Abtak Media Google News
  • કાઠી રાજપૂતોની કુનેહ, કોઠાસુઝ અને બહાદુરીએ સુબાનો કર્યો સફાયો
  • મીયાજણ ખાચરની  રખાવટથી પ્રસન્ન થઈ લીંબડી ઠાકોર સાહેબે રાય અને સમલા બેગામ બક્ષીસ કર્યા જયારે વઢવાણ ઠાકોર સાહેબે બહાદુરીના બદલે ટીંબા અને સાંકડી ગામ ભેટ કર્યા
  • નાજભાઇ વાળા (વાળા અને કાઠી રાજવંશો),જીલુભાઇ ખાચર(કાઠી સંસ્કૃતી –1),હરદાનભાઇ બારોટકાઠી સંસ્કૃતીદીપ સંસ્થાન

 બ્રિટિશરો ના ગવર્મેન્ટ ઑફ ઇન્ડિયા  દિલ્હીના સરકારી પ્રિન્ટીંગ પ્રેસે  પ્રસિદ્ધ કરેલ પુસ્તક માં ગોપાલદાસ દેસાઇની જાગીર મા રાય અને સાકંળી ગામ કોના પાસે થી આવ્યા અને તેઓ પાસે ગામ કેવી રીતે આવ્યા હતા તે હકીકત ના નિરૂપણ મા કથા આપવામા આવી છે. જે અહિ વિસ્તાર થી જોઇએ.

Img 20240331 Wa0042

બોટાદ પાસે મધુ નદી ના કાઠે તુરખા નામનુ ગામ આવેલ છે બાજુમા ડુંગર ની હારમાળા છે ડુંગરા ના પેટાળમાં હક્ડેઠઠ્ઠ પાળીયાઓ જાણે વીરત્વને વારી જનારા શૂરવીરોનો જાણે કે ડાયરો બેઠો હોઈ તેવો આભાસ ઊભો કરે છે પાળીયાદ ની પાંખી માથી જુદા પડી દરબાર ઉગા ખાચર તુરખા ના સ્વતંત્ર ગામધણી હતા તેમને એક સુંદર દિકરી હતા તેમના રૂપ ના વખાણ તે વખતના મુસ્લિમ સુબા સુધી પોહચેલા તે રૂપના વખાણ મા મોહઅંધ બની ખંડણી ના બહાને તુરખા ને પાદર મુકામ કરી અઢીસો માણસો નું થાણું ઉભુ કર્યુ સવાર ના પહોરમા ઉગા ખાચર ને બોલાવવા મા આવ્યા . લાંબા સમયની મોટી રકમની ખંડણી માટે સૂબાએ ઉગા ખાચર ઉપર તકાદો કર્યો એટલી બધી રકમ એક સામટી તાત્કાલિક ભરી શકુ એમ નથી તેવી ઉગા ખાચરે વાત કરી સૂબો કહે લઈ ને જાઉ . ત્રેવડ હોઈ તો તમારુ ગામ લખી દ્યો દરબાર ઉપર સૂબાએ ભીંસ વધારી સુબા અને ઉગા ખાચરની રકજક વચ્ચે સુબાના માણસોએ મધ્યસ્થી કરી .ઉગા ખાચરે હપ્તો કરી આપવા ની વાત કરી પણ તેનો ઈન્કાર થયો પૂર્વાયોજિત યુક્તિ હોઈ તેમ મધ્યસ્થીએ ઉગા ખાચર ને હળવેકથી વાત કરી સુબાની મેહરબાની ખાટવાનો રસ્તો બતાવ્યો સાંભળતા ઉગા ખાચરનો ચેહરો તપેલા તાંબા જેવો દેખાયો પણ બહોળી ફોજ ની સામે ઉગા ખાચરે પોતાની સમતા જાળવી

મધ્યસ્થી નું કહેવુ એવુ હતુ કે દરબાર સૂબાએ લીધેલી વાત મૂકશે નઇ કાં ખંડણી દ્યો કાં તુરખા દ્યો તેનો રસ્તો સરળ છે ખંડણીય દેવી પડે ગામ પણ રહે તમે તમારી કુંવરી તેને પરણાવો એટલે આખી ઝંઝટ માથી મુક્ત થાવ

