Abtak Media Google News

રાજકોટ શહેરના બાળકો તથા બહેનો માટે જ્ઞાન સાથે ગમ્મત મળે તે માટે આગામી રવિવારથી ફરી વેકેશન દરમ્યાન ફન સ્ટ્રીટનો પ્રારંભ થશે.

સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, સમાજ કલ્યાણ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, તથા મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટના જીતુભાઈ ગોટેચા એ જણાવ્યું હતુ કે, ગુજરાતમાં સૌ પ્રથમવાર રાજકોટ મહાનગરપાલીકા તથા મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટના નેજા હેઠળ છેલ્લા ત્રણ વર્ષથી રાજકોટના ભુલકાઓ માટે એક નવું નજરાણું કહી શકાય તેવી રાજકોટ મહાનગરપાલીકાના પદાધિકારીઓ દ્વારા ફન સ્ટ્રીટ બાળકોને ગિફટ સ્વ‚પે આપવામાં આવેલ ફન સ્ટ્રીટમાં અનેક વિવિધ જુદા જુદા કાર્યક્રમો યોજી બાળકોને આનંદ સાથે જ્ઞાન પણ પ્રાપ્ત થાય તેવી સુંદર પ્રવૃત્તિઓ કરવામાં આવતી.

Jayminbhai Thkerપરીક્ષાના માહોલના કારણે છેલ્લા ૧ માસથી ફન સ્ટ્રીટ બંધ કરવામાં આવેલ હોઈ હાલ બાળકોને વેકેશન સમય ચાલુ હોય વેકેશનમાં રાજકોટ શહેરનાં બાળકો માટે ફન સ્ટ્રીટ ફરી શ‚ કરવામાં આવનાર છે. અને અવનવી રમતો રંગબેરંગી માહોલમાં સંગીતના તાલે મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટના જીતુભાઈ ગોટેચા અને તેમની ટીમ દ્વારા ફન સ્ટ્રીટ ચલાવવામાં આવશે. આ વર્ષ બાળકો માટે સ્ટ્રીટના સંચાલકો દ્વારા વિવિધ રમતો જેવી કે કોથળા દોડ, રસ્સા કસ્સી, લખોટી, ભમરડા, ચેસ લૂડો, સાપ સીડી રાસ ગરબા વિગેરે અનેક વિવિધ જાતની રમતો તા.૨૯ થી દર રવિવારે સવારે ૭ થી ૯ કલાકે બાલભવન પાસે યોજવામાં આવશે.

સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, સમાજ કલ્યાણ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર મિશન સ્માર્ટ સિટીનાં જીતુભાઈ ગોટેચાએ રાજકોટ શહેરના બાળકો અને તેમના પરિવારને આ ફન સ્ટ્રીટનો લાભ લેવા હૃદય પૂર્વક આમંત્રણ પાઠવે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.