Abtak Media Google News

વર્ષ ૨૦૨૧ સુધી ૫૩.૬ કરોડ લોકો ઓનલાઈન થતા જ પોતાની લોકલ ભાષાનો ઉપયોગ કરી શકશે. તેનો શ્રેય મોબાઈલ ફોન અને ડેટા પેકની કિંમત અને લોકલ કન્ટેન્ટ સુધી લોકોની પહોંચને જશે. આ જાણકારીને ગૂગલ KPMG રીપોર્ટમાં શેર કરવામાં આવી છે. Internet પર હશે અંગ્રેજી સિવાય બીજી ભાષાઓ પર કામ કરી શકશો.

રિપોર્ટનું માનીએ તો ૨૦૨૧ સુધી હિન્દી Internet યુઝર્સની સંખ્યા અંગ્રેજી યુઝર્સથી ઘણા આગળ નીકળીને ૧૯.૯ કરોડ સુધી પહોંચી જશે. આશા કરવામાં આવી રહી છે કે, તે સમય સુધી ભારતનાં ઈન્ટરનેટ યુઝર્સ વધીને ૭૩.૫ કરોડ સુધી થઇ જશે. જેની સંખ્યા ૨૦૧૬ માં ૪૦.૯ કરોડ હતી.

રોચક વાત તે છે કે, ભારતીય ભાષાઓમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરનાર લોકોમાં મોટી સંખ્યામાં લોકોપહેલાથી જ સરકારી સેવાઓ, ક્લાસીફાઈડ અને ખબરોનો લાભ ઉઠાવી રહ્યા છે અને ચુકવણી પણ આ યુઝર્સ ઓનલાઈન જ કરે છે. એવા લોકોને માત્ર ચેટ એપ અને ડીજીટલ મનોરંજનનો લાભ ઉઠાવી રહ્યા છે, તેવું નથી. પરંતુ તે ડીજીટલ પેમેન્ટ તરીકે પણ અપનાવી રહ્યા છે.

વર્ષ ૨૦૧૬ માં ભરતીય ભાષાઓમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરનાર લોકોની સંખ્યા ૨૩.૪ કરોડ હતી, જ્યારે અંગ્રેજીમાં તેનો ઉપયોગ કરનારની સંખ્યા ૧૭.૭ કરોડ હતી. હિન્દી સિવાય મરાઠી, બંગાળી, તમિલ, કન્નડ અને તેલુગુ યુઝર્સની સંખ્યા ઝડપથી વધવાની સંભાવના છે.

રીપોર્ટ મુજબ, ભારતમાં ૧૦ માંથી ૯ નવા ઈન્ટરનેટ યુઝર સામાન્ય રીતે ભારતીય ભાષાઓ જાણનાર યુઝર છે. આ ઘટનાને ધ્યાનમાં રાખીને ગૂગલ પોતાના મેપ અને સર્ચ ઓપ્શનમાં ભારતીય ભાષાઓનો સપોર્ટ જારી કરવાનું કહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.