Abtak Media Google News

સામાજિક કાર્યકરે જિલ્લા કલેકટરને રજુઆત કરી યોગ્ય કરવાની માંગ ઉઠાવી

મોરબી તાલુકા સેવા સદન કચેરીમાં પછાત વર્ગના લોકોને જાતિના દાખલા કાઢવામાં મુશ્કેલી પડતી હોવાની અનેક ફરિયાદો ઉઠી છે. ત્યારે આ અંગે એક સામાજિક કાર્યકરે જિલ્લા કલેકટરને રજુઆત કરીને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Advertisement

સામાજિક કાર્યકર રાજુભાઇ દવેએ જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી કે મોરબી તાલુકા સેવા સદન કચેરીમાં સામાન્ય ગરીબ વર્ગના લોકોને જાતિના દાખલા કઢાવવામા ભારે મુશ્કેલી પડી રહી છે. સામાન્ય વર્ગના લોકો પાસે જાતિના દાખલા કઢાવવા માટે જરૂરી આધાર પુરાવાઓ હોવા છતાં જવાબદાર અધિકારી તાનાશાહી ચલાવીને ગરીબ લોકોને વારંવાર ધક્કા ખવડાવે છે. તેમજ મહિલાઓને પછાતના દાખલા કઢાવવામાં હેરાન પરેશાન કરે છે.

હાલમાં સ્કૂલમાં પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે આવા દાખલા પ્રવેશ માટે જરૂરી હોય અને દાખલા કઢાવવામાં જવાબદાર તંત્ર હેરાનગતિ કરતું હોવાથી બાળકોને શાળામાં એડમિશન અટકી શકે છે. વધુમાં જણાવ્યું કે લોકો પોતાના કામધંધા બંધ રાખીને જાતિના પ્રમાણપત્ર કઢાવવા આવે છે. પરંતુ સંબંધિત અધિકારી દાદ ન દેતા હોવાથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. તેથી સામાન્ય વર્ગના લોકોને જાતિનાં પ્રમાણપત્ર કઢાવવામાં નિયમો મુજબ સરળતા રહે તેવી વ્યવસ્થા કરવા જિલ્લા કલેક્ટરને રજુઆત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.