Abtak Media Google News

રાજકોટ ઈન્કમટેકસ ડિપાર્ટમેન્ટ દ્વારા ૧૦% ડિસ્કાઉન્ટ સાથે આજે પ્રથમ વખત શેરની હરરાજી કરાય

આયકર ભવન દ્વારા આજથી આશરે ૨૦ વર્ષ પહેલા અમદાવાદના બી.એન.પટેલ નામના શેરબ્રોકર પાસેથી સીઝ કરાયેલા શેરનું પબ્લિક ઓકશન આજે રાજકોટ ઈન્કમટેકસ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. જોકે આ શેર હરરાજીમાં કોઈ શેરબ્રોકરે શેર ખરીદીમાં રસ નહીં દાખવતા ઈન્કમટેકસ ડિપાર્ટમેન્ટ હવે ડિમેટ એકાઉન્ટ બનાવી માર્કેટમાં વેચી દેશે.

ગુજરાતમાં લગભગ સૌપ્રથમ વખત શેરની હરરાજી રાજકોટ ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ દ્વારા આજે કરવામાં આવી હતી. લગભગ ૨૦ વર્ષ પહેલા અમદાવાદના બી.એન.પટેલ પાસેથી ફીઝીકલ શેર સીઝ કરાયા હતા. જોકે છેલ્લા દસેક વર્ષથી ફીઝીકલ ટ્રેડીંગ બંધ છે.2 3 આજે આ ફીઝીકલ ટ્રેડીંગ સમયે શેરબ્રોકરો તથા શાપર-મેટોડા ઈન્ડસ્ટ્રીઝના મેમ્બર્સ હાજર રહ્યા હતા. બીએસઈ અને એનએસઈની સાઈટ વેલ્યુ પ્રમાણે આજે સવારના ૧૧ વાગ્યાના ભાવ પ્રમાણે રૂ.૭૬૦૫૬ના શેર ૧૦% ડિસ્કાઉન્ટ લેખે રૂ.૬૮,૪૫૦ ઓફર પ્રાઈઝથી ફિઝીકલ ઓકશન શરૂ કરાયું હતું. ઈન્કમ ટેકસના નિયમ મુજબ ઓછામાં ઓછી બે બોલી બોલાવવી જોઈએ પરંતુ એકપણ ખરીદદારે આ શેર ૧૦% ડિસ્કાઉન્ટથી નહીં ખરીદતા આયકર ભવન હવે ડીમેટ ખાતુ બનાવી માર્કેટમાં વેંચી દેશે.

આઈટીની જટિલ પ્રક્રિયા અને ૧૦% મામુલી ડિસ્કાઉન્ટ રીસ્પોન્સ ન મળ્યો: સુનિલ શાહDsc 2365સૌરાષ્ટ્ર-કચ્છ સ્ટોક એકસચેન્જના ડિરેકટર સુનિલભાઈ શાહે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, સામાન્ય રીતે પ્રેકટીકલી ફીઝીકલ શેર જે માર્કેટમાં હોય છે જે ૧૫ થી ૨૦% ડિસ્કાઉન્ટમાં ઈન્વેસ્ટરમાં સોદાઓ પડતા હોય છે. ઈન્કમ ટેકસની આ જટિલ પ્રક્રિયા અને ૧૦% એટલે માર્કેટથી પણ ઓછી પર્સન્ટેઝની જે પ્રક્રિયા હતી તેના કારણે કદાચ રીસ્પોન્સ નથી મળતો.

ગુજરાત સરકારે પ્રથમ વખત બેસ્ટ ટ્રાય કરી છે અને ભવિષ્યમાં પણ ફેરફાર થવાની શકયતા છે. ગર્વમેન્ટ દ્વારા નિયમ બહાર પાડવામાં આવ્યો છે કે, ડિસેમ્બરનાં અંત સુધી કરવાની વાત હતી તે ૧લી એપ્રિલ સુધી કેરીફોલ્ડ કર્યું. એક વખત બધા જ ડિમેટ શેર માર્કેટમાં આવી જાય તો સરકારને પણ કિલયર ખ્યાલ આવી જાય- ફિઝિકલ શેર ઘણા હજુ પણ માર્કેટમાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.