વાત સાંભલતા તો ઉગા ખાચર ની ખોપરી ગઈ પણ પરિસ્થિતી પામી ધીરજથી કામ લીધુ પોતાના કુટુંબીઓ ને પૂછવા નો બે દિવસ નો સમય માંગી સૂબા ની છાવણી માથી વિદાય લીધી

તે વિસ્તાર મા તે વખતે મિંયાજણ  ખાચર દેવધરી પૂછવા ઠેકાણું અને શૂરવીર અને તાકાતવાન મોકાણી ખાચર હતા તેથી ઉગા ખાચર દેવધરી ગયા બધી વાત થી વાકેફ કર્યા અને સમસ્યામાથી માનભેર કેવી રીતે બચી શકાય તે રસ્તો વીચાર્યો તે બેય વિરલાઓ સુબા પાસે ગયા સૂબા ને વાત કરી તમારાથી અમને સારા સગા કોણ મળે એમ કહી સુબાને ફૂલાવ્યો તમે રહ્યા મોટા માણસ બહૂ જાજા માણસો લઈ ને આવો તો અમે સરભરામા પહોચી શકીએ વળી તમારા સિપાહીસુરા ના હથિયાર ભાળીને અમારા મેહમાન ભાગી જાય એવી શરતો સાથે સુબાને ઉતારી એક મહિને જાન લઈ સાદાઇથી હથેવાળ પરણવા આવે તેવુ કબૂલ્યું સૂબો તો રાજીનો રેડ થઇ ગયો તેણે બધી શરતો કબૂલ રાખી પોતાની છાવણી ઉપાડી શરત અનુસાર પરણવા આવશે તેવી ખાત્રી આપી નિકળી ગયો.

મિયાંજણ અને ઉગા ખાચર ગઢ ની ડેલિએ આવ્યા આજુબાજુના બોલાવવા જોગ કાઠીઓ ને તેડાવ્યા બધી શરતથી વાકેફ કર્યા.

બધા એકમત થયા થયુ તે થયુ હવે લીધુ કામ પુરુ કરવું તેમ નક્કી થયુ આજુબાજુ ત્રણેય પરજ મા સમાચાર  મોકલી દીધા ઉગા ખાચર ની દિકરી  સૌની દિકરી ગણાય એને જીવતી રાખવી કે અમલ પીતી કરવી તે તમારે નક્કી કરવાનું છે .મુદ્દત થી બે દિવસ અગાઉ દેવધરી મળવા નું નક્કી થયુ

લગ્નમુર્હત ને બે દિવસ ની વાર રઈ ત્યા બધા દેવધરી ને પાદર કાઠીઓ આવવા લાગ્યા આજુબાજુના ગામોમા જુદાજુદા ઉતારા નક્કી થઇ ગયા ટુકડીઓ ગોઠવાઈ ગઈ હતી દરેક ટુકડી ના આગેવાન નક્કી થઈ ચૂક્યા હતા તેમા કોણે કયારે અને શુ કરવાનુ તે કામ ની વેહચણ થઈ ગઈ બધા પળવાર મા પાછા અદ્રશ્ય થઈ જવા લાગ્યા

જાન આવવાની આગલી રાતે આગેવાનોએ મળી લીધુ તુરખા ગામે જરૂર પુરતા મેહમાનો રોકાયા  આખીય યોજના અકબંધ ખાનગી રહી કોઇનેય અણસાર આવે તેવી કુનેહ થી ગોઠવાઈ ગયુ.

