્રોચ છે જે સ્કુલ લેવલની જે ૫માં ધોરણનાં પુસ્તકો ૧૨ ધોરણ સુધીના વાચે તો તેમને બેકગ્રાઉન્ડ મળી જાય છે. અને તમે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા જોશો તોદરેક સિલેબલ્સને નીચે લખેલું છે કે અંગ્રેજી ગ્રામર ધો.૧૦ સુધીના લેવાનું તેવી જરીતે બધા વિષયો એટલે સ્પર્ધાત્મક પરીક્ષા માટે ૫માંથી ૧૨માં ધોરણનું જે જ્ઞાન ખૂબજ અગત્યનું છે. તો જાગ્યા ત્યારથી સવાર તો પહેલા આ પાઠયપુસ્તકો છે તે બધાનું કમ્પાઈન રીડીંગ કરવામાં આવે તો સારી રીતે તૈયારી કરી શકાય.

દરેક રાજયનું પોતાનું બંધારણ હોય. દરેક રાજયની રાજય સરકાર હોય તેને જે સેવાઓની જરૂર હોય તે પ્રમાણે અધિકારીઓની આવશ્યકતા હોય તો તેમને સંખ્યા પૂરતી પ્રાપ્ત થતી ના હોય. જેટલી સીટ હોય તે માટે ગુણવતા વાળા ઉમેદવારો પ્રાપ્ત ન થતા હોય તે માટે રાજય સરકાર તેમના મુજબ વય મર્યાદામાં ફેરફાર કરતી હોય છે. એટલે બીજા રાજયોમા વયમર્યાદા અલગ અલગ હોય શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.