Abtak Media Google News

પ્રેમીના પરિવારજનોએ સ્વીકારવાનો ઇનકાર કરતા કર્યો આપઘાતનો પ્રયાસ: હાલત ગંભીર: સોમનાથના યુવાન સાથે શેરચેટમાં એપ્લિકેશન મારફતે મિલાપ થયો’તો

રાજકોટ શહેરના વિજય પ્લોટ વિસ્તારમાં રહેતી પ્રેમિકાએ પ્રેમી સાથેના ચાલુ વિડીયો કોલ માં કેરોસીન છાંટી જાત જલાવી દેતા ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. સોમનાથના યુવાન સાથે શેરચેટ એપ્લિકેશન મારફતે પ્રેમ પાંગડિયા બાદ પ્રેમીના પરિવારજનોએ સ્વીકારવાનો ઇનકાર કરતા યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વિજય પ્લોટમાં 12/27ના ખૂણે રહેતી સોનલબેન ઉમેશભાઈ અબસાણીયા (ઉ.વ.22) નામની કોળી યુવતીએ આજે સવારે 10 વાગ્યાની આસપાસ પોતાના ઘરે તેના પ્રેમી સાથે વિડીઓ કોલમાં વાત કરતાં કરતાં પોતાના શરીરે કેરોસીન છાંટી આપઘાતનો પ્રયાસ કરતાં ગંભીર હાલતમાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ વધુમાં યુવતીના કાકા વિજયભાઈએ જણાવ્યું હતું કે, તેઓના મોટા ભાઈ ઉમેશભાઈની આગલા ઘરની પુત્રી સોનલ તેઓની સાથે નાનપણથી રહેતી હતી. સોનલ શેરચેટ મારફતે સોમનાથ પંથકના યુવક સાથે સંપર્કમાં આવી હતી અને આઠ માસ પહેલાં તેણીએ પરિવારને યુવક સાથે પ્રેમ સંબંધ હોવાનું અને તેમની સાથે લગ્ન કરવાની ઈચ્છા દર્શાવતા પરિવારે તેમને હા પાડી હતી. બાદમાં બંને વચ્ચે વાતચીત ચાલુ હતી. તે દરમિયાન યુવકના પરિવારજનોએ આ લગ્નની ના પાડી હતી.

જે બાદ બંને વચ્ચે લગ્ન વિષે વાતચીત ચાલતી હતી. આજે સવારે સોનલ તેના પ્રેમી સાથે વિડીયોકોલમાં વાત કરતી હતી ત્યારે ચાલુ વિડીયો કોલ માં પોતાની જાતે કેરોસીન છાંટી જાત જલાવી લીધી હતી.આ અંગે તેમના જકા વિજયભાઈને જાણ થતાં તેઓ તુરંત દોડી ગયા હતા જે સમયે ઓન પ્રેમીનો વિડિયો કોલ ચાલુ હોવાનું તેઓએ જણાવ્યું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર સોનલબેન ઉમેશભાઈના પહેલા પત્નીની પુત્રી છે. જે નાનપણથી કાકા વિજયભાઈને ઘરે જ મોટી થઈ છે.વધુમાં સોનલ હાલમાં જ કોલેજમાં અભ્યાસ પૂરો કર્યો છે. બનાવ અંગે પોલીસે યુવતીનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.