સુબાને લગ્નનો ખૂબ હરખ ઊપડ્યો હતો મુસ્લિમ આક્રાન્તાઓ કાયમ ભારતવર્ષ મા જીતાયેલ રાજાઓની ક્ધયા ના મોહ મા રહ્યા છે તેવુ તેમનો ભૂતકાળ બતાવે છે તેમાય અકબરની ભેદ નીતિ પછી ક્ષત્રિય ક્ધયાઓને વરવાનો તુર્કોને ખાસ મોહ જાગ્યો હતો તેમા તે ઘણા અંશે સફળ પણ રહ્યા એટલે સુબાને વધારે તલવલાટ હશે પોતે હોશિયારી થી કામ લીધુ તેનુ અભિમાન પણ હતુ ઉગા ખાચર મીયાજણ ખાચર મા તેને ડહાપણ દેખાયુ હતુ તેમને કોઇ બાબતે નારાજ કરવા તે પણ તેણે ધાર્યું હતુ.  સવાર ના પહોરમા સુબાની જાન તુરખા ના પાદરમાં આવી પોહચી જાનમાં કબુલાત પ્રમાણે માણસો ની સંખ્યા હતી. વઢવાણ અને લીંબડી ના રજવાડા ના કુંવરો પણ જાનમાં આવ્યા હતા.

સામેય્યાની તૈયારી થવા લાગી ઢોલ ધડુકવા લાગ્યા શરણાઇઓ સૂર રેલાવવા લાગી માંડવીયા અહી તહી ફરકાવા લાગ્યા સારા કામમાં સો વિઘ્ન હોઈ તે કારણે ઢીલ તો કરવાની નહતી તે પેહલા દરબાર ડાયરા ના દસ વીસ આગેવાનો પાદર સૂબા સાહેબ ને મળવા આવી ગયા તેમણે જાન ને જોઇ લીધી હતી બધુ સમૂ સુતરૂ ઉતરવાની ખાત્રી કરી લીધી હતી પછી જણાવ્યુ કે લગ્ન તો અમારી નાત રીવાજે કરવા છે સૂબા જેવો સૂબો પરણવા આવે પછી ભયો ભયો કરાવી દેવો છે સામૈયા આવે છે સૌ તૈયાર થઇ જાવ અમારા નાત રીવાજે ફૂલદડે રમવાનું રહશે માટે જેની પાસે હથિયાર હોઈ તે પાદરમા ભેગા કરી એક ઠેકાણે રાખી દ્યો તેના ઉપર બે માણસો મૂકો તેની મદદમા અમારા પણ માણસો દેશું એટલે હથિયાર વગેરે ની ચિંતા રાખતા વગેરે વાતો અને સૂચન કર્યા.

વરરાજા ના જાનૈયા અંતરની ફોરમમા ફૌરાવવા માંડયા કિંમતી કપડા અને આભૂષણો જગમગવા માંડયા મોડુ કરવાના મત મા તો સુબા સાહેબ પણ હતા જલ્દી સામૈયા લાવો જલદી બધા આગળ આવો હથિયાર પાદર મા ગોઠવી દ્યો વગેરે હુકમો થવા માંડયા સામૈયુ આવતુ દેખાયુ તે મુસલમાની પોશાક મા બજ્જરબટ્ટુ જેવો શોભતો હતો

સામૈયુ આવ્યુ માંડવાપક્ષે જાનૈયા ને આવકાર્યા ગામમા પ્રથમ હરોળમા લઈ ચલાવ્યા નાકાવાર અને ગામ ની આજુબાજુમાં જાનની સ્વાગત ની પૂરી તૈયારી થઇ હતી માણસો હોશેહોશે ગોઠવાઈ ગયા પાદરમાં હથિયાર સાચવવા રોકવામાં આવેલ તરકડાઓ ને જ્યા જાનના માણસોને મોકલવાના હતા ત્યા મોકલી દીધા જોઈએ તેવા હથિયાર જુવાનોએ સંભાળી લીધા વધારે હતા તે પાદરના કુવામાં પધરાવી દીધા કહેવાય છે કે હમણા સુધી કૂવામાંથી હથિયાર મળી આવતા હતા. જાન ગરવાઈ પૂર્વક ધીરજના ડગલે આગલ વધી રહી છે ફૂલદડા ની રીતે પૂરી તૈયારી થઇ ચૂકી છે તડકો થયો હતો પરસેવો વળતો હતો ગલાલ ઊડતા હતા તેમ સો ને દેખાયુ અને બટાજટી બોલી તરઘાયો બૂગિયો વાગ્યો સૂબા ને મીંયાજણ ખાચરે તલવાર થી પોખ્યો તે વિષે નો દૂહો છે

મીયાજણ પેખે મંડલ લાખના લેવા લોહી*

કાઠી બીજો કોઇ હાથનો કાઢે હાનાઉત.

