Abtak Media Google News

બે સ્થળેથી ૪૩૪ બોટલ  દારૂ કબજે: બુટલેગર નાસી જવામાં સફળ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના વાસીડી ગામે સ્થાનિક પોલીસે બે દરોડા પાડી રૂ.૧.૬૩ લાખની કિંમતનો દારૂનો જથ્થો પકડી પાડી નાશી છુટેલા બુટલેગરને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે. પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જામનગર જિલ્લામાં બુટલેગરો દ્વારા પોલીસ પાર્ટી પર કરેલા હુમલાને પગલે દ્વારકા જિલ્લાના એસ.પી. આન:દ રોહને બુટલેગરો પર તુટી પડવાના આપેલા આદેશને પગલે ભાણવડ તાલુકાના વાસીડી ગામે મે‚ રામા ઓડ નામનો બુટલેગર વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની સ્થાનિક પોલીસને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડયો હતો. પોલીસે મેરૂ રામા ઓડની બરડા ડુંગર વિસ્તારમાં આવેલી વાડીમાંથી રૂ.૮૧,૬૦૦ની કિંમતનો ૨૦૪ બોટલ  દારૂ અને વાસીડી ગામની બાવળની કાંટમાં છુપાવેલો રૂ.૯૮ હજારની કિંમતનો ૨૩૦ બોટલ   દારૂ કબજે કર્યો હતો અને દરોડાની ગંધ આવી જતા બુટલેગર મેરૂ રામા ઓળની ધરપકડ કરવા તજવીજ હાથધરી છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.