Abtak Media Google News

યુવા ભાજપ હોદેદારે ખુદ જ ગરવી ગુજરાત બીજેપી ગુજરાત ગ્રુપમાં વિડીયો મુકતા ચકચાર

ભાજપની આબરૂના લીરા ઉડાડતો વઢવાણનો યુવા ભાજપનો મંત્રી યુવતી સાથે બિભત્સ ફોટા વોટસએપમાં વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે. યુવા ભાજપના મંત્રીએ પોતાના યુવતી સાથે બિભત્સ ફોટા મુકતા ખળભળાટ મચી ગયો છે.

Advertisement

પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ શહેર યુવા ભાજપના મંત્રીનો યુવતી સાથે ફોટો વાયરલ થયો છે. આ ફોટા વોટસઅપના માધ્યમથી વઢવાણ શહેર યુવા ભાજપના મંત્રી દિપકભાઈ વાણીયાએ પોતે જ વોટસએપ ગ્રુપમાં વાયરલ કર્યા હતા. વોટસએપમાં ‘ગરવી ગુજરાત, બીજેપી ગુજરાત’ નામના ગ્રુપમાં આ ફોટા વાયરલ થયા હતા બાદમાં આ ફોટાને થોડીક ક્ષણોમાં ડિલીટ પણ કરી દેવામાં આવ્યા હતા. આ ગ્રુપમાં સ્થાનિક ભાજપના હોદેદારો સહિત કાર્યકરો અને આગેવાનો છે ત્યારે આવો બિભત્સ વિડીયો ગ્રુપમાં મુકતા ભારે ચકચાર મચી ગઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.