Abtak Media Google News

રવિવાર સુધી ગરમીમાં થોડી રાહત રહેશે: ચોમાસાની  પ્રાથમીક ગતિવિધિઓ શરુ થઇ હોવાના કારણે સવારે ભેજનું પ્રમાણ વધુ હોવાથી વાદળછાંયુ વાતાવરણ રહે છે, માવઠાની સંભાવના નહિવત: હવામાન વિભાગ.

છેલ્લા દોઢ માસથી કાળઝાળ ગરમીનો સામનો કરી રહેલા સૌરાષ્ટ્રવાસીઓને આજે ગરમીમાં થોડી રાહત મળી હતી. ચોમાસાની પ્રાથમીક ગતિવિધિઓ શરુ થઇ જવા પામી છે. વહેલી સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ હોવાના કારણે વાદળછાંયુ વાતારવણ જોવા મળે છે.

જો કે દેશના અન્ય રાજયોની માફક ગુજરાતમાં કમૌસમી વરસાદની સંભાવના ખુબ જ નહિવત હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું. આગામી રવિવાર સુધી ગરમીમાં સામાન્ય રાહત રહેશે સોમવારથી તાપમાનનો પારો ફરી ઉંચકાશે.

આજે રાજકોટનું લધુતમ તાપમાન ર૬ ડીગ્રી સેલ્સીયસ નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૭ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૧૬ કી.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી. સવારે ૮.૩૦ કલાકે તાપમાનનો ૨૮.૨ ડીગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગનાં સુત્રોને જણાવ્યું હતું કે આગામી ૧૩મી મે સુધી સૌરાષ્ટ્ર સહીત રાજયભરમાં ગરમીમાં રાહત રહેશે.

અને મહમતમ તાપમાનનો પારો ૪૧ થી ૪ર ડીગ્રી વચ્ચે રહેશે સોમવારથી ફરી ગરમીનું જોશ વધશે અને ગરમીનો પારો ૪૩ થી ૪૪ ડીગ્રી સુધી ઉચકાશે હાલ દેશના ૧૦ થી ૧ર રાજયમાં છેલ્લા ત્રણ દિવસથી રેતીના તોફાન અને કમૌસમી વરસાદે આફત નોતરી છે. ત્યારે બધાના જીવ તાળવે ચોંટી ગયા છે.

કે અચાનક મોસમે મીજાજ બદલતા નૈઋત્વનાં ચોમાસાના માઠી અસર તો નહી થાય ને ? જો કે હવામાન વિભાગે ચોમાસાને માઠી અસર થશે તે વાત ના દેવ ઉડાડી દીધા છે. અને ચોમાસુ સામાન્ય જ રહેશે તેવું જણાવ્યું છે.

હવામાન વિભાગના સુત્રોએ વધુમાં ઉમેર્યુ હતું કે ચોમાસાની પ્રાથમીક ગતિવિધીઓ શરુ થઇ ગઇ છે. જે ને મી. મોનસુન એકિટવીટી ન કહી શકાય રાત્રીના સમયે પવનની દીશા ફરી જાય છે.

જેના કારણે સવારના સમયે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે રહે છે અને વાદળછાંયુ વાતાવરણ જોવા મળે છે. ગરમીમાં રાહત રહે છે. અને બફારાનો અનુભવ લોકો કરે છે બે ચાર કલાકે આવા વાતાવરણ બાદ ફરી તડકો નીકળ છે જે એક સામાન્ય પ્રક્રિયાને ગુજરાતમાં એકંદરે વાતાવરણમાં કોઇ પલટો આવ્યો નથી અને કમૌસમી વરસાદ કે માઠવાની કોઇ સંભાવના નથી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.