તલવાર ના એક ઝાટકે સૂબો ઘોડાનો સામાન ઘોડો કાપી નાખ્યા પણ ઘોડા ના પેટે બેઠેલી બંગા બચી ગઈ તે વિષે પણ એક દૂહો છે

પાંખર સોતો પવગં અને અંગ કાટ્યા અસ્વાર

તલખત હે તીખાર મિયાજલ પાણી મોલા

બરોબર સમયે ઉગા ખાચર ને યાદ આવ્યુ કે જાન માં વઢવાણ અને લીંબડી ના કુંવરો છે તેમને તરત હાથવહા કરી લીધા વિશ્વાસુ માણસ મોકલી દેવધરી ભેગા કર્યા.

ઉગે આપ્યો આર સુબાને શીરોહી તણો

બણકે બીજીવાર જાલાહર ધણીસુબાના માણસો ની દાઢિઓ લોહી થી તરબતર થઇ એક પછી એક ના ભોડા માંડ્યા ઉડવા જાનમાંય લોઠકા માણસો હતા તેમણેય પાંચ દસ માંડવીયા ને પતાવ્યા બહૂ થોડા સમયમાં મેદાન સાફ થયુ કપાયેલ હાથી પડ્યો હોઈ એમ સૂબો તુરખા ની બજારમાં પડ્યો કાચા પોચા પ્રથમથી છુ થઇ ગયા હતા

સુબાને ખંડણીય મળી ક્ધયા મળી મળ્યુ માત્ર મોત તુરખા ગામ ની નજીક તેની કબર ઉભી છે તે પ્રસંગની યાદી આપે છે પાંચ દસ કાઠી ગરાસીયા ખપી ગયા તેમની રણખાંભીઓ પાદરમાં ઉભી છે વાત થાળે પડી ગઈ ધાર્યું કરી મેહમાનો વીખેરાયા ચાર પાંચ દિવસ પસાર થઇ ગયા ત્યારે ઉગા ખાચર ને સમાચાર મળ્યા કે વઢવાણ અને લીંબડી કુંવરોના ખરખરે લોકો જાય છે બેય રાજધાની માં માતમ છવાઈ ગયો છે જુવાન કુંવરોની વાત સાંભળી ઠેકઠેકાણે અફસોસ થાય છે એટલે મીંયાજણ ખાચર વઢવાણ અને લીમડી પહોચ્યા ઠાકોરો ને મળ્યા તેમના કુંવરો સલામત હોવાનુ જણાવી રાજાઓને સલામત રીતે સોંપ્યા બંને રાજવીઓ ખુશ થયા મીંયાજણ ખાચર ની રખાવટ થી પ્રસન્ન થઇ લીંબડી ઠાકોરે રાઈ અને સમલા બે ગામ બક્ષિસ કર્યા અને વઢવાણ ઠાકોરે આવી બહાદુરીના બદલે ટીંબા અને સાકંળી નામના બે ગામની તેમને બક્ષિસ કરી સમલા અને ટીંબા વખત જાતા છૂટી ગયા રાય અને સાકલી તેમણે દેસાઇ કુટુંબ ને આપ્યા ત્યા સુધી ભોગવ્યા અને તળ કાઠિયાવાડ થી દૂર એવા સાંકળી ગામ માં આજે પણ તેમના વારસો વસે છે સુબાના ઊધામાએ સુબાને પૂરો કર્યો કાઠીઓ ની એકતા અને બહાદુરી ના વખાણ અને કદર થઇ જ્યારે ક્ષત્રિય રાજકૂળોની કુંવરીઓ  લેવા તુરકાણોએ તરખરાટ મચાવ્યો હતો ત્યારેય કોઇ  કાઠિઓએ ક્યારેય કોઇ મુસ્લિમ શાસક કે સૂબાને પોતાનુ શાસન વધારવા કે ટકાવવા પોતાની એક પણ કુંવરી પીરસી હતી તુરખા જેવા પ્રસંગોએ આફત ના વાદળ છવાયા છતા તેનો મુકાબલો કરી લીધો હતો..

 

 

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.