Abtak Media Google News

5612 સરકારી શાળાને  મર્જ કરી દેવાય, 32 હજાર શિક્ષકોની જગ્યાઓ ખાલી, 1657 શાળા એક શિક્ષકથી  ચાલે છે

ગુજરાત ભારત માટે  મોડેલ સ્ટેટ છે તેથી ડંફાશો છાશવારે  હાંકવામાં આવે છે. પરંતુ  જમીની હકિકત   કંઈક અલગ છે.ભાજપમાં ચાલુ શૈક્ષણીક  સત્રમાં  એક લાખથીવધુ બાળકોને  અભ્યાસ છોડી દીધાની શંકા કોંગ્રેસ દ્વારા  વ્યકત કરવામાં આવી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કોક્ધવીનર અને પ્રવક્તા   હેમાંગ રાવલે આ અંગે વધુમાં જણાવ્યું  હતુ કે, ગુજરાત સરકાર દર વર્ષે શાળા પ્રવેશોત્સવના નામે તાયફા યોજી સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. શિક્ષણના બજેટ ફાળવણીમાં કરોડો રૂપિયાના મોટા મોટા દાવાઓ કરતી ભાજપ સરકાર ગરીબ-સામાન્ય-મધ્યમ વર્ગના બાળકોને શિક્ષણના અધિકારથી વંચિત રાખી રહી છે. એક તરફ શિક્ષણમાં ક્રાંતિકારી પહેલના નામે મોટી મોટી જાહેરાતો કરતી ભાજપ સરકારનો શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે. રાજ્યની 38000 સરકારી શાળાઓમાંથી 5612 સરકારી શાળાને ઓછી સંખ્યાના નામે મર્જ / બંધ કરવાનું પાપ કરવા આગળ વધતી ભાજપ સરકારમાં 32 હજાર શિક્ષકોની લાંબા સમયથી જગ્યાઓ ખાલી છે. 38 હજાર વર્ગખંડોની મોટા પાયે ઘટ છે. 1657 શાળા માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે. 14,652 શાળા એક વર્ગખંડમાં એક કરતાં વધારે ધોરણના વિદ્યાર્થીઓને ભણવા માટે મજબુર થવું પડે છે, શું આ રીતે ભણશે ગુજરાત ?

ગુજરાતનું શિક્ષણ બોર્ડ પબ્લિસિટી માટે વારંવાર નવા નવા તઘલખી નિર્ણયો કરતું હોય છે ભૂતકાળમાં શિક્ષકો જોડે તીડ ભગાડવાનો પરિપત્ર,લગ્ન પ્રસંગે દિવસો જમણવારમાં કેટલી ડીશો થઈ છે તેનો પરિપત્ર, શિક્ષકોએ પોતાનો મોબાઇલ આચાર્યને જમા કરાવવાનો પરિપત્ર, બાળકોના વજનથી માત્ર 10% વજનનું દફતર હોવું જોઈએ તેવા પરિપત્ર ઘણીવાર વગર વિચારે કરવામાં આવે છે. પરંતુ આ બધું માત્ર પબ્લિસિટી માટે કરવામાં આવી રહ્યું છે કોઈ પણ પ્રકારનું ઇમ્પ્લીમેન્ટેશન થતું નથી, હકીકત તો એ છે કે ગુજરાતના વિદ્યાર્થીઓના ડ્રોપાઉટ રેશિયોનો જો સાચો આંકડો બતાવવામાં આવે તો સમગ્ર ભારતમાં સૌપ્રથમ નંબરે આવે. આજે માત્ર અમદાવાદ જિલ્લામાં ધોરણ 8 માંથી પાસ થયેલા 10,000 જેટલા વિધાર્થીઓ ડ્રોપ આઉટ થતા શિક્ષણક્ષેત્રે ભાજપ સરકારની મોટા મોટા દાવા કરતી જાહેરાતોની પોલ ખુલ્લી પડી છે.

ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ પોતાના છબરડાઓ છુપાવવા માંગે છે. શાળાઓનો ડ્રોપાઉટ રેશિયો ખૂબ જ વધી ગયો છે અને આ વધેલા ડ્રોપાઉટ રેશિયોના કારણે ભારતીય જનતા પાર્ટીના શાસનની શિક્ષણની નિષ્ફળતાઓ બહાર ના આવે તેના માટે   ગુજરાતના શિક્ષણ સચિવ   વિનોદ રાવના આદેશથી રજાના દિવસે પણ અમદાવાદ જિલ્લાની તમામ શાળાઓના આચાર્યને શિક્ષકોને અને કોમ્પ્યુટર સ્ટાફને બોલાવીને ડ્રોપ આઉટ થયેલા વિદ્યાર્થીઓનો સંપર્ક કરીને તેમને યેનકેન પ્રમાણે ફરીથી ભણતા કરવા માટેના નિષ્ફળ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર ધોરણ 8 માંથી ધોરણ 9 માં ન ગયેલા અને એડમિશન ન લીધેલા માત્ર અમદાવાદ જિલ્લાના 10,000 જેટલા વિદ્યાર્થીઓ છે આને જો પ્રોડેટા પ્રમાણે ગણવામાં આવે તો આ આંકડો સમગ્ર ગુજરાતનો માત્ર ધોરણ 8માંથી 9માં એડમિશન ન લઈને ડ્રોપ આઉટ થનારા વિદ્યાર્થીઓનો હોઇ શકે છે જે એક લાખથી વધુ હોઈ શકે છે. જે ગુજરાતના શિક્ષણ માટે ખૂબ જ ગંભીર બાબત છે અને ભારતીય જનતા પાર્ટીની સરકારની નિષ્ફળતા સાબિત કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.