Abtak Media Google News

કોરોના મહામારીને કારણે  તેના પ્રિ-સ્કુલનો અભ્યાસ  કાચો રહી જતાં તેની શ્રવણ-કથન-લેખન ક્ષમતાસિધ્ધ કરાવવી જરૂરી

સમગ્ર રાજયમાં સને 20,21,22મા કોરોના  મહામારીને કારણે સૌથી મોટી અસર શિક્ષણમાં પડતા છાત્રોને  શિક્ષણ સિધ્ધી મેળવવામાં ઘણી તકલીફ પડી રહી છે.

સૌથીમોટી ખોટ નાના બાળકોને  પડી છે. કારણ કે  આ ત્રણ વષનાં ગાળાનાં પ્રિસ્કુલ ના બુનિયાદી  શિક્ષણનાં વર્ષોમાાં તેભણી શકયા ન હોવાથી  તે સાવ નબળા રહી ગયા છે.

પાયાના શિક્ષણની  કચાશ ઉપલા ધોરણમાં  હાલ નડતી જોવા મળતાં  તેને માટે વિશેષ   કાળજીની જરૂરીયાત   ઉભી થઈ છે.  જુન 2023માં 6 વર્ષ  પૂર્ણ કરતાં ધો.1માં પ્રવેશ મેળવવા તમામ છાત્રોને  તેના ધોરણસાથેના અભ્યાસક્રમ  ઉપરાંત તેને પ્રિ-સ્કુલનો અભ્યાસક્રમ કરાવવો પડશે.  નવી શિક્ષણ નીતિ ના પ્રથમ  પાંચ વર્ષનાં તબકકામાં  ત્રણ વર્ષ પ્રિ-સ્કુલ અને બે વર્ષ ધો.1-2 ના પ્રારંભીક  બાલ અભ્યાસક્રમનો છે.

નવા સત્રથી શિક્ષણમાં ઘણા બદલાવ આવી   રહ્યા છે. ત્યારે ધો.1ના  આ વિદ્યાર્થીઓને વધારાનો   સમય ફાળવીને   શિક્ષકો શાળા સંચાલકો આચાર્યોએ  ખાસ પ્રિતિપાત્ર બાળકો માટે  આયોજન કરવાની જરૂર છે. કોરોના કાળમાં આવા બાળકોનાં  શ્રવણ અને  કથન સાથે લેખનનાં કૌશલ્યોનો વિકાસ થયો નથી કે કાચો રહી જવા પામેલ છે.

આ સંદર્ભેના આયોજનમાં વિશેષ માર્ગદર્શનની  જરૂરીયાત હોય તો મો.નં. 98250 78000 ઉપર સંપર્ક  સાધવા જણાવાયું છે. બાળકોનાં   સંર્વાગી વિકાસ પરત્વે   અને જીવન કૌશલ્યોના વિકાસ બાબતે હવે સક્રિય કાર્ય  કરવાની તાતી જરૂરીયાત  છે. અભ્યાસ કાચો રહેવાથી વાંચન  ક્ષમતા પણ કાચી રહેતા  વિશેષ સંભાળની  જરૂર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.